________________
નરેન્દ્રસાગરસૂરિજી જાણી જોઈને આડા ફાંટે છે. સરળ એવા અજ્ઞાનીનો ઈલાજ થાય, અનાડી અજ્ઞાનીનો કોઈ ઈલાજ નથી. (૨૨) “જેમ અનાજ પાકી ગયું હોય અને તે લીલા છોડ ઉપરથી કાપીને લવાયું હોય છે તે ઘઉં, બાજરી,
જુવાર, મગ, મઠ, અડદ આદિ આયંબિલમાં ખપે છે તેમ કેરડાં પરિપક્વ થઈ ગયા પછી લીલા ઝાડ
પરથી ઉતારેલા હોય તો શું વાંધો?” (પૃષ્ઠ ૮૮) સમાલોચના : અનાજ પાકી ગયુ હોય અને છોડ લીલો રહે: આવો ચમત્કાર તો નરેન્દ્રસાગરજીની ચોપડીમાં જ વાંચવા મળે ! ઘઉં વગેરે અનાજ લીલા છોડ પરથી કાપીને લાવવામાં આવે છે કે કેમ ? તેની કોઈ ખેડૂત પાસે જાણકારી મેળવ્યા પછી નરેન્દ્રસાગરજીએ ઉપરનું લખાણ કર્યું હોત તો ખેડૂત કરતાં પણ મૂર્ખ ઠરવાની સ્થિતિમાં તેઓ મૂકાયા ન હોત. એમના ગુરુઓએ એમને આયંબિલમાં કેરડાં વાપરવાની રજા આપી હોય તો તેમણે પોતાના પૂરતી રાખવી જોઈએ. પણ કેરડાંની વાતના બહાને પોતાનું ખેતીવિજ્ઞાન જાહેર કરવા જતાં પોતાનું શિશુત્વ જાહેર થઈ જાય છે તેનો તેમણે ખ્યાલ રાખવાની જરૂર હતી. (૨૩) “ચૌદ લાખ સાધારણ વનસ્પતિ' તરીકે ગણાતી એવી સૂક્ષ્મ અને બાદર નિગોદમાંના સૂક્ષ્મજીવોની
હિંસા નથી થતી, પણ તે જીવોની સાથે કે તે જીવોને પરસ્પર સંઘન-કિલામણા આદિનો પ્રસંગ
ખરો કે નહિ ? અને તે રૂપ વિરાધનાનો સંભવ ખરો કે નહિ ? અને તેની વિરાધના ન થાય * તેની કાળજી વ્રતધારીઓએ રાખવાની કે નહિ? આ બધી વાતોના વિચારને અવકાશ આપ્યા - વગરનું જ તેઓશ્રીનું લખાણ છે.'(પૃષ્ઠ ૯૦) સમાલોચના : સૂક્ષ્મ અને બાદરનિગોદમાંની સૂક્ષ્મ નિગોદની સમજ “જીવ વિચાર' ભણેલા વિદ્યાર્થીને પણ નરેન્દ્રસાગરજી કરતા સારી હોય છે. “જીવવિચાર'ના સિદ્ધાંત મુજબ એ સૂક્ષ્મ નિગોદના જીવોને આપણે સંઘટ્ટન કિલામણા પહોંચાડી શકતા નથી. તેથી તેની વિરાધનાનો પણ સંભવ જ નથી. એટલે વ્રતધારીઓએ એવી કલ્પિત વિરાધનાથી બચવાની કાળજી પણ રાખવાની હોય જ કયાંથી? ઉપરના લખાવાથી “સૂક્ષ્મ અને બાદર નિગોદમાંની સૂક્ષ્મ નિગોદના પણ જીવોની સંઘટ્ટન-કિલામણારૂપવિરાધના (!) થી બચવાની કાળજી વ્રતધારીઓએ રાખવાની છે” આવો શાસ્ત્રવિરુદ્ધ નવો ધર્મ નરેન્દ્રસાગરસૂરિજી સ્થાપી રહ્યા છે. તેમના આ નવા ધર્મનો સિદ્ધાંત જૈનધર્મને માન્ય નથી. માટે નવામતી નરેન્દ્રસાગરસૂરિજીનો ભવવત ક, શાસ્ત્રદ્રોહી, પરંપરા ઉત્થાપક આ સિદ્ધાંત કોઈપણ જૈનોએ માનવા-આચરવા લાયક રહેતો નથી. જીવવિયારમાં બતાવેલ સૂક્ષ્મ નિગોદની સમજ ભગવાનના ધર્મની છે. નરેન્દ્રસાગરસૂરિજી સૂક્ષ્મનિગોદના નામે ઉપર જે વાત કરી રહ્યા છે, તેમાં નર્યું અજ્ઞાન અને ઉત્સુત્ર ભરેલું પડયું છે. જૈનસિદ્ધાંતને ઉત્થાપવાના કુછંદે ચઢેલા નરેન્દ્રસાગરજી ભાવદયાને પાત્ર છે. (૨૪) “૧૦૮ પુરુષો જેમાં હોય તેને એક કુલ કહેવાય. આવા ૧૩૨ કુલક્રોડનો જનસંહાર થવા પામ્યો
હતો. એટલે ૧૪, ૨૫, ૬૦,૦૦,૦૦,૦૦૦ આટલા તો યાદવવંશી પુરુષોનો જ સંહાર
દ્વૈપાયનઋષિએ અગ્નિમાં બાળી નાંખવા પૂર્વક કર્યો હતો !” (પૃષ્ઠ ૯૬) સમાલોચના દ્વારિકાદાહ સમયની કુલકોટિની ગણતરી કરવાની નરેન્દ્રસાગરસૂરિજીની રીત તદ્દન અવ્યવહારુ છે. આજના કહેવાતા વિશ્વની જનસંખ્યા કરતા કેઈ ઘણાં (તેમણે ગણી કાઢેલી ગણતરી મુજબ ૧૪૨૫ અબજ અને ૬૦ કરોડ) ફક્ત યાદવવંશી પુરુષો (યાદવવંશી સ્ત્રીઓ વગેરે અને અન્યવંશી મનુષ્યો તિર્યંચો
૧૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) )