________________
પોસ્ટર નં.
શ્રી શત્રુંજય ગિરિરાજની ચાતુર્માસ યાત્રા ઉપર જૈનાચાર્યોનો સાગમટે હલ્લો !!! ચાતુર્માસમાં ગિરિરાજ ઉપર જિનાલયોની પ્રતિષ્ઠા થયાના ઐતિહાસિક પુરાવા સમાન શિલાલેખો નષ્ટ કરવાનું કાવતરું ? !!!
તારીખ ૨૪ નવેમ્બર-’૯૪ નાં ‘સંદેશ’ માં શ્રેણિક વિદાણી અને ભરત શાહને આપેલી મુલાકાતોમાં ઘણાં આચાર્યોએ પોતાનું શત્રુંજયયાત્રા વિરોધી વલણ પ્રગટ કર્યું છે. આચાર્ય યશોવર્મસૂરિ એ યાત્રાવિરોધી કાગારોળમાં સાથ આપ્યો નથી- એ સૂચક ઘટના છે. શ્રેણિક વિદાણી અને ભરત શાહ ‘ચોમાસામાં શત્રુંજયતીર્થની યાત્રા ન થાય’ એ માહિતી ક્ય, બજારમાંથી ખરીદી લાવ્યા તે તપાસનો વિષય છે. પણ એકતરફી પોકળ રજુઆત કરીને તેઓએ ‘વેચાઈ ગયેલા પત્રકાર' તરીકે પોતાની સ્પષ્ટ ઓળખાણ આપી દીધી, તે એક રીતે સારું જ થયું છે. કારણ કે વિચારક માણસો તેમની વાત માનતા અટકી ગય છે. ખરેખર તો ચાતુર્માસયાત્રા વિરોધ માટે જ મુલાકાતોનો માહોલ ઉભો કરાયો છે. બધા આચાર્યો ભેગા થઈને ભલે મૈત્રીભાવના અને એકસંપીના ગીતો ગાયા કરે, હજી એ આચાર્યો જ પરસ્પર આહાર-પાણી ભેગા વાપરતા નથી. જમવામાં અને પગે લાગવામાં તેઓ એકબીજાની આભડછેટ બરાબર પાળે છે. પદ્ધતિસરનો દંભ શીખવો હોય તો આ આચાર્યોના ચેલા બની જાવ.
જૈનોના દરેક તીર્થો બારે મહિના યાત્રિકો માટે ખુલ્લા રાખવાની પરંપરા જુગજુની છે શાસ્ત્રાજ્ઞા પણ એજ વાતને પુષ્ટિ આપે છે. હિંદુસ્તાનભરના સેંકડો મહાન તીર્થો આ જ શાસ્ત્રજ્ઞા અને પરંપરાના આધારે ચોમાસાના ચારે મહિના પણ યાત્રિકો માટે ખુલ્લા જ રહે છે. આ અંગે કયારે પણ વિવાદ ઉભો થયો જ ન હતો. ગમે તે કારણે છેલ્લા કેટલાક વર્ષોથી શત્રુંજયતીર્થ ઉપર કેટલાક આચાર્યોની ખરાબ નજર પડી ગઈ છે, ગિરિરાજે તેમનું શું બગાડયું તેની ખબર પડતી નથી. તેઓ યાત્રિકોને ચોમાસામાં ઉપર ચઢવાની ના પાડે છે. આમાંના શત્રુંજયના એક કટ્ટર દુશ્મન આચાર્યે તો આજથી બે વરસ પહેલા તળેટી આગળ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના નામે ‘ચોમાસામાં યાત્રા બંધ છે’ એવું બોર્ડ પણ ફટકારી દીધુ. પેઢીનું આ બાબતે ધ્યાન દોરવા છતાં પેઢી, પેલા આચાર્યના ત્રાસવાદના કારણે બોર્ડ હટાવતા ગભરાય છે. આજે સમેતશિખર તીર્થને દિગંબરોના આક્રમણથી બચાવવા માટે જૈનસંઘો પેઢીને લાખો રૂપિયાનું ફંડ કરીને આપે છે. પઢી જો આ રીતે યાત્રા બંધ કરવાના પાપીકૃત્યમાં સાથ જ આપવાની હોય તો લોકોએ શિખરજીની રક્ષા માટે પૈસા આપવા બંધ કરવા જોઈએ. ચાર મહિના જો યાત્રિકો માટે યાત્રા બંધ જ હોય તો તીર્થ શ્વેતાંબરો પાસે રહે કે દિગંબરો પાસે રહે, શું ફેર પડે છે ? પેઢી પાસે ખખડાવીને જવાબ માંગવાનો સમય પાકી ગયો છે.
તળેટીમાં યાત્રા-પ્રતિબંધના બોર્ડો લાગે છે, તો પર્વત ઉપરની હાલત પણ કંઈ સારી નથી. અમને મળેલી ચોંકાવનારી માહિતી મુજબ પર્વત ઉપર ચોમાસામાં પણ મંદિરની પ્રતિષ્ઠા થયાના ઐતિહાસિક શિલાલેખોનો નાશ કરવાનું હિચકારું કૃત્ય ચાલી રહ્યું છે. ઝનૂની યાત્રાવિરોધીઓ પોતાની વિરુદ્ધનો એક પણ ઐતિહાસિક પૂરાવો રાખવા માંગતા નથી. જૈન સમાજમાં આની ગંભીર ચર્ચા ચાલી રહી છે. તીર્થનો વહીવટ
૧૮૦ :
-
૨
:
શ્રી જૈન શાસન (અઠવાડિક)