________________
(નેકનામદાર આ. શ્રી મુક્તિચંદ્રસૂરિજીએ ચોમાસામાં ચડવાનું ઉદાહરણ પણ તમોને પુરું પાડેલ છે.” આમ લખીને આ જૂઠમતી આચાર્યશ્રીએ હદ કરી નાંખી છે. સ્વ. પૂ. આ. શ્રી વિજય મુક્તિચંદ્રસૂરીશ્વરજી મ. સા. એ અમને ચોમાસામાં (સિદ્ધગિરિ) ચડવાનું ઉદાહરણ પુરૂ પાડયું જ નથી. આ સ્વર્ગસ્થ મહાપુરુષના નામે નરેન્દ્રસાગરસૂરિજીએ ચલાવેલું આ એક હડહડતું જૂઠાણું છે. નરેન્દ્રસાગરસૂરિ આધાર વગર લખતા જ નથી.’ એવી શેખી કરનાર આ આચાર્યશ્રીને ‘વ. પૂ. આ. શ્રી. વિ. મુક્તિચંદ્ર સૂ. મ. સા. ચોમાસામાં શ્રીસિદ્ધગિરિરાજ ચડયા હતા' એવો પુરાવો રજુ કરવાનું જાહેર આમંત્રણ આપું છું. આશા રાખીએ કે તેઓ આદત મુજબ આઘાપાછા થવાનું ટાળીને પુરાવો જાહેર કરશે !)
શ્રી નરેન્દ્રસાગરસૂરિજીના ઉપરોક્ત લેખના અનુસંધાનમાં મેં એક પત્ર લખીને બે કમાવકો દ્વારા તેમને મોકલ્યો હતો, જે અક્ષરશઃ નીચે રજુ કરું છું.
મહારાષ્ટ્ર ભુવા, પાલીતાણા આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજી મહારાજ !
વિ. સં. ૨૦૫૧ ચૈત્ર સુદ ૭,
શુક્રવાર સાંજે પ-૦૦ ‘ચાતુર્માસમાં તીર્થયાત્રા કરવાનો સ્પષ્ટ નિષેધ' (ત્રીજી આવૃત્તિ) નામની પુસ્તિકામાં “શ્રી હેમંત પાલીતાણાકર આદિ ઉર્ફે મુનિશ્રી જયદર્શન વિ. ને આપ્તસલાહ' નામના તમે લખેલા લેખમાં, તમારી વરસો જૂની આદત મુજબ મારા માટે બીનપાયેદાર વાતો લખી નાંખી છે. આના અનુસંધાનમાં જણાવવાનું કે
શ્રી હેમંત પાલીતાણાકર આદિના પોસ્ટરો મેં બહાર પાડયા છે' એવા જેટલા પુરાવાઓ તમારી પાસે હોય તેટલા પુરાવાઓ અને “શ્રી નરેન્દ્રસાગરસૂરિજી લિખિત “ પ્રશ્નોત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર” નામની મેં લખેલી પુસ્તિકા બહાર પાડવામાં અમારા ગચ્છાધિપતિ આદિની સખત ના હતી'- આ વાતના પણ જેટલા પુરાવાઓ તમારી પાસે હોય તેટલા પુરાવાઓ મને ત્રણ દિવસમાં મોકલી આપશો. આ મુદતમાં જો તમે ઉપરોકત વાતોના પુરાવાઓ પૂરા પાડી શકશો નહિ, તો જૂઠ્ઠાણાં ફેલાવવાની તમારી તલપને પૂરી કરવાનો દુર્જનોને શોભે તેવો તમારો આ નીચ પ્રયાસ માત્ર છે. એ વાત સિદ્ધ થાય છે.
રાજકોટ જયરાજપ્લોટની પોષ્ટની છાપવાળા પોસ્ટરો રજુ કરવા માત્રથી જો એ પોસ્ટરો મેં બહાર પાડયા છે એમ સિદ્ધ થતું હોય, તો પાલીતાણાની પોષ્ટની છાપવાળું કોઈપણ સાહિત્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ બહાર પાડયું છે એમ તમારી માન્યતા મુજબ સિદ્ધ થશે. વિચારશો.
કો’ક તખલ્લુસના તીરો જો તમારા માટે આટલા મર્મભેદી બનતા હોય તો મારા તીરો જયારે તમને , વાગશે ત્યારે તમારી શી હાલત થશે? વિચારશો. જયારે અને ત્યારે, જેને અને તેને આપ્તસલાહો આપ્યા કરવાની ધૂનમાં તમે તમારું બીજું મહાવત ભૂલી જાઓ છો. બીજું મહાવ્રત યાદ રાખવાનું શીખતા જાઓ એવી આપ્તસલાહ હું પણ તમને આપું છું.
દ. મુનિ જયદર્શનવિજયની વંદના મારા આ પત્રનો જવાબ એક સાધુ દ્વારા નરેન્દ્રસાગરસૂરિજીએ મને મોકલ્યો હતો તેં અક્ષરશઃ અહીં રજુ કરૂં છું.
૧૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))