________________
લઘુ ખેાધકથા
-
લા ભેલ ક્ષ ણુ
જા ય *
—પૂ. સા. શ્રી અનંતગુણાીજી મ.
pooooooooooooooooooo
તે
એક વાણીયા હતો. ચિંતામણિ રત્ન માટે દેશ-દેશાંતર, ગામ-અટવી, પહાડા ખુ'દી વળ્યા. પણ ચિંતામણિ રત્નની પ્રાપ્તિ ન થઇ. એક વાર એક ગામમાંથી આવી રહ્યો હતો ત્યાં એક રબારીને જ*ગલમાંથી ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થઇ હતી. પણુ અજ્ઞાન હેાવાથી એક સુંદર રમણીય પથરા માની આમ તેમ હાથથી ઉછાળતું. ચા આવતો હતો વાણીયાની નજરે તે ચઢી ગયેા. તે સમજી ગયેા કે, આ ચિંતામણિ રત્ન છે પણ આને મન પથરાથી અધિક નથી. તેથી હે કે આ પથરા આપવા છે. તે રબારી કહે પાંચ રૂપિયા આપે। તો આપુ ! વેપારીને લાભ જાગ્યા તેથી કહે આ પથરાના પાંચ રૂપિયા તે હાય. રૂપિયામાં આપવા તો આપ. પણ તે રખારી ટના મસ ન થયા. આ લેાભી વિચારે કે, આજે નહિ તો કાલે આપશે.
તે રબારી ઘેાડે આગળ ગયા ત્યાં એક બીજો ઝવેરી મળ્યા. તે પણ તેની પાસે માંગણી કરે. તેથી તે રબારીને લાગ્યું. આ પથરા કાંઇ કિંમતી જેવા લાગે છે તો કહે પચાસ રૂપિયા આપે તો આપું. તે ઝવેરીએ તરત જ પચાસ રૂપિયા આપ્યા અને તે ચિંતામણિ રત્ન લઇ લીધું. રખારી પણ પચાસ રૂપિયા મળવાથી ખુશખુશાલ થઇ ગયા. ખીજા દિવસે પહેલે વાણીયા આવી કહે, તે પથા આપવા છે. ત્યારે રખાંરી કહે કે પચાસ રૂા.માં આપી દીધા ત્યારે વાણીયા કહે કે-મૂરખ ! તે તો ચિ'તામણિ રત્ન હતું.
જાણતો ન હતો
સમાન
આ
મનુષ્યભવ
ત્યારે રખારી કહે-મૂરખ હુ` કે તમે? હું તો અજ્ઞાન હતો પણ તમે તેા ચિંતામણ રત્ન જાણતા હતા તેા કેમ ગુમાવ્યું ? આ કથાના સાર એ લેવાના છે કે ચિંતામણ રત્ન મળ્યા છે તે તેને એળે જવા દેવા છે કે તેના સદુપયાગ કરવા છે ? શેઠની જેમ મહાકિમતી જનમ જાણવા છતાં પણ જો એળે જ ગુમાવીએ તે આપણામાં અને રખારીમાં કાંઇ ફેર ખરા ? કે આપણે રઆરી કરતાં પણ વધારે અજ્ઞાન ! લેાભે લક્ષણ જાય તે આનું નામ. આ જનમની કિંમત સમજી તેના સદુપયાગ કરેા તે જ મન:કામના.