________________
(સ્પષ્ટાક્ષરવાળો શાસ્ત્રપાઠ તમે જ આ બધી પારાયણ છોડીને આપો તો શું વાંધો આવે છે " વિચારશો. (અહીં સ્પષ્ટાક્ષરવાળો શાસ્ત્રપાઠ માંગનારા નરેન્દ્રસાગરજી, સૂતકની ચર્ચામાં “શું વર્ણાવલિમાંના ચૌદમાં અક્ષર જેવા તમો બધા છો કે - જેથી સ્પષ્ટ શબ્દોની માંગણી કરો છો ?” આમ લખતા પણ ડારમાતા નથી. વર્ણાવલિમાંના ચૌદમા અક્ષર જેવા પોતે છે - એવું કબુલ કરવાની આ નરેન્દ્રસાગરજીની લાક્ષણિક પદ્ધતિ છે!)
સો વર્ષ જુની ગળાથી ખંડિત થયેલ પ્રતિમાજીમાંથી દેવત્વ ખેંચી લઈ દરિયામાં પધારાવવા ઠીક લાગે છે.” (અહીં ‘જ કાર વાપર્યો નથી, તેની નોંધ લો.) આવું સર્વસામાન્ય સમાધાન પૂ. પ્રશ્નોત્તરકારશ્રીએ આપ્યું હતું. સાતિશય વિશિષ્ટ પ્રતિમાજીની આમાં કોઈ વાત જ નથી. તેવી પ્રતિમાજીને રાાંધો મેળવીને પૂજવામાં આ સમાધાન બાધક પણ બનતુ નથી.” સામાન્ય નિયમ વિશેષને બાધક બનતો નથી.” આટલી સાદી સમજ પણ નહિ ધરાવતા નરેન્દ્રસાગરસૂરિજીનું અજ્ઞાન તેમના બાપ-દાદાઓની આવરૂ ઘટાડે છે. છતાં આની જરા પણ ચિંતા કર્યા વિના નરેન્દ્રસાગરસૂરિજી પોતાના અજ્ઞાનનું પ્રદર્શન હોશે હોશે કરી રહ્યા છે.
શાસ્ત્રીય પંક્તિઓ ઉકેલવાની સાથે તેના હાર્દ-તાત્પર્ય સુધી પહોંચવાની શક્તિ પોતાનામાં આવી ગઈ છે. એવા મિથ્યાભિમાનના ભારવાહક નરેન્દ્રસાગરસૂરિજી, શ્રીતીર્થકર ભગવંતોના વાળની અવસ્થિતિ સમજાવતા રીતસર ગબડી પડેલા. શ્રી તીર્થકર ભગવંતોને દીક્ષા લીધા પછી (કેવળજ્ઞાન પછી' એવો મતાંતર અહીં યાદ રાખવો જોઈએ.) વાળની અવસ્થિતિ ‘વજપ્રયોગ, દિવ્યાતિશય થી થાય છે. - એમ શાસ્ત્રકારો કહે છે. શ્રી વીતરાગસ્તોત્રની વૃત્તિ-ટીકા તો સ્પષ્ટપણે ‘નવર્ધતે' એમ લખીને વાળની વૃદ્ધિનો નિવેધ સ્પષ્ટરૂપે કરે છે. છતાં આ શાસ્ત્રીયવાત કરતા પણ પોતાના મિથ્યાભિમાનને જ ઉંચુ રાખવાનું નક્કી કરીને બેઠેલા આ વિતંડાવાદી આચાર્યશ્રીએ પોતાના “શુદ્ધિપ્રકાશ' ના ૩૪મા પાને “વાળની વૃદ્ધિ થયા પછી એવું જુઠ્ઠાણું પકડી રાખ્યું હતું. તેમના આ જુઠ્ઠાણાને મેં પડકાર્યું એટલે હવે તેઓ કાલા થઈને લખે છે કે “સ્પષ્ટ જ લખેલ છે તે શું વાંચ્યું નથી ? અથવા ભુલાઈ જવા પામ્યું છે?” નરેન્દ્રસાગરસૂરિજી, આમ લાળા ચાવવાથી સત્યનો સ્વીકાર ન થાય, તમે બૂરી હાલતમાં પછડાયા છો તે બધા જાણે છે. હવે ધૂળ ખંખેરીને પાળ માર્ગે ચઢી જવામાં આમ શરમાવાની જરૂર નથી.
પ્રવાહથી અનાદિ-અનંત એવા આ સંસારમાંથી કોઈ આત્મા પોતાનો સંસાર પરિમિત કરે ત્યારે સામાન્ય રીતે તે આત્માએ અનંતસંસાર કાપ્યો એમ કહેવાય. મેઘકુમારના પૂર્વભવની વાત માં આ વસ્તુ સહજરૂપે સમજાવી જોઈએ. એના બદલે આ વાતને ઉસૂત્રપ્રરૂપણા માનનારા નરેન્દ્રસાગરજીને સસૂત્રનું ભાન નથી. પરિમિતસંસાર; સંખ્યાત, અસંખ્યાત કે અનંતઃ એમ ત્રણેમાંથી થઈ શકે છે. તો શું જોઈને નરેન્દ્રસાગરજીએ “મેઘકુમારે પૂર્વભવમાં અનંતસંસાર કાપ્યો નથી.” એમ લખી નાંખ્યુ? સંખ્યાત કે અસંખ્યાત સંસારમાંથી જ મેઘકુમારે પરિમિત સંસાર કર્યાનો શાસ્ત્રપાઠ તેમની પાસે છે? હોય તો રજુ કરતા અચકાય છે કેમ? પોતાનું જ વચન ઉંચું રાખવાનો દુરાગ્રહ કેમ રાખે છે?
- ભગવાન શ્રી મહાવીરસ્વામીના ઉપસર્ગ નિવારણના પ્રશ્નોત્તરમાં મહિમા વધારવા આવેલા દેવતાઓની ભેળસેળ કરવાનો પ્રપંચ અને ખંડન કરવાની ખલતા મંખુલ્લી પાડી દીધી. તેથી નરેન્દ્રસાગરસૂરિજી ખુબ જ ગુસ્સે થઈ ગયા છે. તેઓ લખે છે કે “વૈયાકરણ કે છરી ! “સરિદાયામગામિની' નો અર્થ પૂછનાર મુનિશ્રી! ‘મોટે ભાગે' એ શબ્દનો ‘આવા બનાવો સિવાય એવો અર્થ કઈ કોશકોદાળીના આધારે કર્યો છે. તે બતાવશો ખરા કે?”
૧૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))