________________
પાલીતાણા ગિરિરાજ સોસાયટી આ. નરેદ્રસાગરસૂરિ
શાસનકંટકોદ્ધારક જૈનજ્ઞાનશાળા
૨૦૫૧ ચૈત્ર સુદી ૮ શનિ તા. ૮-૪-૯૫ મુનિરાજશ્રી જયદર્શનવિજયજી યોગ્ય લખવાનું કે ચેત્ર સુદી ૭ શુક્રવારનો ઝેરોક્ષ નકલવાળો તમારો પત્ર બે શ્રાવકો દ્વારા મળ્યો. વાંચીને થયું કે વડિલો કે પદવીધરો ઉપર પત્ર કેવી સભ્યતા-નમતા અને વિવેકભર્યો લખવો જોઈએ? તેનું જ્ઞાન તમોને તમારા વડિલોએ આપ્યું લાગતું નથી. નહિંતર-જેઓ કીર્તિધામ રૂબરૂ મળવા છતાં બોલવાની તો શું પણ સામે ધારીને જોઈ શકવાની હિંમત નહિ ધરાવનાર આત્મા આવી અસભ્યતાભર્યો પત્ર લખવાની હિંમત કયા પીઠમ્બળને પામીને કરી શકે છે? તે વિચારણીય પણ છે અને એવા પત્રનો જવાબ આપવો તે યોગ્ય નહિ માનતો હોવા છતાં વ્યવહારની ખાતર પત્રનો જવાબ આપું છું કે
મારી - ચાતુર્માસમાં તીર્થયાત્રા કરવાનો સ્પષ્ટ નિષેધ (આવૃત્તિ ત્રીજી) એ બૂકમાં મેં તમોએ પોસ્ટરો લખ્યા કે બહાર પાડવાનું નહિ જ લખ્યું હોવા છતાં મારા ઉપર તેવો ખોટો આરોપ મૂકવામાં તમારી સાધુતા ગણાય કે કેમ? તે વિચારશો અને તમોએ જે પ્રશ્નોત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર' નામની બૂક માટે “તમારા ગચ્છાધિપતિ આદિ વડીલોની સખત ના હોવા છતાં એમ જે મેં લખેલ છે. તે બરાબર જ છે અને સાથોસાથ જણાવવાનું કે - નરેન્દ્રસાગરસૂરિ, આધાર વગર લખતા જ નથી. માટે આ અંગે અહિં આવીને આધાર જોઈ જશો. બીજી વાત- મેં જે એ વાત લખી છે તે ખોટી છે એમ તમો કહેવા માંગો છો તો બોલવા-લખવામાં તમે સાચા છો' તેની પ્રતીતિ માટે આ પત્ર મળે ત્રણ દિવસમાં જ અહિં હાજર રહેલા તમારા ગચ્છાધિપતિની સહી પૂર્વકનું- “જયદર્શન વિ. એ જે ઘોર અંધકાર નામની બૂક બહાર પાડેલ છે તે માટે અમે બહાર નહિ પાડવાનું જણાવેલ નથી અને તેમાં અમારી સંમતિ છે.” લખાણ મને મોકલી આપશો. તો હું તે પ્રમાણે જાહેર કરીશ. આગ્રહ નથી.
બાકી - તમોને છાજતું જે - “મારા તીરો જયારે તમને વાગશે ત્યારે તમારી શી હાલત થશે? વગેરે લખ્યું છે તેને માટે એટલું જ જણાવવાનું કે – મનની જેટલી હોંશ હોય એટલી પૂરી કરશો. બાકી રાખશો નહિ. પણ વ્યાજ સાથે પાછું લેવાની શરતે
એજ. નરેન્દ્રસાગરસૂરિજીના આ પત્રનો જવાબ મેં અમારા સાધુ દ્વારા તેમને પહોંચાડ્યો હતો. જે અક્ષરશઃ નીચે મુજબ છે.
મહારાષ્ટ્રભુવન, પાલીતાણા
વિ. સં. ૨૦૫૧ ચૈત્ર સુદ ૯ આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજી મહારાજ !
તમારો ચેપ સુદ ૮, તા. ૮-૪-૯૫ નો લખેલ પત્ર આજે મળ્યો. વાંચીને થયું કે- મારો ચૈત્ર સુદ ૯ નો તમને મોકલેલ પત્ર મૂળ હતો કે ઝેરોક્ષનકલ હતી તે સમજવાની પણ તમારામાં શક્તિ નથી. (વાસ્તવમાં મેં તેમને એ પત્ર બ્લેક પેનથી લખીને મોકલ્યો હતો.) કીર્તિધામમાં તમે મને મળવા આવ્યા જ ન હતા, રૂમમાં ભરાઈ બેઠા હતા- આ તમારી “હિંમત’ મેં નજરે જોઈ હતી. પરંતુ આ બધી અપ્રસ્તુત વાતોનો વ્યવહારથી પણ જવાબ આપવાની ઈચ્છા નથી. તમારા લખાણો કેટલી સભ્યતા-નમતાવિવેકભર્યા હોય છે તે આખી દુનિયા જાણે છે. તમારા ચોપડાઓ વાંચનારા એનું પ્રમાણપત્ર આપશે.
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧oo,