________________
૫૨૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
નિષ્પક્ષ જૈન શાસન જ
આ સ'સાર કમથી જ ચાલે છે. જીવ જ્યાં સુધી સમજુ ન બને ત્યાં સુધી કર્મ જ બળવાન છે. જીવ સમજુ અને ત્યારે કમ નબળું બને છે. કર્મના ભેદ-પ્રભેદનુ, કર્મોની વિચિત્રતાનુ જેવુ. વર્ણન શ્રી વીતરાગ દેવના શાસનમાં છે તેવું આખા જગતમાં કશે નથી, જે ભૂલ કરે તેને કમ' નડયા વિના રહેતુ નથી. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્માએ પણ ભૂલ કરી તે તેમને પણ નરકમાં જવુ પડ્યુ' : આ વાત નિષ્પક્ષપણે ભગવાનનું શાસન કહે છે તેમાં જરાય નાનમ અનુભવતું નથી. આથી સ્પષ્ટ થાય છે કે—ગમે તેવા સારા માણસ કયેાગે ભૂલ કરે, ન કરવાનાં કામ કરે તા તેને પણ સુસજા ભગવ્યા વિના ચાલે જ નહિ.
ભગવાન શ્રી મહાવીર દેવના આત્મા નયસારના ભવમાં સમકિત પામ્યે, મરિચીના ભવમાં ભૂલ કરી તે સમકિત હારી ગયા, પાછા વિશ્વભુતિના ભવમાં સંમતિ પામ્યા, ધમ આરાયા ત્યાં પણ ભુલ કરી તે સાંસારમાં ભટકવા ગયા. તે વાત તમે ભગવાનના શાસનમાં જનમવા છતાં, ભગવાનનું જીવન પણ જાણતા નથી તે બહુ ખેદની વાત છે. ભગવાનનેા આત્મા પણુ મા ભુલ્યા અને માર્ગથી ખસી ગયા તે તેમને પણ નરક-તિય"ચમાં જવુ પંડયું. આવા ભગવાનને પામી આપણે પણ જો ઊધે માગે જઇએ તે આપણે પણ સંસારમાં ભટકવુ' જ પડે. સંસારમાં ન ભટકવુ હોય, દુર્ગતિના દરવાજા બંધ કરવા હાય તે ભગવાને કહ્યું છે કે, ઊંધે માગે જતા નહિ. તમે ભગવાનના ભગતને છાજે તેવુ જીવન જીવા છે કે સેવકને લાજે તેવુ જીવન જીવેા છે ? ભગવાનના સાધુ-શ્રાવક કે સેવક હેવરાવું તેા જોખમ છે, જવાબદારી છે તે સમજો છે ? ભગવાનના સાધુ-શ્રાવક કે સેવક થવું હાય તા ભગવાને જે રીતે જીવવાનુ કહ્યુ તે રીતે જ જીવવુ જોઇએ. તે રીતે ન જીવે તે અનતકાળ રખડેવુ પડે તેમાં શાસનને દોષ નથી પણ જીવાત્માના દોષ છે.
[ ક્રમશઃ ]