________________
૪૩૬ :
શ્રી જેને શાસન [અઠવાડિક]
પુરૂષે શાંતિનાથ તથા પાર્શ્વનાથ પ્રભુના મંત્રથી ગતિ એવા “શ્રી શાંતિસ્તવન'ની રચના કરીને ઉપદ્રવને ખત્મ કર્યો હતે તેવા પ્રચંડ પવિત્ર શક્તિના સ્વામી શ્રીમાન માનદેવ સૂરી. મહારાજાના ચરણમાં કેટિ કેટિ વંદના..
(૧૭) આજે અત્યારે આટલી મોડી રાતે આ બારણું નહિ ઉઘડે જા. જ્યાં બારણું ઉઘાડું હોય ત્યાં ચાલ્યા જા.' માતાના શબ્દો સાંભળીને બંધ બારણેથી જ અધી રાતે પાછો ફરેલો તે જુગારી પુત્ર ખુલા દ્વારની શોધ કરતાં કરતાં ત્યાં જઈ ચડ, જે દ્વારને તેની પ્રતીક્ષા હતી. મુનિવરેના ઉપાશ્રયમાં પ્રવેશેલા જેણે આખરે દીક્ષા લીધી. • અને બૌદ્ધ મતથી ભરમાઈ જઈને બી પદ્ધમત તરફ ઢળી ગયેલા જેમને પૂ. હરિભદ્ર સ્ર, મ. ની લલિતવિરતારા નામના ગ્રંથરત્નમાંથી સત્યને પ્રકાશ મળતાં જૈન ધર્મમાં જ છેલ્લે સ્થિર થયા એવા શ્રી સિદ્ધર્ષિ ગણિવરના ચરણમાં લક્ષશ: વંદના.
(૧૮) વિરપાનાથના મંદિરમાં સૂતેલે માણસ મડદુ થઈને જ બહાર આવે છે. માટે હે ગુરૂદેવ આપ અહીં ન રહે. ગ્રામજનોએ આ રીતે નિષેધવા છતાં જે મહા પુરૂષ વિરૂપનાથને પ્રતિબંધ પમાડવા તે જ મંદિરમાં રહ્યા અને રાતભર વિરૂપનાથ વ્યંતરે કરેલા ઉપસર્ગો વેઠવા છતાં ડગ્યા નહિ ત્યારે હતાશ થયેલા વિરૂપના જેમનું થરણું સ્વીકારી પ્રતિબધ પામે એ દિવ્ય વિભૂતિ પૂ. આ. શ્રી વિરાચાર્યના ચરણમાં કેટિશ વંદના. (૧૯) તું કોણ? દેવ,
દેવ કેશુ? હું હું કેણુ? કૂતરે કૂતર કેશુ? તું તું કેણ? દેવ, દેવ કેણ? હું હું કેણુ? કૂતરે
કૂતરે કેશુ? તું, આ રીતે પ્રશ્ન કરનારા બૌધ સાધુને જેમણે ફટ-ફટ જવા આપીને ત્યાં જ નિરૂત્તર કરી નાંખ્યું હતું એવી પ્રચંડ મેઘા-શક્તિના સ્વામી શ્રી ઉત્તરાધ્યયન ટીકાના રચયિતા પૂ. આ. શ્રી વાદિવેતાલ શાંતિસુરીશ્વરજી મહારાજાનું જીવન-કવન મારી જે શું ગાવાને હતું ?
. (૨૦) જૈન શાસનને કેહીનૂર પાકશે તેમ જણીને સર્વદેવ બ્રાહ્મણને જમીનમાં દટાયેલું નિધાન બતાવવા સાટે પુત્ર અર્પણ કરવાની શરતે જેમણે બ્રાહ્મણને નિધાન