________________
તમે લખેલ શ્રી સમ્યક્ત્વ કૌમુદીનો શ્લોક બરાબર વાંચી લીધો છે. એનો અર્થ પણ વિચારી લીધો છે. એમાં શ્રી જિનેશ્વરદેવના પૂજનનું ફળ જ દર્શાવ્યુ છે. આ શ્લોકમાં કયાંય ‘સંસારના સુખો જ મેળવવાનો ઈરાદો’ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું જ નથી. નરેન્દ્રસાગરજીને સંસ્કૃત વાંચતા નથી આવડતુ - એનો આ પૂરાવો છે. વાત કઈ ચાલે છે અને શાસ્ત્રપાઠ કયો ઉપાડી લાવે છે ? નરેન્દ્રસાગરજીને પોતાની આવી અજ્ઞાનતાનું પ્રદર્શન કરવાની હોંશ ઘણી લાગે છે ! વાસ્તવમાં પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રીની વાત પૂર્ણ શાસ્ત્રર મત જ છે, સુસિદ્ધાંતરૂપ જ છે. ‘‘સંસારના સુખો જ મેળવવાનો ઈરાદો હૃદયમાંથી નીકળ્યા પછી જ આત્મા ધર્મકરણી મોક્ષે લઈ જાય, તે પહેલા નહિ. સંસારના સુખો જ મેળવવાનો ઈરાદો હોય ત્યાં સુધી જીવ મક્ષે જાય જ નહિ.’’ છતાં આ સિદ્ધાંતને શાસ્ત્રોત્તીર્ણ અને અપસિદ્ધાંત કહેનારા નરેન્દ્રસાગરસૂરિજી મિથ્યાદનનો ભોગ બન્યા છે. શાસનદેવ તેમને સમ્યગ્દર્શન કરાવે તેવી પ્રાર્થના કરીએ.....
(૨૮) ‘યાદ રાખજો કે ધર્મ મોક્ષની અભિલાષાએ પણ કરવાનો નથી, ધર્મ તો તદ્દન નિરાશંસભ વે કરવાનો
જ છે ! '' (પૃષ્ઠ ૧૦૯)
સમાલોચના : એમ લાગે છે કે નરેન્દ્રસાગરસૂરિજી પોતાની દૈનિક આવશ્યક ક્રિયાઓમાં “લોગસ્સ અને જયવીયરાય’’ જેવા સૂત્રો બોલાતા નહિ હોય ! કારણ કે તેમાં “આરુન્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ’ વગેરે શબ્દો દ્વારા સ્પષ્ટરૂપે મોક્ષમાં અબાધક ‘આશંસા’ ઓ કરવાનું જણાવ્યું છે. મોક્ષની અભિલાષાને નરેન્દ્રસાગરસૂરિજી આશંસા માને છે ? હદ થઈ ગઈ !! હા, શાસ્ત્રકારોએ કહ્યું છે કે ઉત્તરોત્તર ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થતાં એક સમય એવો પણ આવે કે જયારે આત્માને મોક્ષની અભિલાષા પણ ન રહે. અહીં મોક્ષની અભિલાષા છોડવી પડતી નથી. છૂટી જાય છે. પણ એટલા માત્રથી મોક્ષની અભિલ ષાથી ધર્મ કરવાનો નિષેધ ન કરાય. ધર્મ તો મોક્ષની અભિલાષાથી જ કરવાનો ઉપદેશ અપાય. છતાં મોક્ષની અભિલાષાએ પણ ધર્મ કરવાનો નિષેધ કરનારા નરેન્દ્રસાગરસૂરિજી અગીતાર્થશિરોમણી છે. ભગવાનના સાધુપણાનો વેષ પહેરેલો હોવા છતાં મોક્ષની અભિલાષાના દુશ્મન બનવાની નરેન્દ્રસાગરસૂરિજીની નીતિ, તેમની ભા૨ેકર્મીપણાની સ્થિતિને સૂચવનારી છે. શાસનદેવ તેમને સત્બુદ્ધિ આપે....!
આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ પોતાની “પ્રશ્નોત્તર કર્ણિકા શુદ્ધિપ્રકાશ’’ નામની ચોપડીમાં ‘‘પ્રશ્નોત્તરકર્ણિકા’’ ની ‘શુદ્ધિ’’ ના બહાને કેટલી બધી શાસ્ત્રવિરુદ્ધ “અશુદ્ધિ’' ભરી છે, તે આપણે ઉપર જોઈ ગયા. નરેન્દ્રસાગરસૂરિજીએ પોતાની આ જ ચોપડીમાં કરેલા દાવા મુજબ લોકોને ઉન્માર્ગથી બચાવવા માટે તેઓ ‘શુદ્ધિપ્રકાશ’ પાથરે છે. બીજાના વચનોથી લોકો ઉન્માર્ગગામી બને અને તેઓનું ભવભ્રમણ વધે એની નરેન્દ્રસાગરસૂરિજી ખુબ ચિંતા કરે છે. એટલે તેમના પોતાના જ ઉપર જણાવ્યા મુજબના ઉત્સૂકાવચનોથી લોકોનું ભવભ્રમણ ન વધે તેની ચિંતા તો તેમણે ખાસ કરવી જોઈએ. છેવટે પોતાનું ભવભ્રમણ અટકાવવા માટે પણ નરેન્દ્રસાગરસૂરિજીએ પોતાના ઉત્સૂત્રલેખનનું પ્રાયશ્ચિત કરીને જાહેરમાં ‘મિચ્છામિ દુક્કડં’ માંગવો જોઈએ. આવી ‘આપ્તસલાહ' તેઓ બીજાને વારંવાર આપી ચૂકયા છે. હવે તેમની ‘આપ્તસલાહ’ નો તેમણે પોતે જ અમલ કરવો પડે તેવો સમય આવી ગયો છે. નરેન્દ્રસાગરસૂરિજીમાં ભવભીરૂતા હશે તો જરૂર તેઓ શરમ રાખ્યા વિના અમલ કરશે જ. જો તેઓ પોતાના ઉત્સૂત્રોનું પરિમાર્જન-પ્રાયશ્ચિત નહિ કરશ તો કોઈ વિચિત્ર દુર્ભાવનાથી પીડાઈને તેઓ ‘શુદ્ધિપ્રકાશ’ લખી રહ્યા છે પરંતુ શુદ્ધભાવથી નહિ- એ વાત સિદ્ધ થશે.
૧૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)