________________
જૂઠમતી આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજીનું પુરાવા વિનાના પોકળ આક્ષેપો કરવાનું બેજવાબદાર અને બેહૂદુ વર્તન
આચાર્યપદે બેઠાં પછી પણ પુરાવા વિનાના પોકળ આક્ષેપો કરતાં રહીને આનંદ માણવાની આદતને કાબુમાં ન રાખી શકનારા આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ, “ચાતુર્માસમાં તીર્થયાત્રા કરવાનો સ્પષ્ટ નિષેધ (ત્રીજી આવૃ ) નામની પોતાની ચોપડીના પૃષ્ઠ ૧૨૪ ઉપર લખેલા લેખમાં, મારા ઉપર બિનપાયેદાર આક્ષેપો કર્યા હતા. એ લેખનો પ્રસ્તુત વાતમાં જરૂરી અક્ષરશઃ ઉતારો અહીં રજુ કરૂં છું. શ્રી હેમંત પાલીતાણાકર આદિ ઉર્ફે મુનિશ્રી જયદર્શન વિ. ને આપ્ત સલાહ
“ચોપાસામાં સિદ્ધગિરિરાજની કે કોઈપણ તીર્થની યાત્રા ન જ થાય' એ આગમ, શાસ્ત્ર તથા સુવિહિત સામાચારીના ગઢમાં સુરંગ ચાંપવા માટે રાજકોટ જયરાજ પ્લોટની પોસ્ટની છાપવાળા હેમંત પાલીતાણાકરના બોગસ નામે ‘શત્રુંજયગિરિરાજની ચાતુર્માસયાત્રા ઉપર જૈનાચાર્યોનો સાગમટે હલ્લો. ચાતુર્માસમાં ગિરિરાજ ઉપર જિનાલયોની પ્રતિષ્ઠા થયાના ઐતિહાસિક પૂરાવા સમાન શિલાલેખો નષ્ટ કરવાનું કાવતરું? !!” એ હેડીંગ તળે માટા પોસ્ટરો રવાના કરનાર.
તેમજ “અખિલ ભારતીય શ્રી સિદ્ધાચલતીર્થયાત્રા રક્ષા સમિતિ, પાલડી, અમદાવાદ-૭’ અને ‘બૃહદ્ મુંબઈ શ્રી સિદ્ધગિરિતીર્થયાત્રા રક્ષા સમિતિ મુંબઈ-ર ના તખલ્લુસ નામે ચોમાસામાં સિદ્ધગિરિની યાત્રાનો નિષેધ કોઈ શાસ્ત્ર કર્યો નથી' એ હેડીંગતળે બીજું પણ પોસ્ટર છપાવીને છૂટે હાથે પ્રચાર કરનાર મુનિશ્રી જયદર્શનવિજયજી !
તમોએ પ્રાણના તેમજ સત્યના ભોગેય તમારા ગુરૂદેવ આ. શ્રી વિજયરવિચંદ્રસૂરિજી મ. ની આ યાત્રા પ્રકરણ અને પ્રશ્નોત્તરકર્ણિકા'ના ખોટા સમાધાનો આપવા જતાં રહી સહી આબરૂને, તેમના લખાણોને બચાવવા માટે તમારા ગચ્છાધિપતિ આદિ વડીલોની સખત ના હોવા છતાં પણ વણનોતર્યા યુદ્ધના મેદાનમાં કબાટો વાળીને કૂદી પડયા અને “શ્રી નરેન્દ્રસાગરસૂરિજી લિખિત પ્રશ્નોત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર' નામની બુક તમારી સહીથી બહાર પાડીને તમોએ શું ફળ મેળવ્યું?
તમારી તે બુકના વળતા જવાબરૂપે મારા તરફથી બહાર પડેલ “મુનિશ્રી જયદર્શનવિજયજીના ઘોર અંધકાર સામે સર્ચલાઈટ' (ગભરાટમાં આ ફુલણજી આચાર્યશ્રી પોતાની સર્ચલાઈટમાં ‘સત્યનો સેલ' મૂકવાનું સાવ જ ભૂલ ગયા છે અને એટલે જ તેમની “સર્ચલાઈટ' માં પણ નર્યો ઘોર અંધકાર જ ભર્યો છે. તેની સૌ કોઈ નોંધ લે. નામની બૂકમાંની સર્ચલાઈટોથી તમારી આંખો અંજાઈ જવાથી જે પછડાટ ખાધી અને મૂંઢમાર લાગ્યો તેની બળતરા તો આ પત્રિકાઓમાં નથી કાઢીને? જવાબ આપશો.
જય ર્શનવિજયજી! આવી રીતના તખલ્લુસ નામે પત્રિકાઓ બહાર પાડીને પ્રચારવી એમાં મર્દાનગી છે કે શિખંડી પણું? તે તમે જ વિચારી લેશો........ | (આવી પોકળ પીઠિકા બાંધી તેમણે પત્રિકાને સવાલો કર્યા છે. આગળ જતાં “વળી તમારા જ વડીલ
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૦૫)