________________
વગેરે અલગ ને દ્વારિકાનગરીની અંદર અને બહાર વસાવવાની હઠ નરેન્દ્રસાગરસૂરિજી લઈ બેઠાં છે. તેમની આ જડતાને દૂર કરવાનું કામ અઘરું છે. ૧૦૮ x ૧૩૨ x ૧,૦૦,૦૦,૦૦૦ (એક કરોડ) = ૧૪, ૨૫, ૬૦,00,00,000 આ નરેન્દ્રસાગરસૂરિજીનું ગણિત ખોટું છે. આમાં એક મીંડું વધારાનું ચઢાવી દીધું છે. શુદ્ધિપ્રકાશના ઘોર અંધકારમાં મેં આ બાબતમાં તેમનું ધ્યાન દોર્યું હતું. છતાં તેમણે પોતાની “સર્ચલાઈટ’ માં ફરી પાછી એ જ ખોટી ગણતરી પકડી રાખી છે. પોતાનું ખોટું ગણિત સિદ્ધ કરવા માટે તેમણે પોતાનું નવું ગણિત રચવું પડશે! ગણિતના રસિયાઓને એક “ભેજાગેપ ગણતજ્ઞ” નું તરંગીગણિત માણવાની કદાચ તક મળશે!. (૨૫) “ચંદ્રને કલ્પસૂત્ર આદિમાં “સમુદ્રોદગપૂરગં-જલધિવેલાવર્ધક' એવુંવિશેષણ આપેલ હોવાથી યાદવવંશરૂપ
સમુદ્રમાં ભરતી લાવનાર ચંદ્ર સમાન એવા અર્થને બદલે ‘સમુદ્રમાંથી જન્મેલ’ એવો ખોટો અર્થ કરીને તેના
ઉપર કલ્પનાનો મહેલ ચણનાર આ આચાર્યશ્રીએ શું આ પાઠો નહિ જોયા હોય?” (પૃષ્ઠ ૯૭) સમાલોચના : પ્રશ્નોત્તરકર્ણિકા' ના પૃષ્ઠ ૨૪૭ ઉપર ‘યદુવંશસમુદ્રન્દુ’ આ પદનો અર્થ શું થાય-તેવી ચર્ચા જ નથી, એ પદમાં વાપરવામાં આવેલ ઉપમાની ચર્ચા થઈ છે. છતાં અભણશિશુ નરેન્દ્રસાગરજી “એ પદનો અર્થ શું થાય' તેવી ચર્ચા કરીને કલ્પનાનો મહેલ ચણી રહ્યા છે. ઠીક છે, આ શિશુ છે. એટલે આપણે તેમની આ જડતાની ઉપેક્ષા કરીએ છીએ. બાકી નરેન્દ્રસાગરસૂરિજી આટલી મોટી ઉંમરે પણ શિશુપણામાં જ રહે છે અને શિશુક્રિડ કરતા રહે છે. તે તેમના માટે ખૂબ જ શરમજનક કહેવાય! (૨૬) “ગૃહસ્થો વ્રત, તપ, જપ, પૂજા આદિ જે કોઈ અનુષ્ઠાન કરે તેમાં આ લોકના સુખોની વાંછના
રાખવાની નહિ હોવા છતાં મુખ્યતાએ અને ગૌણતાએ રહેલી જ હોય છે. (પૃષ્ઠ ૯૮) સમાલોચના : નરેન્દ્રસાગરસૂરિજીને આ પુસ્તકનું ૯૮મું પાનું લખતી વખતે નવમા પાને પોતે શું લખ્યું છે તે યાદ રહેતું નથી. આટલી બધી સ્મૃતિહીનતાવાળા માણસો ખંડનના રસ્તે જાય તો હાડકાં ભાંગી જાય. તેની નરેન્દ્રસાગરજીને ખબર હોય એમ લાગતું નથી. તેમણે નવમાં પાને લખ્યું છે કે “સદ્ધયસ્તુ મોક્ષાર્થવ વિદતતિ પુÀä તપસ્થત ' (સબુદ્ધિવાળા તો મોક્ષ માટે જ આ વિહિત છે એવી બુદ્ધિથી જ તપ કરે છે) અને અહીં ઉપર “ગૃહસ્થો તપ વગેરે કરે તેમાં આ લોકના સુખની વાંછના તેઓને મુખ્ય કે ગૌણરૂપે રહેલી જ હોય છે.” એમ ફરમાવે છે. નરેન્દ્રસાગરજીનો આવો ઉસૂત્રપ્રેમ જોતાં તો લાગે છે કે તેઓએ હજી જૈન સિધ્ધાંતની બારાખડી પણ નવેસરથી ગીતાર્થ ગુરુભગવંત પાસે ભણવાની જરૂર છે. આ લોકના સુખના દલાલ આ અભણશિશુની ઠોકાઠોક સ્વીકારી લઈએ પોતાનો સંસાર વધારવાનું જોખમ કોઈ પણ ભવભીરૂ આત્માએ લેવા જેવું નથી. (૨૭) “સંસારના સુખો જ મેળવવાનો ઈરાદો હોય તો તે ત્રણ કાળ પૂજા, અસંખ્ય ભવો સુધી કરે તો પણ
તે જીવ મોક્ષે ન જાય” એમ તદ્દન શાસ્ત્રોત્તીર્ણ સિદ્ધાંત બાંધનાર આચાર્યશ્રીના અનુયાયીઓએ - पुष्पात् पूज्यपदं जलाद्विमलता सद्धपधुमाद् द्विषद् वृन्दध्वं सविधिस्तमोऽपहननं दीप घृतस्निग्धता । क्षेमं चाक्षतपात्रतः सुरभिता वासात् फलाद्रुपता नृणां पूजनमष्टधा fનન પતરીવિત્યંતળ્યું એ સખ્યત્વકૌમુદીનો શ્લોક અને તેના અર્થની વિચારણા કરવી. તેમાં આ લોકના સુખો દર્શાવ્યા છે કે મોક્ષનાં? તે પણ સાથોસાથ વિચારવું અને આવા અપસિદ્ધાંતને
અપ સિદ્ધાંત તરીકે જાહેર કરવો ઘટે છે.” (પૃષ્ઠ ૯૮) સમાલોચના : સંસારના સુખરૂપી કોલસાની દલાલી કરવા નીકળી પડેલા નવામતી નરેન્દ્રસાગરસૂરિજી !
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૦૩