________________
( વિતંડાવાદી આચાર્યશ્રી સ્ત્રીઓના અંગો ગણાવ્યા કરે તો આપણી પાસે તેનો કોઈ ઉપાય નથી.
(આ જ વિષયમાં દેશ-કાળ, સમાજ અને વ્યક્તિગત સંયોગો મુજબ બદલાતી વેશની મર્યાદાની આટલી ચર્ચા જ ન હોય' એમ મેં જણાવ્યું હતું. તે સંબંધમાં પ્રશ્ન પૂછતા તેઓ લખે છે કે “હું તમોને પુછું છું કે- ૨૫00 વર્ષ પહેલાંના સ્ત્રીઓના શિલ્પો કંડારનારા અને ચિત્રો ચિતનારાઓ, કામરાગમાં તબરોળ અને સ્ત્રીઓને જ દેખનારા એવા રાગી શિલ્પકારો અને ચિત્રકારોના છે કે ત્યાગી-વૈરાગીના ચીતરેલા છે ?” નરેન્દ્રસાગરસૂરિજીના આ પ્રશ્ન ઉપરથી લાગે છે કે તેમને વડી દીક્ષા. અરે, આચાર્યપદવી આપ્યા પછી પણ તેમના ગુરુઓએ તેમને શ્રી દશવૈકાલિકસૂત્ર ભણાવ્યું લાગતું નથી. નહિ તો આવો ગમાર પ્રશ્ન ન પૂછત, છેલ્લી ઉંમરે પણ તેઓ આવા ઘોર અજ્ઞાનના અંધકારમાં અથડાતા ન રહે તે માટે જણાવું છું કે “ત્યાગીવૈરાગીઓ સ્ત્રીઓના ચિત્રો ચીતરતા તો નથી જ, પણ રાગપૂર્વક સ્ત્રીઓના ચિત્રો જોવાની પણ શાસ્ત્રકારોએ તેઓને મનાઇ કરી છે” સારું છે કે આ પ્રશ્ન તમે મને જ પૂછયો. કોઈ ઈતરધર્મીને પૂછયો હોય તો તમારા હાથે જિનશારાનની કેટલી ફજેતી થઈ હોત? વિચારશો.
વાસ્તવમાં નરેન્દ્રસાગરજીનો તર્ક જ ખોટો છે. આજના સમયના પહેરવેશના ચિત્રો વગેરે ચારસો વર્ષ પછી નીકળે અને તે સમયના લોકો તેના આધારે વર્તમાન સમયના વેશની ચર્ચા કરે, તે વખતે નરેન્દ્રસાગરજી જેવો કોઈ ડાઘો કહી દે કે “આ તો કામશ્કરોના ચીતરેલા ચિત્રો છે, ત્યાગી-વૈરાગીએ ચીતરેલા ચિત્રો થોડા છે?” એટલા માત્રથી એની વાત કોઈ માની ન લે.)
પ્રશ્નોત્તરકર્ણિકા' ના પૃષ્ઠ ૨૯-૩૦ ઉપર પ્રભુપૂજામાં થતી પુષ્પોની કિલામણાને યજ્ઞની હિંસા સાથે સરખાવતાર કેટલા ખોટા છે. તે દર્શાવનાર પ્રશ્નોત્તર છે. તેમાંની જુદી જુદી પંક્તિઓ ઉઠાવીને શાસ્ત્રીય ખંડન નં. ૫ લખવા માટે અખંડ પેરેગ્રાફ બનાવવાનો અનાડી ખંડનકારોને શોભે તેવો પ્રપંચ નરેન્દ્રસાગરરિજીએ કર્યો હતો. સંસારસુખના ઈરાદે ધર્મ કરવાની તરફેણ કરનારા તેમને સાચો માર્ગ બતાવ્યો એટલે હવે તેઓ અજાણ્યા બનીને પૂછે છે કે “તમે લખ્યું તેવું તમારા ગુરુએ કયાં લખ્યું છે?” છળપ્રપંચ કરીને તોડફોડ કરવાની જ ધૂન લઈને બેઠેલા આ અનાડી-ખંડનકારને ન વંચાતુ હોય તો ભલે, બાકી પ્રશ્નોત્તરકખિકા” ના પૃ-૩૬૦ ના પ્રશ્નોત્તરથી “બાળ | મુગ્ધ જીવોના અપવાદે થતાં અન્યભાવના અનુષ્ઠાનોનો એકાંતે નિષેધ નથી.” એવુ સ્પષ્ટ સમજી શકાય છે.
સૂતક વિશે લાંબી વાતો કરનારા નરેન્દ્રસાગરસૂરિજીએ, “વ્યવહારચૂર્ણિ આદિ શાસ્ત્રોમાં સૂતકમાં પ્રભુપૂજા કરી શકે કે ન કરી શકે એ વાતનો ઉલ્લેખ, ત્યાં પ્રભુપૂજાનો અધિકાર ન હોવાથી નથી કરેલ” એમ નિઃસંકોચ કબુલ કર્યું છે. જે શાસ્ત્રોમાં સૂતકમાં પ્રભુપૂજા વિષયક વાત કરી છે તેમાં પ્રભુપૂજાનો નિષેધ તેઓ આટલા વર્ષોમાં બતાવી શકયા નથી. ખરેખર તો શાસ્ત્રોમાં સૂતકપ્રસંગે પ્રભુપૂજાના નિષેધનો પાઠ મળતો નથી. તેથી મેં ચરી આદિ અંગેના શાસ્ત્રપાઠોમાંથી આ વિતંડાવાદી આચાર્યશ્રી પ્રભુપૂજાનો નિષેધ ખેંચી લાવવાનો નિફળ ઉદ્યમ કરે છે. જન્મેલ બાળક અને તેની માતાને અશુદ્ધિ રહેતી હોય છતાં તેઓ પ્રભુપૂજા કરી શકે તેવું અમે કહેતા જ નથી. પણ ઘરના બીજા સભ્યો નાનાદિથી શુદ્ધ થયા હોવા છતાં, તેઓને પ્રભુપૂજાનો પ્રતિબંધ ફરમાવવાની હઠ, શાસ્ત્રના નામે લઈ બેઠેલાઓનો અમે સખત વિરોધ કરીએ છીએ. સૂતકમાં પ્રભુપૂજા વિષયક આ અમારી સ્પષ્ટ માન્યતા છે.” જન્મ-મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી.” આવા “સેનપ્રશ્ન” ના સમાધાનના “સ્નાન”
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૮૫)