________________
મારે આપવાની જરૂર નથી. તમારી દષ્ટિએ કદાચ મારે સભ્યતા શીખવાની જરૂર હશે ? પરંતુ તમારે તો સાધુ ઉપર પત્ર કેમ લખાય તેચ શીખવાની જરૂર છે. ખેર.. એ વિષય તમારો છે.
“ચાતુર્માસમાં તીર્થયાત્રા કરવાનો સ્પષ્ટ નિષેધ (આવૃત્તિ ત્રણ) માં તમોએ પોસ્ટરો મેં છાપ્યા છે એ આક્ષેપ કર્યો છે કે નહિ તેનો નિર્ણય તો તમારા પ્રસ્તુત લેખના હેડીંગ ઉપરથી જ હવે સુજ્ઞવાંચકો તમને કરાવશે. આક્ષેપો જાહેરમાં કરવા અને એના આધાર (પુરાવા) જોવા માટે તમારા મકાનમાં બોલાવવાની વાત કરવી- એ કોઈપણ રીતે યોગ્ય નથી. એટલે મારે તમારે ત્યાં આવવાની જરૂર રહેતી નથી.” “નરેન્દ્રસાગરસૂરિ આધાર વગર લખતા જ નથી' એવી બોદી બડાઈઓ હાંકવાને બદલે પુરાવાઓ પૂરા પાડવાની સાધુતા દર્શાવતા જાઓ. ખાલી ચણો વધુ વગાડયા કરવાથી તમારી પોકળતા ખૂલ્લી પડી જાય છે. બીજી વાત અંગે જણાવવાનું કે આ પત્ર મળેથી ““મેં મુનિશ્રી જયદર્શન વિજયજીને “શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર' નામની બુક બહાર પાડવાની સખત ના પાડી છે ' આવું લખાણ અમારા પૂ. ગચ્છાધિપતિશ્રીએ તમારી ઉપર મોકલ્યુ હોય તે આ પત્ર મળેથી ત્રણ દિવસમાં મારી ઉપર મોકલી આપશો. એટલે એ લખાણની પ્રામાણિકતાની ચકાસણી કરીને જણાવવા યોગ્ય જણાવીશ.
જયદશન વિ. ની વંદના મારા આ પત્રનો જવાબ આજ સુધી મને મળ્યો નથી.
નરેન્દ્રસાગરસૂરિજીનો આ લેખ અને તે અંગે મેં તેમની સાથે કરેલ પત્રવ્યવહાર વાંચતા, નરેન્દ્રસાગરસૂરિજીની બીનપાયેદાર આક્ષેપો કરતા રહેવાની રોગીષ્ટ મનોદશાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. છેલ્લાં પત્રનો જવાબ કે મારા ઉપર કરેલા આક્ષેપોનો એક પણ પુરાવો તેમણે આજ સુધી મને મોકલ્યો નથી. જો લેખિત જાહેર આક્ષેપોમાં પણ પુરાવા વિના નરેન્દ્રસાગરસૂરિજી આવા હડહડતા જૂઠાણાં હાંકી શકે છે તો પછી તેમણે આજ સુધી અન્ય-અન્ય મહાપુરુષો માટે રચી કાઢેલી દ્વેષભરી કથાઓ અને મૌખિક વાર્તાલાપની વિકૃત રજુઆત જરા પણ વિશ્વસનીય બનતી નથી- એ સૌ સુજ્ઞ વિચારકો સમજી શકે છે જેને અને તેને બીજા મહાવતની યાદ વારંવાર અપાવ્યા કરતા નરેન્દ્રસાગરસૂરિજી, પોતે લીધેલું બીજું મહાવત યાદ રાખી શકતા નથી. એ તેમની ભારે કમનસીબી નથી? આ સંયોગોમાં, નરેન્દ્રસાગરસૂરિજીએ આજ સુધી જેને જેને, જેટલી જેટલી, “આપ્તસલાહો આપી છે, તે બધી આપ્તસલાહોનું પાલન પોતાના જ જીવનમાં કરી છેલ્લી જીંદગી તેઓ સુધારી લે તેવી “આપ્તસલાહ’ હું પણ તેમને આપું છું. હવે “મા સાહસ પક્ષી” નો પાઠ ભજવવાનો શોખ તેઓ વહેલી તકે છોડી દે. (જો કે અનુભવીઓ એમ કહે છે કે માણસના પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે.” છતાં નરેન્દ્રસાગરસૂરિજી પોતાની કુટેવ છોડશે તેવી આશા રાખીએ.) વિહાર કરતાં-કરતાં કીર્તિધામમાં એક મકાનમાં ભેગા રહેવાના સાહજિક પ્રસંગને (હોલ અને રૂમમાં જુદા જુદા રહ્યા હતા અને એક અક્ષરની પણ અમારા વચ્ચે વાતચીત થઈ ન હતી છતાં) જે રીતે પોતાના પત્રમાં નરેનસાગરસૂરિજીએ વિકૃત સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે, તે જોતાં, નરેન્દ્રસાગરસૂરિજીએ પોતાના ચોપડાઓમાં લખેલાં આવાં જ પ્રસંગો પણ વિકૃતિથી ખદબદતા હોવા અંગે કોઈ શંકા રહેતી નથી. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. | (જેબે પોસ્ટરોને નિમિત્ત બનાવીને નરેન્દ્રસાગરસૂરિજીએ મારા ઉપર બીનપાયેદાર, પુરા પાવિનાના આક્ષેપો કરતો લેખ લખી નાંખ્યો હતો તે બંને પોસ્ટરો પણ સુન્નવાચકોની જાણ માટે અત્રે પ્રગટ કરવામાં આવેલ છે.)
-
-
-
-
-
(૧૦૮ :
I : શ્રી જૈન શાસન (અઠવાડિક))