________________
લખાણથી જ ધારો સૂચવાયો છે! સ્વર્ગસ્થ મહાપુરુષ સુધારા સૂચવે તેવા અચિત્ય ચમત્કારની કલ્પના તો નરેન્દ્રસાગરજે) જ કરી શકે. અમને તો પરમગુરુદેવશ્રીજીના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીનો કોઈ સંપર્ક જ નહિ હોવાથી, તે શ્રીની વિદ્યમાનતામાં (“શુદ્ધિપ્રકાશ” ના પ્રકાશનપૂર્વે) જ તે પૂજયશ્રીએ સૂચવેલા સુધારાના લખાણથી સંતોષ માનીએ છીએ ! ગાડા નીચે ચાલનારાને, પોતે જ ગાડું ખેંચતા હોવાનો ફાંકો હોય છે. આપણા આ અભણ આચાર્યપણ, બધાને સુધારી નાંખ્યાનો ફાંકો રાખીને ભલે ફરતા! (૨૦% અશાસ્ત્રીય પ્રણાલિકા ઉપ ર જે મહોરછાપ મારી હતી તે ભૂંસી નાખવા માટે જ મારે સાધ્વીઓ અને ઉપધાનવાળી બ્દનોની વાત રજુ કરી સંવત્સરી પ્રતિક્રમણ કરવાની વાત જણાવવી પડી” આમ લખનાર આ આચાર્યશ્રીને બૃહત્ક્રાંતિ અ દિની ચર્ચાઓમાં મારા ઉઠાવેલા સવાલો સમજાઈ જવા જોઈએ. ત્યાં પણ તેઓ ‘લાઈટ’ ફેંકવા નીકળી પડયા, તેની પાછળનું કારણ સમજી શકાય તેવું છે. તિન્ડ નયર.... થી નગરનું નામ પડવાનું હજી પણ તેઓ ટાળે છે. - એ યાદ રહે.
“પારાસમાં ઉસાસા' આ શાસ્ત્રપંકિત અનુસાર “કાયોત્સર્ગમાં શ્વાસોશ્વાસનું પ્રમાણ ગણાય છે.” એ શાસ્ત્રીય વાતને નહિ સમજી શકતા આ અગીતાર્થશિરોમણીએ “કાયોત્સર્ગમાં શ્વાસોશ્વાસ ગણે તો એક સમયમાં બે ઉપયોગ માનવા પડે” એવું ઉન્મત્તતારણ કાઢયું હતું. (‘સમય’ નું કાલપ્રમાણ કેટલું સુક્ષ્મ હોય છે તેની નરેન્દ્ર સાગરજીને ખબર હોય એમ લાગતું નથી.) અને એક લોગસ્સને બદલે ચાર નવકાર ગણવામાં શ્વાસોશ્વાસ પ્રમાણનું વિધાન લાગુ કરવાનું છે જ નહિ- એમ જ કાર પૂર્વક વિધાન કર્યું હતું. તેમના આ વિધાન માટે શાસ્ત્રપાઠ લઈ આવવાનું તેમને આહ્વાન આપ્યું હતું. હજી સુધી તેઓ શાસ્ત્રપાઠ રજુ કરી શકયા નથી. (શાસ્ત્રપાઠ રજુ કરવાની ત્રેવડ નથી તો પછી ‘જ કાર પૂર્વક ખંડન કરવાનું ઝનૂન કેમ ચઢે છે, નરેન્દ્રસાગર ?)
શધ્યાતરપિંડની ચર્ચામાં પ્રશ્નોત્તરકર્ણિકા' ના પૃ. ૭૦ ના પ્રશ્નોત્તરથી “શય્યાતરની સાક્ષાત | માલીકીવાળો પિંડ શય્યાતરપિંડ કહેવાય” આ વાત સ્પષ્ટ સમજી શકાય છે. છતાં હંમેશની કુટેવ મુજબ ધંધુ જ વાંચવાને ટે વાયેલા નરેન્દ્રસાગરસૂરિજીએ આ શાસ્ત્રીયવાતના ખોટી રીતે ચૂંથણા કર્યા હતાં. શાસ્ત્રપાઠની ઓથ લઈને ગંદા આક્ષેપો કરવાની કુળરીતિનું પાલન તેઓ વફાદારીપૂર્વક કરી રહ્યા છે. પણ તેમાં શાસ્ત્ર અને સુવિહિત મહાપુરુષોની આશાતના થઈ રહી છે. તેનું ભાન આ નાદાન “શિશુ ને નથી.
પુરુષા સમક્ષ વ્યાખ્યાન કરનાર સાધ્વીજીઓ માટેના પ્રશ્નોત્તરની વાત તેવા સાધ્વીજીઓને જ લાગુ પડે, પૂર્વપુરુષની આજ્ઞા મુજબ ચાલનારા સમસ્ત સાધ્વીસંઘને લાગુ ન પડે, નરેન્દ્રસાગરસૂરિજી ! સંસ્કૃત વાંચવામાં તો તમે અભણ છો જ. પણ ગુજરાતી વાંચવામાં પણ આટલા અભણ રહ્યાં છો? ગુજરાતી વાંચતા પણ આવડતુ નથી એવા તમને તમારા ગુરુઓએ ખંડનને રસ્તે ધકેલી દઈને તમારો કેવો ઉપયોગ કર્યો છે તે સમજાય છે ને ? હજી સાચું ભણવાના રસ્તે વળશો તો આડા રસ્તેથી પાછા ફરવાની બુદ્ધિ જાગશે. વિચારશો.
ગુરુ ભક્તિ માટે આવેલું દ્રવ્ય અને ગુરુની ભક્તિરૂપે (પૂજનાદિ દ્વારા) આવેલું દ્રવ્યઃ આવા બંને ભેદો પાડીને રુદ્રવ્યની સમજણ આપી હોવા છતાં, નહિ જ ભણવાની હઠ લઈને બેઠેલા શિશુની જેમ આ ‘શિશુ’ આચાર્ય પણ પોતાની મમત મૂકતા નથી. ઉપરથી “ગુરુદ્રવ્ય, દેવદ્રવ્ય સિવાય બીજે ન જ વપરાય તે માટેનો સ્પષ્ટાક્ષરવાળો શાસ્ત્રપાઠ જ આ બધી પારાયણ છોડીને આપો તો શું વાંધો આવે છે?” એમ તેઓ અમને કહે છે. અમે પણ તેમને કહીએ છીએ કે ગુરુપૂજનનું દ્રવ્ય ગુરુવૈયાવચ્ચમાં વપરાય, એ માટેનો
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૮૦)