________________
કરતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી આ અંગે સત્તાવાર ખુલાસો બહાર પાડે અને ઐતિહાસિક શિલાલેખોની ફોટોકોપી દરેક સંઘો ઉપર મોકલે. આ તો સારું છે કે કંચનસાગરસૂરિ નામના આચાર્યે આજથી વર્ષો પૂર્વે સમગ્ર ગિરિરાજના ઐતિહાસિક શિલાલેખો ‘શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન' નામના પુસ્તકમાં બહાર પાડી દીધા છે. એટલે ઐતિહાસિક સત્યો સુરક્ષિત રહ્યાં છે.
‘સંદેશ ની મુલાકાતમાં સુબોધસાગરસૂરિ કહે છે, ‘ચોમાસામાં કોઈપણ તીર્થની યાત્રા માટે જવાય નહિ. શત્રુંજય પર્વત ઉપર ચોમાસામાં કોઈપણ સંજોગોમાં ચઢાય નહિ.’ પાલીતાણામાં ચોમાસુ રહેલા આ આચાર્ય પાસે વાસક્ષેપ નંખાવવા દેશ-પરદેશથી દરરોજ સંખ્યાબંધ માણસો આવતા હતા. તેઓ દરેકના માથે વાસક્ષેપ છાંટી સુખી થવાનો આશીર્વાદ આપતા હતા. કોઈને પણ પાલીતાણા આવવાની ના પાડી નથી. ચોમાસામાં આ આચાર્યમહારાજના દર્શન કરવા આવેલા માણસ જો પાપ ન બાંધતો હોય તો પર્વત ઉપર રહેલા આદેશ્વરદાદાના દર્શન કરનારો માણસ શું કામ પાપ બાંધે : તળેટીએ બેઠેલા આચાર્યના દર્શન કરવા અવાય, અને ઉપર બેઠેલા આદેશ્વરદાદાના દર્શન ન થાય ! વાહ રે વાહ, ભગવાન કરતા પણ તમે પવિત્ર બની ગયા, કેમ ?
જયશેખરસૂરિના ગુરુ પ્રેમસૂરિ ચોમાસાની યાત્રાનો નિષેધ કરતા ન હતા. પણ સંમેલનનું ગધ્ધાપુચ્છ પકડાઈ ગયું છે એ ટલે હવે જયશેખરસૂરિ ડોકી ધુણાવતા કહી રહ્યા છે કે ચોમાસામાં શત્રુંજયતીર્થની યાત્રા કરાય જ નહિ. આવતીકાલે તેમને કોઈ બીજી પૂંછડી પકડાવી દે તો તેઓ તેમનામાં ય ડોકી હલાવવા માંડશે. અસ્થિર મગજવાળા બીજું શું કરે ?
પંન્યાસ અશોકસાગર તો વળી બહું જ ઉછળ્યા છે. તેઓ અને તેમના જોડીદાર આચાર્ય નરેન્દ્રસાગર ચાતુર્માસયાત્રાના મયંકર દુશ્મનો છે. પરંપરાનો તો એમની પાસે એક પણ પૂરાવો નથી જ, પણ શાસ્ત્રના નામે પણ તેઓ નર્યુ જુઠાણું જ હાંકે છે. આજસુધી તેમણે રજુ કરેલા કોઈપણ શાસ્ત્રપાઠોમાં, ચોમાસામાં સિદ્ધાચલની યાત્રા ન થાય, તેવું લખ્યું નથી. ચોમાસામાં પર્વત ઉપર જિનાલયની પ્રતિષ્ઠા થયાના શિલાલેખોનો જવાબ આપતા તેઓ શિયાવિયા થઈ જાય છે. છેલ્લે કાંઈ હાથમાં ન આવે, એટલે જીવવિરાધનાની બૂમો પાડવા માંડે છે. જીવવિરાધનાનો તેઓનો મુદ્દો પણ સ્વાર્થી છે. પંન્યાસ અશોકસાગર તો ચોમાસામાં જ તપસ્વીઓના મોટ મોટા વરઘોડા કાઢે છે. કાદવવાળી ભીની જમીન ઉપર ચાલુ વરસાદના છાંટા વચ્ચે તેઓ વરઘોડામાં ગજરાજની જેમ ઝૂલતા હોય છે. અહીં તેમને પાપ નથી લાગતું અને શ્રાવકો ચોમાસામાં ભાદરવાનો તડકો ખાઈને કોર બનેલા શંત્રુજય ઉપર ચઢે છે ત્યારે જીવવિરાધનાનો શોરબકોર કરે છે ! ચોમાસાની યાત્રાને તેઓ હિંસકયાત્રા કહે છે તો એમના વરઘોડા કયાંથી અહિંસક થઈ ગયા ?
મુદ્દે વાત એટલી જ છે કે ચોમાસામાં શત્રુંજયની યાત્રા વિરુદ્ધ બખેડા કાઢનારા યાત્રા વિરોધીઓને શત્રુંજયતીર્થ કે અન્ય તીર્થો જ આંખમાં કણાની જેમ ખૂંચે છે. પોતાની વાહવાહ કરાવવા અને મૂવીઓ ઉતરાવવા વરઘોડ. આદિમાં તેઓ જીવવિરાધના માટે અલગ માપદંડ રાખે છે. આ તેમની લુચ્ચાઈ લોકો બરાબર યાદ રાખે અને તેઓના કોઈ પણ ગોબલ્સ પ્રચારમાં ફસાયા નહિ. જયાં સુધી શત્રુંજય તીર્થ અને તીર્થની યાત્રા ઉપર માવિકોને શ્રદ્ધા છે, આકર્ષણ છે, ત્યાં સુધી યાત્રા વિરોધીઓના કોઈ પ્રપંચ સફળ બનવાના નથી. – હેમંત પાલીતાણાકર
આ પોસ્ટર જાહેર સ્થાનોમાં લગાવો, નવા છપાવી પ્રચારો, યાત્રા રક્ષા કરો.
વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૮૧