________________
- બોધદાયક લઘુકથા =વચન ઉપરથી વ્યક્તિની પરખ =
- પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. માનવીની માનવતાને ખીલવવા અને વિકસિત કરવા નીતિશાસ્ત્ર પણ પોતાનો ફાળો આપ્યો છે. એવી એવી માર્મિક-ચોટદાર બોધદાયક હૃદયસ્પર્શીવાતો કરી છે. જેથી ચેતનવંતની ચેતના જાગૃત થઈ જાય. સંસ્કૃતમાં એક સુંદર સુભાષિત આવે છે, જેનો ભાવ એવો છે કે - “ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા માણસોના કપાલમાં કાંઈ તિલક નથી હોતું અને અધમકુળમાં ઉત્પન્ન થયેલા માણસોના માથા ઉપર કાંઈ શિંગડા નથી હોતા પણ જયારે જયારે જેવું બોલે છે તેના ઉપરથી ખ્યાલ આવી જાય છે કે, આ ઉત્તમકુલમાં ઉત્પન્ન થયેલ છે અને આ અધમકુળમાં ઉત્પન્ન થયેલો છે. ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલાની મોટેભાગે શિષ્ટ-સંસ્કારી-સભ્ય-વિનયપૂર્વકની વાણી હોય છે. જયારે અધમકુલમાં ઉત્પન્ન થયેલાની ભાષા તેનાથી વિપરીત એટલે કે અશિષ્ટ-અસંસ્કારી-અસભ્ય અવિનયાદિથી સહિત ભાષા-બોલી હોય છે.
ઉપકારી મહાપુરુષોએ બહુ જ સુંદર દૃષ્ટાન્તથી આ વાતને સમજાવી છે.
એકવાર એક રાજા પોતાના પરિવાર સાથે વનવિહાર માટે જઈ રહ્યો છે. ઘણે દૂર ગય પછી રાજાને અત્યંત તરસ લાગી અને તેમનું ગળું સુકાવા લાગ્યું. પાણીનું કોઈ સ્થાન નજરે ચઢતું ન હતું. થોડે દૂર એક ઝૂંપડી દેખાઈ. તેમાં એક આંધળો માણસ રહેતો હતો અને પાણીનું માટલું પણ દેખાયું.
રાજાએ પોતાના સિપાઈને પાણી લેવા માટે મોકલ્યો. તો સિપાઈએ ત્યાં જઈ રોફથી પેલા આંધળા માણસને કહ્યું કે - “હે અંધા! એક લોટો પાણી આપ.”
આંધળો પણ અક્કડ હતો એટલે કહે કે - “જા જા સિપાઈના બચ્ચા ! તાર જેવાથી હું ડરતો નથી. તને પાણી નહિ આપું.” સિપાઈ નિરાશ થઈ પાછો આવ્યો.
તે પછી રાજાએ સેનાપતિને ત્યાં મોકલ્યો. તો સેનાપતિએ ત્યાં જઈ કહ્યું કે - “હે અબ્ધ ! પૈસા મલશે. પાણી આપ.”
આંધળો તો ય અક્કડ રહ્યો અને કહે કે, પહેલાવાળાનો આ સરદાર લાગે છે અને લાલચર્થ. મને દબાવવા માગે છે. માટે તેને કહે કે - જા જા પાણી નહિ મળે. - સેનાપતિને પણ ખાલી હાથે આવેલો જોઈ ખુદ રાજા ત્યાં ગયા અને તેની નજીક પહોંચી તે વૃદ્ધ સુરદાસને વિનયથી નમસ્કાર કરી કહે કે - “સુરદાસજી ! તરસથી ગળું સૂકાઈ રહ્યું છે. કૃપા કરી એક લોટો પાણી આપશો તો તમારી ઘણી મહેરબાની.”
ત્યારે તે વૃદ્ધ આંધળા માણસે રાજા સત્કાર કરી પોતાની પાસે બેસાડી કહ્યું કે - આપ જેવા શ્રેષ્ઠ લોકોનો રાજા જેવો આદર છે. પાણી શું મારું આ શરીર પણ આપના સ્વાગતમાં તૈયાર છે. બીજી પણ કાંઈ સેવા હોય તો જણાવો.”
- રાજાએ ઠંડાપાણીથી તરસ છિપાવી. ફરીથી વિનયપૂર્વક પૂછયું કે તમને દેખાતું તો નથી તો પછી માંગવા આવનાર સિપાઈ, સેનાપિત અને રાજા છે તે કઈ રીતના જાણી ગયા.
ત્યારે તે વૃદ્ધ સુરદાસે અનુભવવાણી ઉચ્ચારતાં કહ્યું કે- વાણીથી દરેક વ્યક્તિના પદ-હોદાનો ખ્યાલ આવી જાય છે.
આના ઉપરથી આપણે એટલો જ બોધ લેવો છે કે હંમેશા વિનમ્ર ભરી વાણી જ બોલવી જોઈએ અને ઉત્તમ પુરુષોની કક્ષામાં આપણો નંબર લગાવવો જોઈએ.
૨૦૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))