SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ હાય ! આણે તો દેવ અને ગુરુ-બે ય-ની હકાલપટ્ટી કરી ! - પં. ચંદ્રશેખરવિજયજી છેલ્લા ડાયકામાં જૈનોમાં ધનની વિશેષ અનુકૂળતા થવાથી તેઓ ભોગમાર્ગે એકદમ બેફામ બન્યા છે. કદાચ બુઢાં માબાપો બચી ગયાં હશે, પરંતુ દીકરાઓની આપકમાઈથી ઝટપટ પ્રાપ્ત થયેલી સંપત્તિએ યુવાનો અને યુવતીઓના શીલ, સદાચાર અને ન્યાયનીતિનો તો ખાતમો બોલાવી દીધો છે. નદીનું પાણી સારું. સેંકડો ગામોની તરસ છીપાવે. પણ તે પાણી ઘોડાપૂર બને તો ? એ જ ગામોને ડુબાડી દે. પાણી જેવુ ધન છે, તે માફકસરનું જ સારું. નીતિની બ્રેકથી તે પૂર બનતું ન હતું. હવે નીતિ આઉટ ઓફ ડેઈટ જાહેર થતાં ઘનના ઘોડાપૂર ઊમટયાં. સૌ પ્રથમ તો તેણે પોતાના જ ઘરને ડૂબાડી દીધું. પણ એ બધું તળીએથી ઉઠાવીને પાછું બહાર લાવી શકાત, જો પરમાત્મામાં શ્રદ્ધા રહી હોત તો અને જો ગુરુ વર્ગમાં સાધના રહી હોત તો. પણ ભં ગરસી જીવોની વાસનાઓ બહેકી જવાથી તેમને આજે જ : હમાણાં જ : એ સુખો ભરપૂર પ્રમાણમાં જોઈતાં હતાં. જૈનોને ખબર પડી કે ‘ભગવાન તો વીતરાગ છે, એમની ગમે તેટલી ભક્તિ કરો તો ય તે કદી રીઝવાના નથી : તમારું માંગ્યું દેવાના નથી,'' એટલે એ બધા ભોગરસી જૈનોએ પદ્માવતી, ઘંટાકર્ણ, ભૈરવ વગેરે દેવ-દેવીઓની ધડાકાબંધ પ્રતિષ્ઠાઓ જિનમંદિરોમાં ચાલુ કરી છે. તેમના સ્વતંત્ર મંદિરો પણ રાતોરાત ઊભાં થવા લાગ્યાં છે. હાય ! ભગવાન, મંદિરમાં હોવા છતાં તેમની જા ! હકાલપટ્ટી થઈ છે ! બીજી બાજુ ત્યાગી મુનિઓને પણ આ ભોગરસી લોકોએ ઝપટમાં લઇ લીધા છે. એમને ‘મોક્ષ’, ‘મોક્ષ’ બોલતા બંધ કરી દઈને, પોત ના અર્થ અને કામોના સાધક અને જપક બનાવી દીધા છે. જે મુનિઓ આ ઝપટમાં આવી ગયા છે તેમણે અર્થકામની હાટડી ખોલી નાખી છે. મોક્ષનો હીરા-મોતીનો વેપાર બંધ કરીને અર્થકામપૂર્તિની પાંઉભાજીની હાટડીઓ ખોલી છે, વાસક્ષેપ, રક્ષાટલી, યંત્રો, મંત્રો, ગ્રહપીડાનિવારક તંત્રો વગેરેતી દુકાન ચીકાર ભરેલી છે. વેપાર ઉત્તરોત્તર વધતો જવાથી મુનિઓએ ‘મુત્વિ' ને અભરાઈએ ચડાવી દીધું છે. ‘સાચા મુનિઓ’ હાંસીપાત્ર બનવા લાગ્યા છે. પવન પ્રમાણે પગ નહિ ઉપાડતા હોવાથી તેમને ઘણી વાતોની અગવડતા પડવા લાગી છે ! મંદિરમાં વીતરાગ જડતા નથી; ઉપાશ્રયોમાં લગભગ કયાંય (સાચા મુનિઓ) જડતા નથી. બેયના હકાલપટ્ટી થઈ છે. હાય ! સંસારી; તારો ભોગરસ! તેણે તારું, તારા કુટુંબનું તો નિકંદન કાઢયું પણ ધર્મક્ષેત્રનું ય નિકંદન કાઢી નાંખ્યું! ઓ, માણસ ! તું માણસ થા; મુનિ થા; મોર્છા જા. (મુક્તિદૂત - ૧૦/૧૯૯૬) શિવગંજમાં ૫. પૂ. ગણિવર્યશ્રી દર્શનરત્નવિજયજી મ. પૂ. ભાવેશરત્ન વિ. મ., પૂ. પ્રશમરત્નવિજયજી મ. ની નિશ્રામાં ભવ્ય ઉપધાન તપ પ્રથમમુહૂર્ત બીજું મુહૂર્ત આસો સુદ ૧ રવિવાર આસો સુદ ૧૪ શુક્રવાર ત. ૨૫-૧૦-૯૬ તા. ૨૭-૧૦-૯૬ પ. પૂ. મેવાડદેશોદ્ધારક આ. શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. કે શિષ્યરત્ન પ. પૂ. તપસ્વી ઉપાધ્યાય શ્રી કમલરત્ન મ કે શિષ્યરત્ન પ. પૂ. ગણિવર્ય શ્રી દર્શનરત્નવિજયજી મ. આદિ કી શુભ નિશ્રામાં આસો સુદ ૧૪ શુક્રવાર તા. ૨૫-૧૮-૯૬ થી ઉપધાન શરૂ થશે. તેની પત્રિકા બહાર પડી છે. નિમંત્રક : ઓસવાલ જૈન સંઘ, શિવગંજ (રાજસ્થાન) સ્ટે. જવાઈબંધ (વે. રેલ્વે) પિન - ૩૦૦૦૨૦ જિ. સિરોહી વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૯૦
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy