________________
નક માસી કર્તવ્ય-કંઈક
–પૂ. આ. શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. - - - - - - - - -- - -
સભામાંથી-પર્યુષણ પર્વમાં અઠાઈ વગેરે તપશ્ચર્યા કરે છે ત્યારે સનેહી સ્વજનોને : નિમંત્રણ પણ મોકલાય છે અને સંબંધને લીધે ચાલુ પર્યુષણ પર્વમાં પ્રવાસ કરી જવું પડે છે. કેટલાક માણસે તે આને લીધે સંવત્સરી પ્રતિક્રમણ પણ નથી કરી શકતા. તે આ પ્રથા શાસ્ત્રીય છે શરી? ઉચિત છે ખરી ?
મહારાજશ્રી–સાવ ગલત પ્રથા છે. પર્યુષણ પર્વ જેવા મહાન પર્વના દિવસમાં પ્રવાસ કરવે એ મહાપર્વની વિરાધના છે. બીજી વાત તપશ્ચર્યાની સાથે આવી પ્રથાઓને જેડવી એ પણ ગલત છે. આવું કરીને તમે લોકોએ તપશ્ચર્યાને ખૂબ મોંઘી બનાવી દીધી છે. “તપશ્ચર્યામાં મારે મારા આત્માને વળગેલાં કર્મોને નિજ૨ કરવાનાં છે. આત્મભાવ નિમલ કરવાનો છે, આહાર સંજ્ઞા પર વિજય મેળવવાને છે, એ વાત યાદ રહે છે ખરી ?
તપશ્ચર્યાના નિમિતે પણ ચાતુર્માસમાં પ્રવાસ કરી યોગ્ય નથી. એટલે તપશ્ચર્યાને નિમિતે કોઈને બોલાવવા ન જોઈએ અને કેઇએ પ્રવાસ કરીને જવું ન જોઈએ. માત્ર અનુદના રૂપે સમાચાર મોકલી શકાય.
જિનાજ્ઞાથી વિપરીત પ્રથાઓને મિટાવી દેવી જોઈએ. ચાતુર્માસમાં પ્રવાસ નહિ . કરવો, એ જિનાજ્ઞા છે. એ આજ્ઞાનું પાલન કરવા માટે તે મહારાજા કુમારપાલે પાટણની બહાર પગ નહિ મૂકવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સભામાંથી–અઠાઈ વગેરે મોટી તપશ્ચર્યા કરવાવાળાએ પાંચ-દશ હજાર રૂ. નું ખર્ચ તે કરવું જ પડે છે. પૂબ પઢાવવી, વરઘડે કાઢ, પ્રભાવના દેવી, નેહી સ્વ. જનેને પ્રીતિભેજન આપવું વગેરે શું આ બધું કરવું એવી જિનાજ્ઞા છે ?
' મહારાજશ્રી-શ્રીમંત પૈસાદાર શ્રાવકોએ આ બધું કરવું જોઈએ. કરવું જ જોઈએ એવી જિનાજ્ઞા નથી. કરવાથી જિનશાસનની પ્રશંસા જરૂર થાય છે. પરંતુ હું તપશ્ચર્યા કરીશ અથવા મારા ઘરમાંથી કોઈ મોટી તપશ્ચર્યા કરશે તે માટે પાંચ-સાત હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે એટલા માટે હું મેટી તપશ્ચર્યા નહિ કરું અને મારા ઘરમાંથી કેઈને કરવા નહિ દઉં. એ વિચાર કરો ગલત છે. તપશ્ચર્યાની સાથે રૂપિ. યાને સંબંધ જોડાય જ નહિ. ભાવના હોય અને શક્તિ હોય તે જ ખર્ચ કરવાનું છે.
શ્રીમંતેનું અનુકરણ મધ્યમ કક્ષાના અને ગરીબ માણસેએ કરવાનું નથી.