________________
પરમ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
- પુણ્ય પ્રવચનો નો સારાંશ જગતના જીવ માત્રને દુઃખ કદી જોઈતું નથી. સુખ સંસારનું એવું છે જે છોડવું ગમતું નથી, પણ દુઃખ મળે છે પાપથી ને પુણ્ય કમેં સુખ મળે, એ શ્રધ્ધા રાખનારને સંસારમાં ગમતું નથી. સંસારનું આ સુખ ભૂડું સર્વપાપ મૂળ છે, સંસારના વિષચક્રનું આ મોટું વર્તુળ છે, આપણે કરેલા પાપના પરિણામે દુઃખ આવશે શ્રધા અરિહંત વચનની એ જ ધર્મનું મૂળ છે. સુખદુઃખ આ સંસારનું એ તે કર્મને બેલ છે, પુણ્યથી મળતું સુખ એ હળાહળ ઝેર છે, સુખ મેળવવા દુનિયામાં જીવ, વ્યર્થ ફાફા મારત, જીવને પહેલા મઝા કરાવે પછી દુર્ગતિની જેલ છે. મળેલા સુખ ભોગવવાને જીવ જે લલચાય છે, આશ્રવ થકી કર્મ બાંધી સંસારમાં લપટાય છે, મળે નહિ એ સુખ છતાં–તેના જ વિચારે કરી, પકડી પાલવ વિ૫ને જીવ દુર્ગતિમાં જાય છે. સજા ભોગવતાં દુઃખ આવે, જે તેને ગમતું નથી, દુઃખ ટાળવા મહેનત કરે છતાં દુઃખ જતું નથી, દુઃખ તેનું વધી જશે જે ટાળવા મહેનત કરે, કર્મ પ્રભાવ સમજી વેઠે, તેને તે અડતું નથી. પાપ ઉપર દ્વેષ કરજે પાપથી દુઃખ આવતું, દુઃખ ઉપર દ્વેષ કરતાં વધીને દુઃખ આવતું, સંસારના સઘળા જીવો સુખ મેળવવા પાપ કરે, મહાદ્વેષ કરે સુખ ઉપર ભલેને તે ઘણું ભાવતું. અહમ-મમતા મહમંત્રને સૌ કઈ આજે અનુસરે, પણ તેના ભ્રમણે મટી જશે જે અહમમમને મારશે, સંસારી આ ક્રિયા બધી અવિરતિન ચંગે થતી, ત્યારે જ અહમ દૂર થશે ને અપધ્યાન દૂર કરાવશે.
*
*