________________
બોલી નાંખવુ સહેલું ન હતું. સોનગઢની મુલાકાતમાં હું હાજર હતો એ નરેન્દ્રસાગરસૂરિજીની કમનસીબી છે. (સિદ્ધાચલ ચાતુર્માસયાત્રા વિષયક ચોપડીમાં મારા ઉપર કરેલા લેખિત આક્ષેપોમાં પણ નરેન્દ્રસાગરસૂરિજી બીજું મહાવ્રત જાળવી શક્યા નથી. એટલે તેમની મૌખિક વાતોમાં તો બીજું મહાવ્રત હોય જ એમ કોણ માની લે ?) અમારા પૂર્વજોની બદનામી કરતી વાતો ગોઠવી કાઢવાનો વ્યાધિ આ આચાર્યશ્રીના વારસામાં ઉતરી આવેલો છે- એ વાત સાચી હોવાનું આ પ્રસંગથી ફરી પૂરવાર થાય છે. “ બાકી તેઓની (પૂ. પ્રશ્ન ત્તરકારશ્રીની) શું તાકાત હતી કે તેઓ મને ચૂપ કરે’' એવો મિથ્યાભિમાની હુંકાર કરનાર આ આચાર્યશ્રીની ‘બહાદુરી’ જાણવા જેવી છે : તેઓ પોતાની ચોપડીઓમાં પૂર્વાચાર્યો વિશે પણ લખે છે કે
("
મહો. શ્રી (ધર્મસાગરજી) પ્રતિના ‘વ્યક્તિદ્વેષ’ ના જ કારણે તત્કાલવર્તિ એવા ગીતાર્થમૂર્ધન્ય પૂ. મહો. શ્રી સોમ વિ., મહો. શ્રી ભાવ વિ., મહો. ન્યાયવિશારદ શ્રી યશો વિ., મહો. શ્રી કીર્તિ વિ. આદિએ અને તેમની વારંવારની પ્રેરણાના પ્રતાપે પૂ. ગચ્છનાયક (પૂ. આ. શ્રી સેન સૂ. મ.) આદિએ પણ ભોળવાઈ જઈને તે. પૂ. મહોપાધ્યાયશ્રી (ધર્મસાગરજી) ને અને તેમની સત્યવાતોને તોડી પાડવામાં અને અન્યાય કરવામાં કોઈ કમીના રાખી નહોતી .... .’’ સર્વજ્ઞશતકના ઘોર ઉત્સૂત્રોનું જોરદાર ખંડન કરનારા તરીકે જે મહો. શ્રી યશોવિજયજી મહારાજને જણાવો છો તે જ મહો. શ્રીની ઉપ ધ્યાયપદવી કોના પ્રતાપે અને કેવી રીતે થવા પામી ? તેમજ તેઓશ્રીને સમુદાયમાં જયારે પાછા લેવામાં આવ્યા ત્યારે ગચ્છનાયકને વિનંતી કરી પીગળાવનાર કોણ હતા ?
''
(પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ. ની ત્રિશતાબ્દિ ઉજવનારાઓ આની નોંધ લે.)
પૂ. આ. શ્રી સેન સૂ. મ., પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ. આદિ પરમગીતાર્થ, સમર્થપ્રતિભાશાળી, ભવભીરૂ, પરમપવિત્ર મહાપુરૂષો માટે પણ આવી દ્વેષભરી કથ ઓ રચી કાઢતા નરેન્દ્રસાગરસૂરિજી વર્તમાનના કોઈપણ સુવિહિત ગીતાર્થ મહાપુરૂષોને તો છોડે જ શાના ?
64
એકવાર જંગલમાં સિંહ આગળ આવીને ભૂંડે કહ્યું : “ વનરાજ, તું મારી સાથે લડ, નહિ તો હાર કબુલ કર !'’ સિંહે શાંતિથી કહ્યું :
गच्छ शूकर भद्रं ते ब्रूहि सिंहो मया जितः ।
पंडिता एव जानन्ति सिंहशूकरयोर्बलम् ॥
(હે ભૂંડ, તું જા, તારું કલ્યાણ થાઓ. આખા જંગલમાં બોલતો ફર કે મેં સિંહને જીતી લીધો.’ સિંહના અને ભૂંડના બલનો તફાવત પંડિતપુરૂષો જાણે જ છે.)
વર્તમાનના મહાપુરૂષોથી માંડીને પૂર્વાચાર્યો સુધીનાઓ માટે દ્વેષભરી કથાઓ રચી કાઢતા આ વિતંડાવાદી આચાર્યશ્રી માટે આ સિવાય બીજો કોઈ જવાબ નથી.
પ્રભુપૂજા સમયે જઘન્યથી પુરૂષને બે વસ્ત્ર અને સ્ત્રીઓને ત્રણ વસ્ત્ર રાખવાનું શાસ્ત્રીય વિધાન છે. આ વિધાન મુજબ ‘મુખકોશ માટે જુદો રૂમાલ રાખવાથી અવિધિ થાય' એમ પૂ. પ્રશ્નોત્તરકારશ્રીએ જણાવ્યુ હતું. ‘મુખકોશ માટે સ્ત્રીઓએ રૂમાલ ન જ રાખવો.’ એવો પોતાનો આગ્રહ ન હોવાનું પણ તેઓશ્રીએ એ પ્રશ્નોત્તરોમાં સ્પષ્ટ કર્યું જ છે. જઘન્યથી બે વસ્ત્રો દ્વારા પૂજા કરનાર પુરૂષ, જેમ પોતાના ખેસથી મુખકોશ બાંધે છે, તેમ જઘન્યથી ત્રણ વસ્ત્ર દ્વારા પૂજા કરનાર બેન, સાડીના છેડાથી મુખકોશ બાંધી શકે- એવી સંભાવનામાત્ર તેઓશ્રીએ દર્શાવી છે. આટલી સ્પષ્ટવાતને પણ વિકૃત બનાવીને આનંદ માણનાર આ
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૧૮૪ .