________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વિશિષ્ટતા જ તરી આવે એવી હતી. તેઓશ્રીને ક્ષયપશમભાવ પણ એ અસાધારણ કોટિને હસે કે-જેમ સત્યને આંચ ન આવે તેમ આ મહાપુરૂષને પણ આંચ, ' આવી ન હતી. જ્યાં સુધી તેઓશ્રી લખતા કે બેલતા હતા ત્યાં સુધી તે કોઈની પણ હિંમત નહતી કે માથું ઊંચું કરે! જ્યારે તેઓશ્રીનું સ્વાસ્થ કથળવા માંડયું ત્યારે તેમના પિતાના પણ સાધુઓએ માથું ઉંચકવા માંડયું. તેઓશ્રીના ગયા બાદ તે હવે બધાને જ (પિતાનાને અને અન્ય સમુદાયનાઓને) મોકળું મેદાન મળી ગયું છે. મોકળા મેદાનમાં થતાં ““પરાક્રમ"ને જોવાનું જ ભાગ્ય આપણું રહ્યું છે. આવાઓને વિરોધ કરવાનું આપણાથી હવે શકય નથી. તેઓશ્રીના ગયા બાદ હવે બધાને લાગવા માંડયું છે કેઝઘડા તે આપણે વર્ષો સુધી કર્યા. હવે હળીમળીને રહેવાને અવસર આવ્યો છે. સમભાવે (2) રહેવાને વખત આવી લાગ્યા છે, જે સંગઠિત થઈએ તે જૈન શાસનની રક્ષા છે- એમ બધાને લાગે છે. જ્યારે અમારા સમુદાયમાં ૪૫૦ સાધુઓ હતા. ચારે પણ શાસનની રક્ષા ખાતર ઝઝુમનારા તેઓશ્રી એક જ હતા. તેથી તેઓશ્રીની વિદાય વસમી લાગવાની જ. છતાં પણ તેઓશ્રી આપણા માટે માર્ગ તે મૂકીને ગયા છે. તે માને અપનાવવાનું મન કેટલું છે તે માત્ર વિચારવાની જરૂર છે!
આવા કપરા કાળમાં પણ દીક્ષાને સુલભ બનાવનાર એવા દીક્ષાના દાનવીર આચાર્ય ભગવતની છાયા તમારા પર કેટલા વર્ષથી પડેલી છે ? ૧૦ વર્ષથી તે હું જોઉં છું તે પહેલા ૧૭ની સાલમાં પણ તેઓશ્રીએ અહીં ચોમાસું કરેલું. આમ છતાં આપણે દીક્ષા , વગરના રહ્યા એનું દુઃખ ખરૂં? તેઓશ્રીના કેટલાં વ્યાખ્યાને આપણે સાંભળ્યાં? આજે મોટે ભાગે જુવાનિયા જેવા માટે આવે અને ઘરડા ટાઈમ પાસ કરવા માટે આવે, સમજવા માટે વ્યાખ્યાનમાં આવનાર વગર કેટલે મળે? દીક્ષાના દાનવીર તદ્દીકે આચાર્ય ભગવન્તને માનનારા કે બોલનારાને “આપણે કોરા રહી ગયા–એનું દુખ થાય ખરૂં ? સાધુ થવાય કે ન થવાય એ વાત બાજુ પર રાખીએ પરંતુ મરતાં મરતાં પણ સાધુ થવાની ભાવનાથી જવું છે એટલું પણ નકકી રાખ્યું છે? અહીં ૮૦ વર્ષે પણ દીક્ષા ઉદયમાં ન આવી તે આવતા ભવે ૮મા વર્ષે દીક્ષા મળે એવી કઈ જોગવાઈ કરી ? આપણા ઘરમાં ગયા પછી આપણને દીક્ષા યાદ આવે એવું કાંઈ પણ રાખ્યું છે? દીક્ષા લેવાનું મન થાય એવી કોઈ પણ જાતની ગોઠવણ કરી છે? આજે, દુઃખ ન આવે- એ માટે માનતા માનનારા જોઈએ એટલા મળે, પણ દીક્ષા ન મળે તે માનતા માનનારો કઈ મળે ખરે? પૈસા માટે, છોકરા માટે, બાયડી માટે, નેકરી માટે માનતા માને ! દીક્ષા માટે ન માને દીક્ષાઢતા એવા મહાપુરૂષે વિદાય લીધી એની સાથે દીક્ષાની ભાવનાએ પણ વિદાય લીધી છે કે શું? આવા મહાપુરૂષની છાયા પામીને એકાદ ગુણ તે