SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] મોક્ષાથી આત્મા આવે હાય –પૂ. મુનિરાજ શ્રી મોક્ષરતિવિજયજી મ. શાલિકા વિદ્યાના પ્રભાવે નગરની ચારેકેરની દિવાલ, બહારથી જોઈ ન શકાય ? એવી સળગતી–તેજઅંગારા વરસાવતી–બની ગઈ છે. આ એકમેવ વિદ્યા ઉપર મુસ્તાક 8 બનેલો નગરના રાજવી વરુણદેવ સુખચેનમાં છે, તે આ વિદ્યાની પ્રતિવિદ્યાના અભાવે નગરબહારની લશ્કરી છાવણીમાં રાજા રાવણની નીંદ હરામ થઈ ગઈ છે. ત્રિખંડભરતક્ષેત્ર 8 ઉપર વિજય હવજ ફરકાવવાની અપેક્ષાથી તે દિગ્વિજ્ય માટે નીકળ્યા છે. પણ અત્યારે છે તેમને પોતાની અપેક્ષા ચૂર ચૂર થઈ જતી જણાય છે. ચિંતા, દુઃખ, ક્રોધ, આવેશ અને 8 હતાશાથી તે ઢિમૂઢ બનીને બેઠા છે. પણ આ રાવણ છે. ત્રિખંડભરતાધિપતિ બનવાનું ભાગ્ય અને સૌભાવ્ય એને માટે છે નિર્માણ પામ્યું છે. બરાબર એજ સમયે વરુણદેવની રાણીની ટાસી ગુપ્ત સંદેશ લઈને | અહીં આવી પહોંચે છે. વરુણની રાણીને સંદેશ છે કે “હું તમને આ આશાલિકાવિદ્યાની પ્રતિવિદ્યા આપવા તૈયાર અને તાકાતવાન છું. બદલારૂપે હે સુગશિરેમણિ! તારે મારે સ્વીકાર કરવાનો છે.” રાવણ કંઈ કહે તે પહેલા વિભીષણ જ “સેદે મંજૂર છે એ દશારે કરે છે. કાસી પણ હર્ષવિભોર બનીને ઝટપટ ચાલી જાય છે. પણ આ બાજુ વિભીષણનું આવી બને છે. અરે! વિભીષણ! આ તે શું કરી નાખ્યું? આપણું { પૂર્વમાંથી કોઈએ પરસ્ત્રીનો મનથી વિચાર પણ કર્યો નથી અને આજે તું સ્વીકાર છે કરવા સુધી પહોંચી ગયો ? ધિક્કાર છે તને વિભીષણ. પૂર્વજોની યશેજજવલ પરંપરાને { આજે તે કાળાડિબાંગ ડાઘ લગાડ છે. યુગોથી પવિત્ર રાક્ષસકુળને આજે તે કલંકિત છે છે કર્યું છે? લાલઘૂમ ચહેરો, થથરતાં હોઠ, ધ્રુજતાં હાથપગ અને ધ્રુજાવી દેતી ત્રાડ. રાવણનું ! { આવું રૌદ્ર સ્વરૂપ જોઈને વિભીષણ ક્ષણભર તો ઠંડાગાર થઈ ગયા. થોડી ક્ષણેની છે શાંતિ પછી વિભીષણે હળવેકથી સમજાવટ શરૂ કરી. “આ તે રાજનીતિ છે, રાજન ! ૧ એકવાર પ્રતિવિદ્યા આવી જવા દો. એકવાર વિજય મેળવી લેવા દે. પછી એને ક્યાં - સમજાવી નથી શકાતી? રાવણને શાંત પાડતાં વિભીષણને પરસેવો વળી ગયે..અંતે છે એમ જ થયું. નગરવિય પછી રાજરાણીને રાવણે “તમામ પરસ્ત્રીઓને હું માતા કે રે 4 દીકરીરૂપે જ જોઉં છું અને તેમાં તું તે તદુપરાંત મારી વિદ્યાદાતા ગુરૂ છે.” વગેરે વગેરે ! છે કહીને, સમજાવીને તેને તેના પતિની સેવામાં મોકલી આપી. અહીં રાવણની હયદશા કંઈક આ પ્રમાણે સમજાય છે, તેને સામ્રાજ્ય પણ છે જોઈએ છે અને સદાચાર પણ જોઈએ છે. પણ આ પ્રસંગમાં પુરવાર થઈ ચૂકયું કે
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy