________________
નરેન્દ્રસાગરસૂરિજી લિખિત પ્રશ્નોત્તર કર્ણિકા-શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર' નામની બુકમારા વાંચવામાં આવી.) જેમાં શાસ્ત્રપ્રિયતા, સામાચારીપ્રિયતા, વડિલો પ્રતિ બહુમાન, ઔચિત્યતા કે ભાષા સૌષ્ઠવતા (“ઔચિત્યતા” અને “ભાષાસૌ ઠવતા” લખનારને વ્યાકરણ આવડતું નથી. “ઔચિત્ય અને “સૌષ્ઠવ” સાચા શબ્દો છે. ભણવું નહિ અને ભણેલાની ભૂલ કાઢયા કરવી - આ કુટેવ હજી કેમ છૂટતી નથી ?) આદિ મીઠા આસ્વાદની ગંધ પણ નથી.”
અહીં કે 'કના વેલાને “કડવો’ કહીને પોતાના વિષવેલા ને ઢાંકવામાં નરેન્દ્રસાગરસૂરિજી સફળ બન્યા નથી. કારણ કે વિષવેલા'ની ચોસઠમી જાહેરખબર કરતું “સર્ચલાઈટ' નામનું ‘વિષપુષ્પ” જૈનસંઘમાં ઝેર ફેલાવવા મા તેમણે પોતાના હાથે રખડતું મુકયું છે. આવા “વિષપુષ્પો' માં રહેલા - “શાસ્ત્રપ્રત્યુનીકતા, સામાચારી દ્રષ, પૂર્વાચાર્યોની શ્રેષયુક્ત આશાતના,સુવિહિત મહાપુરુષો પ્રત્યે ઉદ્ધતાઈ, ઝેરીલીભાષા, શાસ્ત્રપાઠોના નામે શાસ્ત્રીયસત્યોની ભાંગફોડ, કારમો ‘વિજયબ્રેષ' અને ભવ્યજીવોના ભાવપ્રાણની હત્યા જેવા અગણિતદોષો, જેનસંઘના ભાવારોગ્યને નષ્ટ કરતા હોવા છતાં ‘વિષવેલા” ને એ માટે કોઈ પશ્ચાત્તાપ પેદા થતો નથી. (પરથી એ દોષો અંગે ગૌરવ અનુભવે છે. દુષમકાળનો આ દુષ્ટપ્રભાવ નહિ તો બીજું શું છે? ‘વિષપુષ્પો' ની જ જો આવી સંસારવર્ધક ઝેરી અસર હોય, તો વિષફળ' ની અસર તો કેવી કાતિલ હશે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે. (શાસ્ત્રીયસત્યોની ભાંગફોડ કરવાનો ગાંડો શોખ ધરાવતા નરેન્દ્રસાગરસૂરિજી આજ સુધીમાં તે ફાની-અશિષ્ટ-ઝેરેલીભાષામાં થોકબંધ ચોપડીઓ લખી ચૂકયા છે. છતાં “શુદ્ધિપ્રકાશના ઘોર અંધકાર’ માં મેં કડક શબ્દોમાં તેમની અશાસ્ત્રીય વાતો ઉઘાડી પાડી તેથી તેઓ ખુબ જ વ્યથિત બની ગયા છે. એકાએક “સજ્જનપાઠ માં આવી જઈને તેમણે આ અંગે “સર્ચલાઈટ' માં ઘણી જગ્યાએ ફરિયાદો કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. જો કે આ દર્દનો ગમ ભૂલવા માટે તેમણે “સર્ચલાઈટ' ને પોતાના ‘વિશિષ્ટભાષા મવ” થી સમૃદ્ધ બનાવ્યું છે. એ વાત અલગ છે.)
ફકત ગુજરાતી પુસ્તકો અને પૂજાઓ આદિ દ્વારા જ આ આચાર્યશ્રીના કહેવાતા શાસ્ત્રીયખંડનના મેં ફુરચા ઉડાવી દીધા તેનું પણ તેમને ઘણું દુઃખ છે. પોતાનો અસંતોષ વ્યક્ત કરતા તેઓ લખે છેઃ “શાસ્ત્ર કે સામાચારીના પાછો કે આધારો આપ્યા સિવાય મુનિશ્રી જયદર્શનવિજયજીએ પ્રશ્નોત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર ના 4 બુક બહાર પાડી છે.”
ખરી વાત એ છે કે નરેન્દ્રસાગરસૂરિજીના ગપ્પાંનો જવાબ ગુજરાતી દુહા કે પૂજાઓમાંથી મળી જતાં હોય તો શાત્રો સુધી જવાની જરૂર જ નથી. નરેન્દ્રસાગરસૂરિજી એમનાં ગપ્પાંઓની કક્ષા ઉંચી બનાવશે તો શાસ્ત્રોની જરૂર પડશે. નાદાનને ખુશ કરવા કાંઈ શાસ્ત્રો રમવા અપાય?
પ્રશ્નોત્તરકણિકા શુદ્ધિપ્રકાશ' માં આ આચાર્યશ્રીએ પૂ. ગુરુદેવ આ. વિ. શ્રી રવિચંદ્ર સૂ. મ. સા. નો કેટલો “માન-મરતબો જાળવ્યો છે, તે જગજાહેર છે. છતાં પોતાની ખાનદાની’ બતાવતા આ આચાર્યશ્રી લખે છેઃ આ. શ્રી રવિચંદ્રસૂરિજીના માન-મરતબાને ધક્કો ન પહોંચે તે માટે મૌખિક થયેલી કેટલીક વાતો છુપાવીને મેં અમારી બંનેની સોનગઢ ખાતેની મુલાકાતોની વાતો છાપેલ” આમ લખ્યા પછી તેમણે પૂ. આ.શ્રી રવિચંદ્ર પૂ. મ. ને પોતે કેવા ધમકાવી નાંખ્યા તેના બણગાં ફુકયાં છે. પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ. મ. એ તેમને તેમની નાદાનચેષ્ટા બાબત કેવા ખખડાવ્યા હતા તે લખવામાં નરેન્દ્રસાગરસૂરિજીના હાથ ધ્રુજે છે. પૂ. આ. શ્રી રવિચંદ્ર . મ. નો થોડો પણ નિકટનો પરિચય ધરાવતી વ્યક્તિ જાણે છે કે તેઓશ્રી આગળ એલફેલ
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
': ૧૮૩