________________
પોસ્ટર નં. -૧ જૈન સંઘો સાવધાન... જેનો જાગો.... અસત્ય પ્રચારોથી ભરમાશો નહિ....
ચોમાસામાં શ્રી સિદ્ધગિરિની યાત્રાનો નિષેધ કોઈ શાસ્ત્ર કર્યો નથી. ચોમાસામાં શ્રી સિદ્ધગિરિની યાત્રા ન થાય તેવી પરંપરા હતી નહિ, છે પણ નહિ.
ચાર મહિના શ્રી સિદ્ધગિરિ મહાતીર્થ યાત્રિકો માટે બંધ કરાવવાનું ભયંકર ષડયંત્ર !! આ ષડયંત્રના સૂત્રધાર તીર્થયાત્રા વિરોધી બનેલા આચાર્ય ભગવંતોને ખુલ્લો પડકાર છે. • શ્રી બૃહકલ્પસૂત્ર શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્ર શ્રી શત્રુંજય માહાભ્ય ૦ શ્રી વિશેષાવશ્યક • શ્રી છતવ્યવહાર ૭ શ્રી કુમારપાળ ચરિત્ર ૭ શ્રી પાંડવ ચરિત્ર ૭ શ્રી ધર્મરત્ન પ્રકરણ
• શ્રી અષ્ટાહ્નિકા પ્રવચન ૦ શ્રી શત્રુંજય ત્યપરિપાટી આ કે બીજા કોઈપણ આગમ ગ્રંથોમાંથી ‘ચોમાસામાં સિદ્ધગિરિની યાત્રા ન થાય' એવી પંકિત લખેલી હોય તો પાના નંબર સાથે જાહેર કરવાનું તીર્થયાત્રા વિરોધી આચાર્ય ભગવંતોને અમારું ખુલ્લું આહ્વાન છે. નહિ તો ફોગટ આગમ ગ્રંથોના નામે તીર્થયાત્રા બંધ કરવાનો આદેશ આપવાનું ધર્મદ્રોહી પાપકૃત્ય બંધ કરો.
બારે મહિના તીર્થસ્થાનો યાત્રિકો માટે ખુલ્લા રાખવા - એ જૈન શાસ્ત્રોની ઉજ્જવલ પરંપરા છે. શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી આ પરંપરાનો આદર કરી શ્રી સિદ્ધગિરિ બારેમાસ ખુલ્લો રાખે છે.
પેઢીના નામે સિદ્ધગિરિ યાત્રાનો નિષેધ કરનારા કોઈપણ બોડૅથી છેતરાશો નહિ. એ તો તીર્થયાત્રા વિરોધી તત્ત્વોનું કાવતરું છે.
તીર્થયાત્રા બંધ રાખવાની જેનેતર પ્રણાલિકાનો આદેશ કરનાર જૈનાચાર્યોના ફતવાનો બહિષ્કાર કરો..
ચાર માહત્યા કરનાર પાપી આત્માઓ પણ શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવાથી તરી જાય છે. શ્રી સિદ્ધગિરિ તીર્થની યાત્રા બંધ કરવાનો કડક આદેશ કરનારા ભવસાગરમાં ડૂબી જાય છે. યાદ રાખો : શ્રી સિદ્ધગિરિ મહાતીર્થની યાત્રા કરવાથી હંમેશા અનંત-અનંત પુણ્ય બંધાય છે. હમેશા નિર્મળ ભક્તિભાવથી યાત્રા કરો.
ચોમાસામાં કરાતી શ્રી સિદ્ધગિરિની યાત્રા નિષ્ફળ બનતી નથી. તા. ક. આ પોસ્ટર જાહેર સ્થાનોમાં લગાવો. દરેક ભાષામાં આ પોસ્ટર છપાવીને પ્રચારો અને તીર્થયાત્રા રક્ષાનું પુણ્ય ઉપાર્જન કરો. લિ. અખિલ ભારતીય શ્રી સિદ્ધાચલ તીર્થયાત્રા રક્ષા સમિતિ, પાલડી, અમદાવાદ - ૭.
બૃહદ્ મુંબઈ શ્રી સિદ્ધગિરિ તીર્થયાત્રા રક્ષા સમિતિ, મુંબઈ - ૨.
*
* *
* *
* *
* * *
* *
* *
*
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
': ૧o૯