________________
- વૃદ્ધપતિ ગયા દુઃખ દર્શન -
ભાઈઓ જેની ભારજા ભુડી રે, તેને પીડા અંતર ઉડી-એ રાગ. ' અરે ભારે દુખમાં ભારી રે, વદુ શું વેદના મારી, એ ટેક
પાપી પીતાએ ઘાયલ કીધી, જાલમ કરીને જરૂર, પિતા તણી પીડા ટાળવા કાજે, મેલી દયાને દૂર, અરે ભારે | મોટી આશાથી મુજને ઉછેરી, વર્ષ થયાં દશબાર; એટલે તાંતો તયાર બનીયા, શેાધવાને ભરથાર, અરે ભારે. ગ ગમારસો વર બુઢ, ત્રીજી વખત વરનાર, પાંસઠ વર્ષ હતાં તે પિયુને, તાતે ન કરી વિચાર, અરે ભારે. લક્ષમીના લેભે સગપણ કીધું, શેધી બુઢ ભરથાર, રણ શિકકાના લીધા રૂપિયા, તાતે હજાર બે-ચાર અરે ભારે , કૃર પિતાએ કૃપાને વિસારી, ભાંગી પિતાની ભૂખ પુત્રીના સુખની સામુ ન જોયુ, લજવી જનેતાની કૂખ, અરે ભારે. ૫, તાતે તવંગર બનવાને કાજે, આપી બુઢાને હું બાળ; વળતી વીવાને આદર કીધે, લગ્ન લીધા તતકાળ, અરે ભારે. ૬ પાપી પિતાએ લગ્ન લખાવ્યું, તેડાવ્યા જેથી ત્યાંa, જાન લેઈ પતી પુરમાં આવ્યા, સાંભળી કંપી કાય, અરે ભારે. ૭ ત્યાં તે આવી પતી માંડવે ઉભે, ઉટીયા સર જણાય; કંથરૂપી મને વાગી કટારી, પીડે ઘણી પિંડમાંહ્ય, અરે ભારે. ૮ શોક સમુદ્રમાં ડુબી પડી ત્યાં, પરણી એવા પતી સાથ, હું અબળાનું કાંઈ ન ચાલ્યું, તત, ધર્યો મેં હાથ, અરે ભારે. ૯ વળતે દીને જાન કીધી વીદાયે, મે મૈયરીયાને સાથ, રતી કકળતી સાસરે આવી, નજરે નિહાળે મેં નાથ, અરે ભાઈ ૧૦ ઝેર હળાહળ ઝાળ વ્યાપી મને, ઈ બુઢારૂપ બાણ અરરર એ પ્રભુ આ શું બનાવ્યું, દુઃખથી વાળ્યો ઘાણ, અરે ભારે. ૧૧