________________
8 શંકા અને સમાધાન
ક
જ શંકા : જે સ્થળે મૂળનાયક તરીકે જે ભગવાન હોય તેનું જ સ્તવન બોલવું જોઈએ તે નિયમ છે?
સમા છે તે કોઈ નિયમ નથી, મૂળનાયક ભગવાન શ્રી આદિનાથ પ્રભુ હોય ત્યાં તે જ ભગવાનનું સ્તવન બોલાય અને બીજી ભગવાનનું ન બેલાય તેવો કઈ નિયમ નથી. હતુતિ-સત્યવંદન આદિમાં પણ આ સમજી લેવું. મૂળનાયક ભગવાન જે હેય. તેને તવન બેલે તેમાં કોઈ વાંધો નથી પરંતુ તે જ ભગવાનનું રતવન બેલાય બીજનું નહિ આવું માનીને બોલાય તે સામે વાંધે છે. સાંજે આરતિ અને મંગળદી ઉતરે છે ત્યારે આરતિમાં “જય જય આરતિ આદિ જિર્ણાઆ રીતે જ બોલાય છેપછી ત્યાં મળનાયક તરીકે ભલેને શ્રી શંખેશ્વર પાશ્વનાથ હાય, શ્રી નેમિનાથ પ્રભુ હોય કે શ્રી શાંતિનાથ પ્રભુ હેય. ત્યાં જેમ નામમાં ફેરફાર કર્યા વગર બેલાય છે તેમ સ્તવનાદિમાં પણ સમજવું. સ્નાત્ર પૂબ વખતે પણ જે પંચતીથિ પધરાવવામાં આવે છે તેમાં મળનાયક તરીકે શ્રી શાંતિનાથ ભગવાન જ હોય છે છતાં “કુસુમાંજલિ મેલે આદિ જિર્ણા, શાંતિ જિદ, નેમિ જિર્ણ પાશ્વ જિહા, વીર જિહા, સાજિદા” આદિ અનેકના જુદા જુદા નામની કુસુમાંજલિ નામ સાથે બેવવા છતાં શ્રી શાંતિનાથ પ્રભુ ઉપર જ તેવી કલ્પના કરીને ઘરીએ છીએ. પણ માત્ર શ્રી શાંતિનાથ પ્રભુની જ નથી ચડાવતા તેમ તવનાદિમાં પણ નજર સન્મુખ જે પ્રભુ હોય તેમનું જ સતવન ગવાય તે કયાંય ઉલ્લેખ જોવા મળે નથી.
" અને આથી જ ઘણાં લોકે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન આવડતું હોય અને નજર સામે શ્રી શાંતિનાથ પ્રભુ હોય ત્યારે સ્તવનમાં ભગવાનનું, તેમના માતા-પિતાનું નગણે આદિનું નામ ફેરવી નાખીને સ્તવન બેલે છે તે જરાય ઉચિત નથી.
- ઘણાં એક દલીલ કરે છે કે-તે વીશે ભગવાનના અલગ અલગ તવને - બનાવવાની જરૂર જ ન હતી ને? મહાપુરુષોએ અલગ અલગ શું કામ બનાવ્યા? માટે જે મૂળનાયક હોય તેનું જ રતવન બાલવું જોઈએ. તેને જવાબ એ છે કે-વર્તમાન સમયે જે વીશ તીર્થંકર પરમાત્માને આપણું ઉપર ઉપકાર છે તે ઉપકારને યાદ કરવા અર્થે આ વીશે ભગવાનના સ્તવને મહાપુરુષોએ રચ્યા છે નહિ કે જે મૂળનાયક હોય તેની સામે તે જ ભગવાનનું શ્રાવક સ્તવન ગાઈ શકે માટે. નજર સામે જે ભગવાન છે તેનું સ્તવન કઈ ગાય કે ના ગાય તેને કશો વાંધો નથી. પણ તે વ્યક્તિ શું સમજીને ગાય છે. કે નથી ગાતી તે મહત્વનું છે.