________________
તમે મુકાઓ છો ત્યારે, શબ્દછળ, વાક્યછળ કે વિતંડાવાદના રસ્તે ઉતરી જવાનું તમને ગુરુ પરંપરામાં મળ્યું છે. “શિશુક્રીડા' કરવામાં હવે તમને પરિશ્રમ પડી રહ્યો હોય તો આવો “અહિતકર પરિશ્રમ' લેશો નહિ. ખરેખર તો આ ઉંમરે તમને શિશુક્રીડા' કરવી શોભતી નથી. શાસ્ત્રીયસત્યોની શરણાગતિ સ્વીકારશો, તો ઉસૂત્રભાષણના મહાપાપથી બચી જશો. તમે જેયાં અને ત્યાં, જેને અને તેને ઉસૂત્રભાષણના પાપનું પ્રાયશ્ચિત કરવાની સલાહ દીધે રાખો છો. પરંતુ શુદ્ધિપ્રકાશના ઘોર અંધકાર' માં મેં તમારા ઉત્સુત્રો જાહેર કર્યા છતાં તમે તેનું “
મિચ્છા મિ દુક્કડ' દેવા જેટલી ભવભીરૂતા પણ દર્શાવી નથી. બીજાઓને કભી ‘આપ્તસલાહો’ | આપ્યા કરવાથી તમારા ઉસૂત્રભાષણના પાપો ધોવાઈ નહિ જાય. વિતંડાવાદનો જવાબ મારે આપવાનો હોય નહિ. એ વાત પૂર્વની પુસ્તિકામાં જણાવી જ છે. તેની પુનરુક્તિ અહીં કરવાની જરૂર નથી. ફક્ત તમારામાં કેટલો “વિજયદ્વેષ ભર્યો છે, તમે કેટલા શાસ્ત્રીય સત્યોની ભાંગફોડની કુછંદે ચઢયા દો, તમારામાં કેટલી અગીતાર્થતા છે અને કેવો ઉસૂત્રપ્રેમ છે – તેનું તમોને અને જગતને દિગ્ગદર્શન કરાવવા આટલું લખ્યું છે. બાકી તો તમારી મૂર્ખતા, અનાડીપણું, છળ-પ્રપંચ અને શાસ્ત્રોનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાની આત્મઘાતકવૃત્તિ તો “સર્ચલાઈટ' ના પાને પાને એમને એમ પડી છે. એ બધું તમને મળે છે. તમે તમારી જાતને અસાધ્યરોગી' તરીકે પૂરવાર કરી છે તેથી હવે કશું કહેવાપણું રહેતું નથી....
( પાપનો પસ્તાવો.
(સખી કારતક મહીનાના કાનજી - એ રાગ) બેની વાત કહુ તે સાંભળો, પુરા પુણ્ય મળ્યોતો જોગ, સાંભળ સાહેલી. ૧ મુનિરાજ ભવિજન બોધતા, મને લાગ્યો નહી ઉપદેશ, સાંભળ સાહેલી. ૨ કરી પાપ આયુષ્ય ઓછુ કર્યુ, શુભ ધર્મ ન જાણ્યો લેશ, સાંભળ સાહેલી. ૩ ભલે ભણ્યા પગ ગમ્ય નહીં, કર્યા કૃત્યો અભણનાં મેહ, સાંભળ સાહેલી. ૪ વાતચિતે ગાંઠે જૂઠ બાંધીયુ, સત વાતનો સંગ ન કીધ, સાંભળ સાહેલી. ૫ પાકો પાષાણ તો પલળે નહી, તેમ મુજ મન પત્થર હોય, સાંભળ સાહેલી. ૬ શુદ્ધ શિયળ ન પાળ્યું મન થકી, નવ લીધાં વૃત પચખાણ, સાંભળ સાહેલી. ૭ તિથિ પાખની ના ઓળખી, ત્યાગ કીધો ન ભક્ષ અભક્ષ, સાંભળ સાહેલી. ૮ પાપ કરતી પડી આ ક્ષેત્રમાં, થશે પરભવ કેવો નીવાસ, સાંભળ સાહેલી. ૯ સૂણી વાખ્યાનને મન પીગળ્યું, મૂજદય ઘણુ પસ્તાય, સાંભળ સાહેલી. ૧૦ પામી ધર્મમણી શુભ પુણ્યથી, પણ ધાર્યો ન ઉરમાં લેશ, સાંભળ સાહેલી. ૧૧ એવી અરજ કરે જૈન શ્રાવિકા, દોષની માગે ક્ષમાય, સાંભળ સાહેલી. ૧૨
૧૯૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))