________________
શ્રી જૈન શાસન [અઠવાડિક]
પાટણમાં મહારાજા કુમારપાલ પૌષધશાલામાં સામાયિક કરવા જતા ત્યારે સાથે અઢારસે શ્રેઠિઓ જતા. રાજ ચંદ્રાવતંતક પણ સેંકડે શ્રાવકની સાથે સામાયિક કરવા જતા હતા. તે શું તમે ક્યા સે. સવાનેય સાથે લઈને સામાયિક કરવા જ ઉપાશ્રયમાં નહિ જાઓ ? તો શું તમે સામાયિક કરવું છેડી દેશો ? શ્રીમંત શ્રાવક જિન શાસનની શાન બદ્ધાવવા માટે ખર્ચ કરે તો એ ગ્ય છે. પરંતુ જે શ્રીમંત નથી એણે દેખાદેખી એવું ખચ, દેવું કરીને કરવું એ યોગ્ય નથી. " . મને ખબર છે કે આને લીધે ઘણા માણસે, ભાવના હોવા છતાં પણ મે ટી તપશ્ચર્યા કરી શકતા નથી, કારણ કે રૂપિયા ઘણા ખર્ચવા પડે છે. ખર્ચ નથી કરતે તે સમાજમાં નિંદા થાય છે. લેકે એના પ્રત્યે હીન ભાવનાથી જુએ છે. આ બધું જ બેટું છે, અનુચિત છે. આ બધી વાતે તપશ્ચર્યામાં અંતરાય કરનારી છે, તમારે તમારી અર્થિક શક્તિ અનુસાર જ ખર્ચ કરવું જોઇએ, જેટલો ઉલલાસ હય, એટલું જ ખચ કરવું જોઈએ, તમારામાં એટલી તે નૈતિક હિંમત હોવી જોઇએ, “અમે તપશ્ચર્યાના ઉપલથથમાં વરડો નહિ કાઢીએ પ્રભાવના નહિ દઈએ, જમણવાર નહિ કરીએ તે લોકે શું કહેશે ?' એ ભય મનમાં રાખો જ ન જોઇએ. નિર્ભય થઇ, નિશ્ચિત થઈ, એકમાત્ર આત્માથભિવે લહયમાં રાખીને તપશ્ચર્યા કરે
હવે ટુંકમાં ચાતુર્માસકાળની નવ પ્રકારની આરાધના વિશે કંઈક માર્ગદર્શન આપી મારું પ્રવચન પૂર્ણ કરીશ ! સામાયિક –
સામાયિક કરવાનું હોય છે સમતાભાવમાં સ્થિર થવા માટે, રાગદ્વેષથી અડતાલીસ મિનિટ મુક્ત રહેવાનું છે. સામાયિક કરવાવાળાએ બત્રીસ થી બચવાનું છે. મનના દશ, વચનના દશ અને કાથાના બાર દેને જાણી લઈ એ દેથી બચીને સામાયિક કરવાનું છે. ઉપાશ્રયમાં, ઘરમાં કે સાધુ મુનિરાજની પાસે જઈને તમે સામાયિક કરી શકે છે. ઘરમાં એકાંત જગાએ સામાયિક કરવું જોઈએ.. પ્રતિક્રમણ –
આત્માને પાપથી બચાવવાની ભાવનાથી સારસમજ બંને સમય પ્રતિક્રમણ કરવું જોઈએ. ચોગ્ય સમયે અને વિધિપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરવાની હોય છે. સાથે પુરુષને સંગ હોય તે મારી પાસે કરવું, નહિ તે જાતે કરવું. પ્રતિકમણનાં સૂના અર્થનું જ્ઞાન અવશય મેળવી લેવું જોઈએ. એના જ્ઞાન વિના પ્રતિક્રમણમાં મન સ્થિર નહિ રહે. # તે વિચારમાં ખોવાઈ જશે કે પછી ઊંઘ આવી જશે !