________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
વિશાળ હદય બને તે જ ક્ષમાપના સાચી, બાકી માત્ર વ્યવહાર ! એકવાર ક્ષમા આપ્યા પછી તેની ભૂલને વિચાર સરખે ય ન કરાય તેને દોષ પાછળથી બેલાય જ શેના? માટે આત્માની બહુ જ શાંત-વસ્થ ચિત્તે આ વસ્તુસ્થિતિ વિચારવાની જરૂર છે. સડેલા ભાગને વધુ સડતે અટકાવવા મૂળમાંથી જ કાપવું પડે તેમ ભવ ભ્રમણના ફેરા વધારનાર વેર-વિરોધને પણ મૂળમાંથી જ કાપવા પડે. માટે અનતજ્ઞાનિએ કહે છે કે
બીજાના-ગુનેગારને પણ ગુનાઓની સાચી ક્ષમાપના કરવા, ગુના ભુલી જવા જરૂરી છે. * ચિત્તની ઉદારતા, હદયની વિશાળતા અને “સ જવા કમ્મશાની ભાવનાથી હીયું તરબળ બને તે જ ક્ષમાપના આદાન-પ્રદાન થઈ શકે.
આ પર્વ ક્ષમાને યાચવા અને કરવા માટે છે.
સૌ પુણ્યવતા ભાગ્યશાર્લીએ ક્ષમાપનાના પરમાર્થને સમજી સાચા ભાવે ક્ષમાપના- આપી લઈ, આરાધક ભાવને ખીલવી, સ્વયં આરાધ્ય બને તે જ સવની મંગલ કામના. "
એ
વા
– શાસન સમાચાર -- ચાતુર્માસ અને સ્વર્ગારેહણ તિથિની ઉજવણી વાપી-જી.આઈ.ડી.સી.-વે, મૈ જૈન સંઘની ભાવભરી વિનંતીને સ્વીકાર કરીને પૂ. આ. શ્રી વિજય રત્નભૂષણસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. તપસ્વી વૈયાવચી મુનિરાજ શ્રી કુલભૂષણ વિજયજી મ. આદિ ઠાણાઓએ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ કર્યો છે. માલવદેશે સદ્ધર્મ સંરક્ષક પૂજ્યપાદ ગચ્છાગ્રણી આ. શ્રી વિ સુદશનસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા નુસાર પૂજ્યશ્રીએ ચાતુર્માસ કરેલ છે. શ્રી સંઘમાં દરરોજ વ્યાખ્યાન આદિ વિવિધ આરાધનાઓ ચાલુ છે.
અષાડ વદિ-૧૪ના પરમ પૂજ્ય શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આ. કે. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પાંચમી સ્વર્ગારોહણ તિથિની ભવ્ય ઉજવણી થઈ છે. સવારે ગુણાનુવાદનું સટ વ્યાખ્યાન, બપોરે સમુહ સામાયિક, પ્રભુજીને ભવ્ય અંગરચના આદિ ભકિતસભર કાર્યક્રમો ઉજવાયાં છે.
' પૂજ્યશ્રીની સ્થિરતા આદર્શ વિહારમાં છે અને શ્રદ્ધા સોસાયટીમાં સંઘના નુતન ઉપાશ્રયમાં વ્યાખ્યાન આદિ ચાલુ છે. સરનામું : પૂ આ. વિ. રત્નભૂષણસૂરિ મ. આશિ ઠા. ૨
કે. સી/૧૦૬ આદર્શ વિહાર છે. આઈ. ડી. સી. ગુંજન સીનેમા પાસે, મુ. વાપી (વલસાડ)