________________
૫૭૪ :
: જૈન શાસન અઠવાડિક]
ઉ૦ જે પ્રતિક્રમણ કરે તેને વિરતિ લેવાનું મન હોય ને? સર્વવિરતિને પામવા માટે તે વિરતિની ક્રિયા અભ્યાસ માટે પણ કરે. સર્વવિરતિ ન પમાય તે તેનું પારાવાર દુઃખ હોય. તે વિરતિ પામવા માટે જ ભગવાનની પૂજા કરવાની છે, સાધુની સેવા | કરવાની છે. ભગવાનના દર્શન-પૂજન કરવાં તે સમકિતની ક્રિયા છે. માટે સમકિતી
જીવ ત્રિકાલ પૂજા કરે કેમકે તેને પણ વિરતિ જ જોઈએ છે. માટે આવા મોટા કુતર્કો કરી લોકોને ભરમાવે નહિ.
આજના જીને મોટેભાગે ધર્મ કરવો ગમતો નથી. એટલે આવી કાવતી વાત આવે તે ઝેટે ગમી જાય છે. ઘણા વ્યાખ્યાનમાં પણ આવું લેવા જ આવે છે. માટે મારી વાત કઈ ઊંધી ને લઈ જાય તે માટે એકની એક વાત ફેરવી ફેરવીને કહું છું.
તમને બધાને કાન ગમે છે કે ધન ગમે છે? આજે સાચી રીતે દાન દેનારા પણ કેટલા મળે? “આ લક્ષમી નામની ડાકણથી છૂટવા માટે દાન કરવાનું છે. તે માટે દાન કરનારા તે કેટલા મળે? ઘણું તે પસા ખરચીને પણ પાપ બાંધે છે. અહીં બેઠા હોઈએ અને કાંઈ ન કરીએ તો સારું ન લાગે તેમ માનીને કરે તે પાપ બંધાય કે પુણ્ય બંધાય? અહીં ટીપ થાય તે કેટલા ભરે ? ઘણા એવા ભાગ્યશાલી છે કે જેમણે નિર્ણય કર્યો છે કે ટીપમાં રાતીપાઈ માંડવી નહિ ! જીવનમાં દાન દીધું નથી અને દેવાની ઈરછી પણ નથી તેવા પણ જે હોય ને? તમારો નંબર તેમાં ન હોવો જોઈએ. તે માટે તમે નક્કી કરો કે મારે જ કમમાં કર્મ આટલું દાન તે
સાત ક્ષેત્ર અને અનુકંપામાં કર્યા વિના તે રહેવું જ નહિ. અને મારા નાના છોકરા 1 પાસે પણ દાન કરાવ્યા વિના રહેવું નહિ. કદાચ તે મરી જાય તે ય તેને લાભ થઈ ન જાય. મારો છોકરો ધર્મ કર્યા વિના મરી ન જાય તેવી ચિંતા કેટલા મા બાપને છે ? છે તમારાં સંતાને ધર્મ નથી કરતા તે તમારા પાપે. તમારે છોકરો ધર્મ ન કરે તે ન છે ઉપરથી તમે બચાવ કરો છે કે તેને ટાઈમ નથી મળતો ! તમારો છોકરો ધર્મ ન જ કરે તો ચાલે. પણ તમારે છેક વેપાર ન કરે, નોકરી ન કરે, સૂતો સૂતો ખાય તે
ચાલે? માટે તમે “ધર્મ નથી કરતા તે સમય નથી માટે એવો બચાવ કે ઈ સાધુ ન [ કરે. તમારે તો ધર્મ કરવો નથી માટે નથી કરતા.
ભગવાનના શાસનને પામ્યા પછી મોક્ષ યાદ ન આવે તે ચાહે ? પરલોકને માનનારા અન્યમતી પણ કેવા હોય છે તેની વાત સામલી તાપસના દૃષ્ટાનથી સમજાવવાના છે તે હવે પછી