________________
""
‘સરિદાયામગામિની’ નો અર્થ કરતા નરેન્દ્રસાગરસૂરિજીનું અજ્ઞાન ઉઘાડું પડી ગયું. તેથી તેમણે બચાવ કરી લ ધો કે “એ તો રહસ્યાર્થ લખ્યો હતો.’’ રહસ્યાર્થની શેખી કરનારાને હજી શબ્દાર્થ આવડયો નથી ! આવો ર હસ્યાર્થ લખી શકનારાની ‘મોટે ભાગે’ શબ્દના રહસ્યાર્થને નહિ સમજવાની બદદાનત સમજી શકાય તેવી છે ‘‘મોટેભાગે, પ્રાયઃ’' વગેરે શબ્દોનો, તે તે સંબંધમાં, સંબંધને અનુરૂપ અર્થ થાય છે. - આ વાત વિદ્વાનોમાં અતિપ્રસિદ્ધ છે. ‘કોશકોદાળીવાળા’ આ વાત શી રીતે સમજી શકે ? ‘‘કોશ કોદાળી’’ મૂકીને શબ્દકોશનું અ યયન કરે તો શબ્દોના અર્થો આવડે. ધંધો બદલ્યા વગર ઠેકાણું નહિ પડે, નરેન્દ્રસાગરજી ! ભગવાનશ્રી મહાવીરસ્વામી આદિ તીર્થંકરોના નિર્વાણ આદિનું વર્ણન કરતા, શ્રી કલ્પસૂત્ર વગેરે આગમોમાં છૂટ્જળ મત્તેળ અપાળાં’' વગેરે શબ્દો લખવામાં આવ્યા છે. અહીં ‘છઠ્ઠ’ શબ્દનો અર્થ શું કરવાનો હોય તે સૌ ગીતાર્થો બહુ સારી રીતે સમજે છે. શ્રોતાઓ પણ સમજી શકે છે. ‘તીર્થંકરો કેવળજ્ઞાન પછી ‘એકાસણા’ કરે છે.’’ આ વાક્યમાંના ‘એકાસણા’ શબ્દનો અર્થ ‘એક ટંક વાપરનારા’ એવો કરવાનો હોય, તે સૌ ગીતાર્થો જાણે છે. અગીતાર્થ ‘શિશુ’ ને એ અર્થ સમજાયો નહિ તેથી મારે કૌંસમાં ખુલાસો કરવો પડયો. ‘પ્રશ્ન ત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશ’ માં, ભરત મહારાજાના સમયમાં અયોધ્યાથી અષ્ટાપદગિરિનું બાર યોજનનું અંતર ઉત્સેધાંગુલથી લેવાની પોતાની અશાસ્ત્રીય, યુક્તિશૂન્ય, કપોળકલ્પિત માન્યતાને સિદ્ધ કરવા માટે પલ્લવગ્રાહી નરેન્દ્રસાગરસૂરિજીએ બેહદ ઠેકાઠેક કરી હતી. તેમની સૂત્રોત્તીર્ણ માન્યતા ઉપર ‘લોકપ્રકાશ' ગ્રંથનો પ્રકાશ પાથરવા છતાં કદાગ્રહી નરેન્દ્રસાગરજી પોતાની કઢંગી ઠેકાઠેક હજી બંધ કરતા નથી.’’ આપણે હાલમાં ૧૧૫ ફુટનું અંતર જેટલા ડગલામાં પૂર્ણ કરીએ, તેટલા ડગલામાં પાંચસો ધનુષ્યની કાયાવાળા મનુષ્યો ઉત્સેધાં ગુલના બાર યોજનનું અંતર પૂર્ણ કરે’’ આ સાવ સીધી-સાદી શાસ્ત્રીયવાતને ‘શબ્દછળ’ દ્વારા આડા રસ્તે લઇ જવાનો નરેન્દ્રસાગરજીએ નિષ્ફળ ઉદ્યમ કર્યો છે. આ તેમના મિથ્યાભિનિવેશનો પૂરાવો છે. શાસ્ત્રની શરણાગતિ સ્વીકારતા નરેન્દ્રસાગરજી શરમાય છે. ‘શાસ્ત્રીયખંડન’ કરનારાનાં આ લક્ષણ જરાય સારાં નથી. શાસ્ત્રીય સત્યની સામે પડેલા નરેન્દ્રસાગરજી બહુ બુરી હાલતમાં ગબડી પડયા છે તે સૌ ગીતાર્થો જાણી ગયા છે. મિથ્યાભિમાની આ આચાર્યશ્રી ભલે પોતાની તંગડી ઉંચી રાખતા.
આ જ પ્રશ્નમાં તેઓ આગળ જતાં લખે છે કે... ‘સંસ્કૃતની પહેલી ચોપડીના જ્ઞાન વગરનો હું અબુધ છું. પરંતુ પૂ. શાસનકંટકોદ્ધારક ગુરુદેવશ્રી તેમજ માતા પદ્માવતીની પૂર્ણકૃપાથી તમારા ગીતાર્થ અરે ! મહાગીતાર્થ ગણાતાં મહાપુરુષોની ફેંકાફેંક-છબરડાં અને ઉત્સૂત્રભાષણને પકડીને જનતા સમક્ષ ખુલ્લાં પાડવાની શક્તિ તો મારામાં આવી ગઈ છે ! આ ઓછી વાત ગણાય ! સાચું બોલજો હો !''
આ વિતંડાવાદી ‘શિશુ’ ને સાવ સાચું કહી દઉં છું : પોતે સંસ્કૃતની પહેલી ચોપડીના જ્ઞાનવગરના અબુધ છે એમ નરેન્દ્રસાગરજી કબુલ કરે જ છે. (છૂટકો નથી.) આવા અબુધ માણસોમાં મહાગીતાર્થની યુક્તિયુક્ત, શ સ્ત્રીય વાતો સમજવાની બિલકુલ ત્રેવડ ન હોય તે તદ્દન સહજ છે અને તેથી જ પોતાની અબુધતાના પ્રતાપે મહાગીતાર્થોની સામે ઊંબાડિયું કરવા જતાં અબુધોના હાથે ફેંકાફેંક, છબરડાં અને ઉત્સૂત્રભાષણો થઈ જ જાય - એ પણ એટલું જ સ્વાભાવિક છે. માટે અભણ, અબુધ અને નાદાન ‘શિશુ’ નરેન્દ્રસાગરજીએ પૂર્વાચાર્યોથી માંડીને વર્તમાન સુધીના મહાગીતાર્થ મહાપુરુષોની સામે આજ સુધી કરેલા અને હવે પછી તેમના દ્વારા કરાતા કોઈપણ લવારાને કોઈએ પણ ધ્યાનમાં લેવા નહિ. ‘પ્રશ્નોત્તરકર્ણિકા’ ના પૃષ્ઠ ૧૯૬ ઉપરના પ્રશ્નોત્તરનું અવતરણ આપ્યા પછી “આમ કહીને તેઓશ્રી
વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૮૯