________________
૭૭૮ :
- - * * *
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ સદાચારપ્રેમ, સામ્રાજ્યપ્રેમ કરતાં ઉપર છે. સામ્રાય સ્વીકાર્ય છે પણ સાચાને ભેગે !
નહીં. બેમાંથી એકને જતું કરવાની વાત આવે છે ત્યારે રાવણ સટ્ટાચારને ચુસ્તપણે છે છે વળગી રહે છે. સામ્રાજ્ય ન મળે તે કંઈ નહીં. સટ્ટાચાર ન જવો જોઈએ, ગઢ મળે છે છે કે ન મળે પણ સિંહ ન જવો જોઈએ.
આ જ રાવણે એકવાર દિગ્વિજયયાત્રામાં રેવાનદીના વિશાળ કિનારા પર તંબૂ | 3 તાણને પિતાના વિરાટ લશ્કર સાથે નિવાસ કર્યો છે. સમ્રાટ થવું છે પણ સેવક મટી આ જવું નથી, તેથી આ યાત્રા પ્રવાસમાં પણ રાવણે મનોહર જિનબિંબ સાથે રાખ્યું છે. { અને અહીં પોતે પ્રભુપૂજામાં લયલીન બન્યા છે. ફૂલ વગેરેથી સુંદર અંગરરાના કરીને
હવે ભાવપૂજામાં એકતાન બન્યા છે. એવામાં એકાએક નદીમાં પૂર આવે છે ને જોતજોતામાં તે તેનું ગંદુ જળ સર્વત્ર ફરી વળે છે. છાવણીમાં હાહાકાર મચી જાય છે. અને રાવણ પતે પણ ભયંકર રૂપ ધારણ કરે છે. એનો ગુસ્સો સાતમા આસમાનને આંબી જાય છે. કલિકાલ સર્વજ્ઞ લખે છે કે પોતાને શિરચ્છેદ થવાથી જે કોઈ જાગે તેવો જ ક્રોધ રાવણને અત્યારે થાય છે. શા કારણે તેનાં સુંઢર વસ્ત્રો અને નાહીધોઇને ને સ્વચ્છ કરેલું શરીર બગડી જાય છે માટે? પોતાની લશ્કરી છાવણીમાં બધું જ તિતર
બિતર થઈ જાય છે તેથી ? પૂજા કરીને તરત જ જે રસેઈ જમવાની હતી તે બગડી + ગઈ અને નવી બનાવતાં વિલંબ થશે તે કારણે? ના. ના. અષ્ટાપદ પર્વત પર દેવાધિદેવની ભક્તિમાં દેહનું પણ ભાન ભૂલી જઈને પોતાના સાથળમાંથી નસ ખેં થી કાઢીને ભક્તિને અમર બનાવી દેનાર અને તેથી તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરનાર આ રાવણ માટે આવી કલપના પણ હાસ્યાસ્પદ છે. પ્રભુપ્રતિમાની આ આશાતના રાવણ થી સહન 1 ન થઈ તેથી તેનો પિત્તો ગયો છે.
આ ઉપદ્રવ કેણે કર્યો છે તેની જાણકારી મેળવવા અને ખબર લઈ લેવા પિતાના ? સૈનિકોને આદેશ કરે છે. પોતે જાતે નીકળી પડે છે. આ કથા ઘણી લાંબી છે. ઉપદેશ એટલો જ કે પ્રભુપ્રીતિ સર્વોચ્ચ રહેવી જોઈએ, જેવી રાવણના અંતરમાં છે. પૈસા પ્રીતિ, પરિવારપ્રીતિ, પ્રસિદ્ધિપ્રીતિથી માંડીને પદગલિક સુખપ્રીતિ સુધીની તમામ પ્રીતિઓને પ્રભુ પ્રીતિની પાછળ રાખવી જોઈએ, રાવણની જેમ,
અને પ્રભુપ્રીતિ એટલે? - પ્રભુપ્રીતિનો અર્થ છે, પ્રભુ આજ્ઞાપ્રીતિ, પ્રભુ આજ્ઞાતિમાંથી પ્રગટેલી
પ્રભુ મૂર્તિ પ્રીતિ, પ્રભુભકિતપ્રીતિ કે પ્રભુભક્તપ્રીતિ જ અસલી અને નક્કર હોય ? 1 છે, બાકી બધી નકલી અને નમાલી.
!