________________
(ચોમાસામાં યાત્રાની પરંપરા નથી' એમ ઢીલું ઢીલું કહ્યું. શાસ્ત્રપાઠની વાત એકાદ આચાર્ય સિવાય કોઈ બોલ્યુ નથી. એક તમે શાસ્ત્રપાઠો (ભલે ખોટી રીતે પણ) રજુ કરો છો. છતાં એકપણ આચાર્ય તમને યાદ કરતા નથી. વિચારી જોજો.
ચોમાસામાં થતી શ્રી સિદ્ધગિરીજીની યાત્રાને તમે “હિંસકયાત્રા' કહો છો – તમારી આ વાત, સ્થાનકવાસીઓ જે જિનપૂજાને ‘હિંસકપૂજા' કહે છે તેના જેવી જ છે કે જુદી? શ્રી સિદ્ધગિરિજીમાં તમારા જ પક્ષવાળા બહાર ગામથી આરાધકોને ચાલુ ચોમાસે બોલાવીને તમારા મતના ‘હિંસક ઉપધાન” તમારી નજર સામે કરાવે છે, ત્યાં તમે કેમ ચૂપ છો? કે પછી તમારા પક્ષવાળા હોવાથી એવા હિંસક ઉપધાન મૂંગા મૂંગા જોતા રહેવાનું તમને બહુ ગમે છે? શ્રી શંખેશ્વરજીમાં, શ્રી સિદ્ધગિરિજી જેટલા જ, કદાચ એથી પણ વધારે યાત્રાળુઓ ચોમાસામાં આવે છે. તમારા મતની શંખેશ્વરજીની આ હિંસક્યાત્રા માટે તમે કેટલાં ચોપાનીયાં બહાર પાડયા? કે પછી પાલીતાણામાં બેઠા છો તેથી શ્રી સિદ્ધગિરિજીનું ખોદવાનું વધુ ફાવે છે? શ્રી સિદ્ધાચલની જ ચાતુર્માસ યાત્રા ઉપર આટલો દ્વેષ શા માટે છે?
ચોમાસામાં શ્રીસિદ્ધગિરિની યાત્રા થાય જ નહિ, તે યાત્રા ‘હિંસકયાત્રા' કહેવાય” આવું શાસ્ત્રકારોના નામે ગડું માર ાર નરેન્દ્રસાગરજી, “નવરાત્રી-નોરતા' ના નામે વધુ ગમ્યું હાકે છે. “ચક્રેશ્વરીદેવીના હોમ આસો મહિનામાં જ કરાવવા જોઈએ” એવું કયા જૈનશાસ્ત્રોના આધારે તેઓ કહે છે? પરાપૂર્વથી ચાલ્યા આવેલા તેમના આ હોમ-હવન તેમની ‘હિંસક યાત્રા” ના સમયમાં જ શા માટે હોય છે? સમ્યગૃષ્ટિ દેવતાનો એવો આગ્રહ છે. એમ તો તમારે કહેવું નથી ને, નરેન્દ્રસાગરજી? આ ચક્રેશ્વરી દેવીના હોમ-હવન પરાપૂર્વથી તમારા મતે ચાલ્યા આવે છે. તે ક્યાં શાસ્ત્રના આધારે ચાલે છે તે જાહેર કરો, પછી આ અંગેનો તમારા અજ્ઞાનનો ઘોર અંધકાર કેટલો ગાઢ છે, તે તમને બતાવું.
શ્રી સિદ્ધગિરિજીની યાત્રા તીર્થના મહિમાના કારણે શરૂ થયેલી છે. કોઈના પાપીપ્રચારના કારણે એ ચોમાસામાં બંધ થઈ જવાની નથી. કોઈના કહેવાથી ચોમાસામાં શરૂ થઈ છે કે વધી છે એવું પણ નથી. આણંદજી કલ્યાણજી પેઢીને જો ચોમાસામાં યાત્રા બંધ કરાવવામાં રસ હોય તો પોતાના હસ્તકના બધા તીર્થોમાં યાત્રાબ” ના પાટિયા જ્યારના લગાવી દીધા હોત. એકલા સિદ્ધગિરિજીમાં જ બોર્ડ લગાવવાનું પેઢીને કોઈ પ્રયોજન ન હોય તે લોકો સમજી શકતા નથી? તમારો ફુટેલો ઢોલ તમે ક્યાં સુધી વગાડ-વગાડ કરશો?
, “ધ્યાન શતક” નો પાઠ આપીને “કેવલી ભગવંતોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી ધ્યાનાંતરિકા હોય છે.” એમ સિદ્ધ કરવા છતાં “શત્રુંજય માહાસ્ય” ના “ધ્યાનાત’ શબ્દને સમજવાની આડાઈ કેમ કરો છો? ખરેખર તમે આડા છો કે અજ્ઞાની છો? દેશના આપવાથી કેવલી ભગવંતોની ધ્યાનાંતરિકા તૂટી જાય છે. એવું તમને કયા અગીતાર્થે સમજાવ્યું છે? | ગુજરાતી ‘આસો વદિ અને કારતક સુદિ રૂપ શાસ્ત્રીય કારતક માસમાં ગુજરાતી “કારતક વદિ એકમ થી અમાસ સુધી” ના દિવસોની ભેળસેળ કરવાની ખલનાયકની ભૂમિકા મારે નહિ, તમારે જ ભજવવી પડી છે. કારણ કે શરદઋતુ, ચોમાસામાં રહે તેથી તમારી માન્યતા તૂટી પડે છે, નરેન્દ્રસાગરજી!
આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજી! તમે તમારી “સર્ચલાઈટ’ ચોપડીમાં તમારી કુલ રીતિને છાજે તેવી શબ્દછળ, વાક્યછળ અને વિતંડાવાદની નીતિ અપનાવી છે તે માટે વધુ કહેવાનું હોય નહિ. કારણ કે સત્યવાતનું ખંડન કરવાના તમારા કુળધર્મનું પાલન કરતાં, શાસ્ત્રીયવાતનો સ્વીકાર કરવો જ પડે તેવી સ્થિતિમાં જયારે
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૯૫)