________________
MAN
6 ઉરના ઉમંગે હું વધાવું આ મહાપર્વને!
- -પૂ. સા. શ્રી અનંતદર્શિતાશ્રીજી મ.
પાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વ આવી રહ્યા છે તે તેને આપણે સૌ હૈયાના હેતથી, ઉરના ઉમંગથી વધાવીએ. હૃદયાંગણને તપના સ્વસ્તિકથી પૂરીએ. આરાધનાની જયપતાકાથી આત્માની અમરતાને વરીએ. આ મહાપર્વને મહિમા ગાતાં મહર્ષિએ કહે છે કે આ પર્વ એટલે મુમુક્ષુઓનું મોક્ષ તરફ મંગલ પ્રયાણ ! શિવસુંદરીને સંદેશ સુણાવનાર સંદેશવાહક ! ભવરગથી મુક્ત કરનાર ધવંતરી! કર્મની ગાંઠને તેડનાર કુશલ સજન! રત્નત્રયીમાં રમણતા કરવા માટેનું નંદનવન ! અહિંસા-સંયમ અને તય ધર્મની આરાધનામાં સોને રંગી નાખનાર ખેલો ! કર્મોની હેળી પ્રગટાવનાર પવા આત્મગુણેની દિવાળી! જિનવાણીનું સુધાપાન કરવાની પરબ ! “અહિંસા પરમ ધર્મ ની ટેલ નાખનાર ટેલી! મૈત્રી ભાવની મહેફિલ! ક્ષમાઘર્મને જયનાદ કરનાર!
પાપરૂપી રાવણને વિજય કરનાર વિજયા દશમી ! વેર-ઝેર, રાગ-દ્વેષાદિ દેના કચરાને ખાખ કરનાર દાવાગ્નિ! આરંભ-સમારંભાતિથી થવાનું પર્વ ! ધર્મની પુષ્ટિ કરનાર પૌષધ ધર્મની આરાધનાનું પર્વ ! વિરતિ દેવીના પ્રેમને પામવાને પંથ ! સંવેગની સરિતામાં પવિત્ર થવાના દિવસે નિર્વેદથી ભાવિત થવાને માગ ! સમતા સુખના પારણે ઝુલવાનું પર્વ ! મમતાને મારવાને જીતવાનો માર્ગ બતાવનાર ભેમિયો ! આધિવ્યાધિ-ઉપ ધિન તાપથી સંતપ્ત અને શીતલતા બક્ષનાર શીતરમિ!, આત્માને પ્રકાશિત કરનાર રવિ ! કર્મવૃક્ષનું ઉછેદન કરનાર એ રાવણ હસ્તી - પ્રશમ સુખ સરિતામાં પુનીત કરનાર સુર સરિતા ! સકલ સૂત્ર શિરોમણિ શ્રી કલ્પસૂત્ર અને શ્રી બારસા સૂત્રનું શ્રવણું કરવાના મહાપવિત્ર દિવસે ! આત્માને વિભાવ દશામાંથી જગાડી સવભાવદશાને પામવા રાજમાર્ગ બહિરાત્મપણું મટાડી અંતરાત્મીપણું પમાડી પરમાત્માપણું પેદા કરવાને માર્ગ બતાડનાર સાચે કલ્યાણ મિત્ર! મેહની નિદ્રાને વેરણ છેરણ કરનાર કાલરાત્રિ ! આત્માની અક્ષયસ્થિતિ અને અનંતગુણ લક્ષમીને પમાડનાર પવ! .
આવા મહા મહિમાવંતા પર્વની આજ્ઞા મુજબ આરાધના કરી આપણે સૌ પણ આપણું હયાને કેવલજ્ઞાનના પ્રકાશથી અજવાળીએ-તેવું સામર્થ્ય મેળવવાને ભવ્ય પુરુષાર્થ આદરી આ પર્વાધિરાજને સફળ-સાર્થક કરીએ તે જ મંગલ કામના....
A