________________
વર્ષ-૯ અંક ૧૫ તા. ૩-૧૨-૯ :
૧ ૩૬૯
શંકા : “યસે શાંતિનાથ બાલ્યા પછી “શ્રેયસે પાર્શ્વનાથ” બેલી શકાય કે નહિ?
સમા : ના બેલાય. ત્યવંદન કરતી વખતે જે “સકલકુશલવલ્લી બોલાય છે તેમાં છે “શ્રયસે શાંતિનાથ બેલ્યા પછી “શ્રેયસે પાર્શ્વનાથ આવું વધારાનું પ બલવાનું નથી. તેનું કારણ એ છે કે-છંદ શાસ્ત્રમાં અનુષ્ટ્રપ” નામને જ આવે છે તે છંદના ચાર ચરણે (કડી) હેય છે. “શ્રેયસે શાંતિનાથ” બેલ્યા પછી “શ્રયસે પાર્શ્વનાથ બોલીએ તે એક કડી [ચરણ વધી જાય છે. અને તે વધારાનું બોલી શકાય નહિ.
કદાચ કોઈ એવી શંકા કરે કે-તે પછી “શ્રયસે શાંતિનાથના સ્થાને “શ્રયસે પાર્શ્વનાથ બેલે તે ચાલે કે નહિ? તે તેને જવાબ એમ જાણુ કે ચરણની દૃષ્ટિએ વાધ ન હોવા છતાં જે મહાપુરૂષે જે સ્તુતિમાં જે નામ વાપર્યું હોય તેમાં ફેરફાર કરીને, તેમાં વધારો કરીને તે રસ્તુતિ બેલવી આપણા અધિકાર બહારની વાત છે. આ જ રીતે “અંતરમી સુણ અલસર આ સ્તવનમાં ઘણું લેકે “આપ આપ ને મહારાજ અમને શિવસુખ આપો. આ લીટી બેલ્યા પછી “શિવસુખના સ્થાને “માક્ષસખ' પદ ઉમેરીને ફરી વાર આ જ કડી બેસે છે તે બરાબર નથી. ભાવધારાની વૃદ્ધિ થઈ હોય ત્યારે એની એજ કડી વારંવાર બેલે તે તે હજી કદાચ ચાલી શકે પરંતુ શબ્દો ફેરવીને કે તેવા જ અર્થવાળા બીજા શબ્દ ઉમેરીને બોલવું તે જરાય ઉચિત નથી. શ્રાવિકાઓએ વંદિતુ બોલે ત્યારે “નિર્ચે પરદાર ગમણે અહીં નિર્ચ પરપુરૂષ ગમણુ આ ફેરફાર કરીને ન બેલાય તેવું સેનuતમાં જણાવ્યું છે.
શંક : અક્ષતપૂજા કરતી વખતે તે અક્ષતને દેરાસરમાં સાફ કરાય?
'સમા : હકિકતમાં તે ઘરેથી જ દેરાસરે પૂજા માટે જે સામગ્રી લઈ જવાની હોય તે વછ-સાફ કરીને લઈ જવાની છે. એટલે અણપૂજા કરતી વખતે ચાખા અને તે દેરાસરમાં સાફ કરવા બેસવું તે ઉચિત નથી. હા. ઘરેથી પૂરેપૂરી કાળજીપૂર્વક અક્ષતને સાફ કરીને લઇ ગયા હોઈએ છતાં પણ કેઈ. કચરા કે જીવજંતુ તેમાં નીકળે છે તે દૂર કરવું પડે તે અલગ વાત છે. આવી રીતે જે કચરે નીકળે તે દેરાસરના કોઈપણ ભાગમાં નંખાય નહિ, તે ખાસ ધ્યાન રાખવું. વળી ઘણાં લેકે વરખથી અગી કર્યા પછી વરખના સફેદ કાગળે જયાં ત્યાં પડયા મૂકીને જાય છે તે પણ જરાય ઉચિત નથી. તે દરેક કાગળે ભેગા કરી લઈને દેરાસરના કંપાઉન્ડ સિવાયના સ્થળે પરઠવવા જોઈએ.
- ટુંકમાં દેરાસરમાં કચરે નાંખ, અક્ષતાદિ ચડાવ્યા પછી પાટલાને લાત વાગતા અક્ષતાદિ વેરાઈ જવાથી પગ નીચે કચડાય, પ્રક્ષાલ કર્યા પછી નાત્રજળની થાળીમાં પ્રક્ષાલજળ જ્યાં ત્યાં મૂકી દેવાથી પગ લાગતા તે ઢળાય આવું બધું થાય ત્યારે આશાતના ગણાય છે. આ દરેક આશાતનાઓથી દૂર રહેવું અત્યંત જરૂરી છે.