________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આચાર્ય ભગવતના મુખે સાંભળેલું ? આ તે સારું છે કે તમે આચાર્ય ભગવન્તની પાસે સાંભળેલું છે માટે વધે નહિ. બાકી તે મારી આ વાતને કેઈ કાને એ ધરે નહિ સાધુ ગૃહસ્થ પાછળ ટાઈમ ન આપે એ વાત સાચી ને? જે આપે તે સ્વાધ્યાય કયારે કરે ? ગૃહસ્થને જે જિનવાણીને લાભ લે હેય તે જ્યારે સાધુ-સાધવની વાંચના ચાલુ હોય તે વખતે વંદન કરવા આવે અને વિનતિ કરે, આચાર્ય ભગવત રજા આપે તે બેસે. આ રીતે તે ૪૫ આગમની વાંચના સાંભળી સાંભળીને શ્રાવક પણ માર્ગના જ્ઞાતા થતા. તમને કેવા સાધુ ગમે? તમારા માટે ભોગ આપે છે કે આગા ખાતર ભેગ આપે તે? તમારા નોકર તમારું કામ ન કરે અને પારકા શેઠનું કામ કરે તે તેને રાખે ? અમે કે ના કર, તમારા કે ભગવાનના ? '
અમારા ભગવાને તમારા માટે વ્યાખ્યાન વાંચવાની ના પાડી છે- એ બરાબર ને? ચિંતા કરશે નહિ. કાલથી વ્યાખ્યાન બંધ નથી થવાનાં. પરંતુ આ પ્રવૃત્તિ યોગ્ય છે કે નહિ- એટલું જ વિચારવાનું છે. ખરાબ વસ્તુને સારી માનવાના પાથી આપણે દૂર રહેવું છે. સમકિતી અવિરતિના સેવન સાથે અવિરતિને વખાણે તે કેટલું પાપ બાંધે ? એમ આપણે પણ જે ખાટી પ્રવૃત્તિ કરીએ છીએ તે ટાળી ન શકીએ, જીવન સુધી એ ન જાય, પરંતુ એની અનુમોદનાથી તે ફર રહીએ ને? આજે તે તમારા માટે સમય ન ફાળવે તે સાધુ નહિ, અને તમારે માટે વધુ સમય ફાળવે તે મહાપ્રભાવક? આવી પરિસ્થિતિ છે ને?
સભા વ્યાખ્યાનની પ્રથા તે વરસેથી ચાલુ છે !
ચાલુ છે, પણ એ બેટી પ્રથા છે. તમારા ઘરમાં પણ બેટી પ્રથા ચાલે છે ને? તેને બંધ કરવાનું તમારું સામર્થ્ય ન હોય તે પણ તે પ્રથાને તમે યોગ્ય માને ખરા? આપણુ તે એ વાત છે કે આપણે વર્તમાનમાં પ્રભાવકતાની વ્યાખ્યા પણ જુદી કરી નાંખી છે- “ગૃહસ્થ માટે વધારેમાં વધારે ભેગ આપે તે પ્રભાવક!” અને આવી પ્રભાવકતાના રિપોર્ટ આપવા માટે સાપ્તાહિકે ને માસિક ચાલે છે- એ બે ટું છે. તમને સાધુ કેવા જોઈએ? તમારે માટે ભોગ આપે તેવા કે આજ્ઞા પાળે તેવા. સાધુએ ભગવાને નની આજ્ઞાથી બંધાયેલા છે. જયારે આજે આજ્ઞા પાલનના આધારે પ્રભાવકતાનું માપ નથી કઢાતું એ યોગ્ય નથી.
શ્રી નવપદ સવરૂપ દર્શનકારે પણ આચાર્ય ભગવાનના ગુણે ગાતી વખતે આવી પ્રભાવકતાને યાદ નથી કરી, પરંતુ અપ્રમત્તતાને યાદ કરી છે. જે પ્રમાદ કરે તે આજ્ઞા પાલન માટે સમર્થ નથી. ભગવાનની આજ્ઞાથી વિપરીત આચરણ તેનું નામ પ્રમાદ.