SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૯ અંક ૩૭ તા. ૧૩–૫–૯૭ : : ૮૦૧ -~ વૃદ્ધને જોતાં-માળખતાં યાત્રિક તે આભે જ બન્યું કે હું સ્વપ્ન જોઉં છું કે સત્ય જોઉં છું ? જે વૃદ્ધ પુરૂષે મને માર્ગ બતાવેલ તે જ મારું સ્વાગત કરે છે. મહામંત્રીના ભવ્ય ! | મહાલયની ક૯પના અને ક્યાં એક સામાન્ય આશ્રમ સમાન કુટીર ! ' ડીવારમાં ખુઢ ચંદ્રગુપ્ત મૌર્ય સાર પરિવાર સાથે મહામંત્રીનું માર્ગદર્શન લેવા આવ્યા. તે મંત્રીશ્વરે કહ્યું કે-“અતિથિ પધારેલ છે.” રાજાએ પોતાના મહેલમાં છે. લઈ જઈ તેમનું રાજમાન્ય આતિથ્ય કર્યું. - રાત્રિના પ્રારંભ સમયે રાજા-યાત્રિક આદિ ચાર પરિવાર સાથે મહામંત્રીની છે. કુટીરે આવ્યા. ત્યારે મંત્રીશ્વર મીણબત્તીના પ્રકાશમાં લેખનકાર્ય કરી રહ્યા હતા. બધાનું છે સન્માન કર્યું. અને ચાલુ મીણબત્તી બૂઝવી પછી નાની મીણબત્તી સળગાવી અને કામપૂરતી વાત કરી. યાત્રિાકનું આશ્ચર્ય માતુ નથી. ચતુર ચાણક્ય તેમના મનના ભાવ કળી ગયા. તેની મૂંઝવણ દૂર કરવા કહે છે છે કે યાત્રિકવર્ય! તમે આવ્યા ત્યારે હું રાજનું કાર્ય કરી રહ્યું હતું તેથી રાજ્ય તરફથી છે 8 મળતી સગવડને ઉપયોગ કરો. પછી આપણે પરસ્પરની વાતચીત કરતા તેથી મેં મારી છે ઘર ઉપગન. મીણબત્તી જલાવી. ત્યારે નતમસ્તકે અંજલિ જેડી તે યાત્રિક કહે કે–મંત્રીશ્વર! મગધના સામ્રાજ્યની જાહોજલાલીનું રહસ્ય સમજી ગયે. જેના પાયાના પ્રાણ સમાન મંત્રીશ્વર રાજ્યની ચીજ-વસ્તુનો દુર્વ્યય અને દુરૂપયોગ ન થાય તેની આટલી કાળજી રાખે છે. તેની પ્રજા ! પણ કઈ ચીજ-વસ્તુને દુર્વ્યય ન જ કરે. ચારિત્ર્ય નિર્માણને આ જ પાચે છે. “યથા રે રાજા તથા પ્રજા.” આજે આપણે ક્યા માગે છીએ તે વિચારીએ તે સમજી શકીએ છીએ. આરાધક 8 આત્માઓને માટે આ દૃષ્ટાંત એક આદર્શભૂત છે. મળેલા સમયનો સદુપયોગ કરો અને છે દુવ્યય ન કરવા આટલે પણ જે નિર્ણય થઈ જાય તે આરાધનામાં જે ઉત્સાહ જેમ ?, પ્રગટશે તે અવર્ણનીય હશે. કેણ શું કરે છે તે જોયા વિના મારે શું કરવું તે વિચાર છે જે બધા જ કરે અને સાચે આરાધભાવ કેળવીએ તો આ કાળમાં પણ આપણે ધારી ૧ કે આરાધના કરી આપણા આત્માની મુક્તિ નજીક બનાવી શકીએ. સૌ પુણ્યાત્માએ શાનમાં સમજી સાચી આરાધનાનું લક્ષ્ય કેળવી, મળેલા સમયને સદુપયોગ કરી–કરી આત્મગુણ લક્ષ્મીના સ્વામી બને તે જ મંગલ મહેચ્છા.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy