________________
પ. પુ. પરમશાસન પ્રભાવક રૂ. આચાર્ય ભગવંત -
શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ના
1 ગુણાનુવાદ પ્રસંગે ; -
હવન-જ અમારા શાહ પ્રવચનકાર :
દ્ધિ. અ. વદ ૧૪, ૨૦૧૨, પૂ. આ. શ્રી ચંદ્રગુપ્ત સૂ. મ.
વર્ધમાનગર, રાજકેટ. જે નિશ્ચમ૫મત્તા, વિગહવિરત્તા કસાયપરિચત્તા * ધમ્મોવએસસરા, તે આયરિએ નામંસામિ શરૂ
અનોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમષિએ શ્રી આચાર્યપદનું મહત્વ સારી રીતે સમજે છે. તેથી શ્રી નવપદ વરૂપદર્શનમાં શાસ્ત્રકાર પરમષિએ ભાવાચાર્યના ગુણેનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે
જે સદા માટે અપ્રમત્તપણે જીવે છે. વિકથાથી વિરક્ત છે, કષાથને પરિત્યાગ કરે છે અને ધર્મોપદેશ આપવામાં આસકત છે એવા આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરું છું.
આવા ગુણવાળા આચાર્ય ભગવંતને સદભાગ્યે પામીને પણ, આજથી પાંચ વર્ષ પહેલાં તેઓશ્રીની નિશ્રા આપણે સૌએ ગુમાવી. એવા આચાર્ય ભગવંત હવે મળે એવી શકયતા લાગતી નથી. હુંડા અવસર્પિણ કાળને લઇને આવા મહાત્માને લેગ મળે એવું અત્યારે તે લાગતું નથી. ૧૦૦-૨૦૦ વર્ષ કે પાકે, પણ ત્યારે આપણે નહિ હઈએ. પરમતા૨ક શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞામાં રહેલા આચાર્ય ભગવંતની છાયામાં રહી આપણે ઘણુ વર્ષ કાઢયાં. પરંતુ તેમનાં પુણ્યને ઉપયોગ કેટલે કર્યો અને નિજર કેટલી કરી–એ ખરેખર વિચારવાની જરૂર છે. મોટાભાગે તેઓશ્રીની છાયા મેળવી આપણે સુખ ભોગવવાનું જ કામ કર્યું છે. વર્તમાનની સ્થિતિ વિચારતાં લાગે કે પૂ. સાહેબજીની ખેટ દિવસે દિવસે વધારેને વધારે સાલવાની છે. કારણ કે જેમ કાળ જશે તેમ જ્ઞાનને હ્રાસ થવાને, સાવ ક્ષીણ થવાનું, શક્તિ ઘટવાની.. માટે આ મહાપુરૂષની વિદાય વસમી લાગવાની, તેઓશ્રીનું અસ્તિત્વ નાશ પામ્યાની કિંમત હવે સમજાવાની ! તેઓશ્રીના જીવતાં તે આપણે તેઓશ્રીને ઓળખી ન શકયા. પરંતુ તેઓશ્રીના ગયા બાદ પણ તેઓશ્રીના ગુણેનું મહત્વ સમજાય તે ય આપણું સદ્દભાગ્ય! શ્રી નવપદ સારૂપદર્શનકારે જણાવેલ ભાવાચાર્યના બધા ગુણે, આચાર્ય ભગવંતમાં હતા. એક વખત તેમને દમન પણ કબૂલ કરે એવું અસાધારણ વ્યકિતત્વ તેઓશ્રીનું હતું. અત્યારના આચાર્યો કે તેમના સમકાલીન આચાર્ય ભગવંતે કરતાં પણ તેમની