________________
5
વર્ષ ૯ અંક ૩૦ તા. ૨૫-૩–૯૭ :
કરતાં, જિનશાસનની મર્યાઠા મુજબ જિનાલય ખોલવા-માંગલિક કરવાની વિધિ જાળવવામાં આવે તો કેઈ પ્રશ્ન ઉભો રહેતો નથી. જિન શાસનની મર્યાત્રામાં ક્યાંય છે ગ્રહણ સમયે જિનાલય બંધ રાખવું” એવું આવતું નથી. માટે ગ્રહણ સમયે જિનાલયોર બંધ રાખવાના હોતા નથી.
પ્રવ : ગ્રહણ સમયે વાતાવરણ ખૂબ જ અશુદ્ધ હોય છે એટલે ઘરેથી સ્રાન કરીને નીકળેલો માણસ ખુલ્લા આકાશમાં આવે એટલે પાછો અશુધ્ધ થઈ જાય. આવી અશુદ્ધ છે અવસ્થામાં જિનપૂજા થાય જ કેમ?
ઉ૦ : શાસ્ત્રોમાં ગ્રહણ સંબંધી અસ્વાધ્યાયની જ વાત લખવામાં આવી છે. કેઈ ! જગ્યાએ “ગ્રહણ સમયે અશુદ્ધિ હોવાથી જિનપૂજા ન થઈ શકે તેમ જણાવ્યું નથી જે ! અસક્ઝાયના નિયમને જિનપૂજાના નિષેધ માટે લેવામાં આવે તે ચૈત્ર–આસો મહિનાની છે સાડા બાર દિવસની ગણાતી અસક્ઝાયમાં પણ જિનપૂજા ન થઈ શકે ! તે સિવાયના ૪ પણ અસાયના કારણેમાં જિનપૂજાનો નિષેધ કરે પડે. આમ તે વર્ષના ઘણા બધા જ દિવસો-વિશિષ્ટ પર્વત્રિવસો પણ–જિનપૂજા વિનાના જ જાય. શાસ્ત્રકારોએ આવી જિનપૂજાબંધી ય ય ફરમાવી નથી. માટે ગ્રહણ સમયની અશુધ્ધિના નામે જિનપૂજા બંધ કરવી જરાય હિતાવહ નથી,
પ૦ : ગ્રહણ મુકિત પછી જ્યાં સુધી જિનાલયને દેવામાં ન આવે ત્યાં સુધી ? પૂજા ન થાય-આ વાત તો સાચીને?
ઉ૦ : ગ્રહણ ઉતર્યા પછી જિનાલય ધેવાયા બાદ જ પૂજા થાય—આ વાત પણ ખોટી છે “ગ્રણને કારણે જિનાલય અપવિત્ર થઈ જાય છે એવી માન્યતા જેન ધર્મની ! નથી. અને હોકસંજ્ઞા મુજબ ચાલવામાં ધર્મ નથી–આ વાત બરાબર ધ્યાનમાં છે. રહેવી જરૂરી છે. જિનાલયની અશુધિના નામે લોકસંજ્ઞાનું પોષણ કરવું અગ્ય છે,
| અશાસ્ત્રીય છે.
;
- પ૦ : ગ્રહણ સમયે દેરાસર ખુલ્લુ રાખે તે જિનપ્રતિમાને ગ્રહણની અસર થઈ છે જાય. માટે ગ્રહણ સમયે દેરાસર બંધ જ રાખવું જોઈએ ને ?'
ઉ૦ : “ગ્રહણ સમયે જિનાલય ખુલ્લું રાખવાથી જિનપ્રતિમાને ગ્રહણની અસર થઈ જાય છે એમ માનવામાં કઈ શાસ્ત્રાધાર નથી. કોસમી માવઠાં વગેરેના કાળે ય વાતાવરણ ધુંધેલું બનતું હોય છે અને ત્યારે વિશિષ્ટ કૃતાભ્યાસ માટે અસક્ઝાય પણ ગણાય છે છતાં ત્યારે શ્રી જિનાલય કે શ્રી જિનપ્રતિમા અશુદધ થવાને ભ્રમ કેઈ રાખતું ? નથી. તે પછી ગ્રહણ અંગે આ નિરાધાર કઢાગ્રહ કેમ ૨ખાય છે?
=