________________
વિચાર વસંત - પૂ મુ. શ્રી જયદર્શન વિ. મ. પૂર્વભૂમિકા : પ. પૂ. સ્વ. આ. ભ. શ્રીમવિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રશ્નોત્તર સંગ્રહરૂપે બહાર પડેલ “પ્રશ્નોત્તરકર્ણિકા” નામના પુસ્તક સામે આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ “પ્રશ્નોત્તરકર્ણિકાશુદ્ધિપ્રકાશ” નામની પીળી ચોપડી લખી નાંખી. તેની સામે આ લેખના લેખકશ્રીએ “
પ્રશ્નોત્તરકર્ણિકાશુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર” નામની પુસ્તિકા લખી હતી. તેની સામે નરેન્દ્રસાગરસૂરિજીએ “સર્ચલાઈટ” નામની ચોપડી બહાર પાડી હતી. આની સામે “નરેન્દ્રસાગરસૂરિજીની સત્યના સેલ વિનાની સર્ચલાઈટ” નામનો લેખ પ્રગટ થઈ રહ્યો છે. અન્ય અન્ય કારણોથી ઘણા સમય પૂર્વે તૈયાર થઈ ગયેલ જેમા લખાણ આજે પ્રગટ થઈ રહ્યું છે. શાસ્ત્રીય વાતને શાસ્ત્રવિરુદ્ધ કે ઉસૂત્ર મનાવવાનો પ્રયત્ન થાય ત્યારે તેનો પ્રતિકાર કરવો જ પડે. ગીતાર્થ ભવભીરૂ મહાત્માઓ પોતે આપેલ શાસ્ત્રીય સમાધાનમાં છપસ્થતા આદિ કારણોસર ક્ષતિ રહી ગઈ હોય તો તે તરફ ધ્યાન દોરવા અન્ય ગીતાર્થોને વિનંતી કરતાં જ હોય છે તે ગીતાર્થ મહાપુરૂષો પણ અભિનિવેશ અને માત્સર્યરહિતપણે રહી ગયેલ ક્ષતિ તરફ ધ્યાન દોરતા હોય છે અને ભવભીરૂ ગીતાર્થ મહાત્મા તે મુજબ સુધારો પણ કરતા હોય છે. પક્ષષ અને વ્યક્તિદ્વેષના કારણે અભિનિવેશ અને માત્સર્યથી પીડાતા આત્માઓને “શુદ્ધિપ્રકાશ' પાથરવાનો કોઈ અધિકાર હોતો નથી. છતાં તેવા આત્માઓ અનધિકારચેષ્ટા અયોગ્યપણે કરતા હોય ત્યારે તેનો યોગ્ય પ્રતિકાર અવશ્ય કરવો પડે. પ્રસ્તુત લેખ તેવો જ એક પ્રયત્ન છે. સૌ કોઈ શાસ્ત્રીય સત્ય સમજે, સ્વીકારે અને આત્મકલ્યાણ સાધે તેવી શુભકામના.
શ્રી નરેન્દ્રસાગરસૂરિજીની સત્યના સેલ વિનાની “સર્ચલાઈટ'|
શ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ “પ્રશ્નોત્તરકર્ણિકા-શુદ્ધિપ્રકાશ” નામની પીળી ચોપડી લખતા તો લખી નાંખી, પણ તેમના “શુદ્ધિપ્રકાશ'નો “ઘોર અંધકાર’ મેં જાહેર કરી દીધો તેથી તેઓ રઘવાયા બન્યા. પોતાના
શુદ્ધિપ્રકાશ' ના “અંધકાર’ ને ભેદી નાંખવા તેઓ “સર્ચલાઈટ' લઈને દોડયા, પણ સત્યના સેલ વિનાની સર્ચલાઈટ સળગી જ નહિ. ચોસઠ-ચોસઠ વખત સ્વીચ દબાવવા છતાં તેમના કમનસીબે “સર્ચલાઈટ' માંથી પ્રકાશ રેલાયો નહિ. (‘સર્ચલાઈટ’ ચોપડીમાં ‘શુદ્ધિપ્રકાશ' ના પોતાના “ઘોર અંધકાર’ ને તેમણે મારા ખાતે ખતવ્યો છે, તે તેમની વારસામાં ઉતરેલી ‘બિમારી’ છે.)
વિતંડાવાદી નરેન્દ્રસાગરસૂરિજીની બુઝાયલી ‘સર્ચલાઈટ’ ઉપર એક ઉડતી નજર
પોતાના અસત્યોને ઉઘાડા પાડનાર માણસો આ આચાર્યશ્રીને “કડવા' લાગે તે સ્વાભાવિક છે. (આમ પણ “શિશુઓને કડવી દવા ઘૂંકી નાંખવાની ટેવ હોય છે. પણ શિશુઓને સાજા કરવા માટે વેલણ ઘાલીને પણ કડવી દવા પીવડાવવી પડે.) તાવની અસર હેઠળ માણસને સાકર પણ કડવી લાગે જ છે ને? તેઓ લખે છે કે “કડવા વેલાના જ ફળસ્વરૂપ મુનિશ્રી જયદર્શનવિજયજીની લખેલી અને તાજેતરમાં પ્રગટ થયેલી “શ્રી
૧૮૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))