________________
(ખાસ આવશ્યકતા હોવાની નરેન્દ્રસાગરજીની વાત તેમના “આગમવ્યવહારી'ની સ્પષ્ટ સમજના અભાવને આભારી છે. અમારે તેવી આવશ્યકતા રહેતી નથી. કુર્માપુત્ર ચરિત્રનો શાસ્ત્રપાઠ જોયા પછી પણ શાસ્ત્રીય આધારની ખાસ આવશ્યકતા જોનારા નરેન્દ્રસાગરસૂરિજીના શાસ્ત્ર ઉપરના બહુમાન વિશે કશું કહેવા જેવું રહેતું નથી. (૧૯) “જિનનામકર્મ નિકાચિત કરેલ આત્માઓનો ત્રીજે ભવે અવશ્ય મોક્ષ થાય જ અને એવા જીવો આ
અઢીદ્વિપના મળીને શ્રી અજિતનાથ સ્વામીના સમકાળે ઉત્કૃષ્ટ ૧૭૦ હતા.” (પૃ. ૮૨-૮૩) સમાલોચના : મહાવિદેહક્ષેત્રમાં ભાવજિનનો સર્વથા વિરહ હોતો નથી. વિહરમાન તીર્થકર ભગવાન મોક્ષમાં પધારે એટલે (સર્વધા વિરહ ન થાય તે માટે) અન્ય છઘસ્થ તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન થાય જ. શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં અઢીદ્વિપના મળીને શ્રી તીર્થકર ભગવંતો ઉત્કૃષ્ટા ૧૦૦ હતા એ વાત સાચી છે. પરંતુ નરેન્દ્રસાગરસૂરિજીના લખવા મુજબ “જિમનામ કર્મ નિકાચિત કરેલ આત્માઓ ઉત્કૃષ્ટા ૧૦૦ હતા''. એવું વિધાન હડહડતુ ઉત્સુક છે. પોતાની આ શાસ્ત્રવિરુદ્ધ માન્યતાને સિદ્ધ કરવા માટે નરેન્દ્રસાગરજી શાસ્ત્રપાઠ રજુ કરે. જિનનામકર્મ નિકાચિત કરેલ આત્માઓની સંખ્યા અને અઢીદ્વિપના મળીને સમકાળે ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થકર ભગવંતો હોવાઃ આ બે વાત વચ્ચેના તફાવતને આચાર્ય બન્યા પછી પણ નરેન્દ્રસાગરજી સમજી શકતા નથી. એ તેમની અગીતાર્થતાનું ચોકખુ પ્રમાણપત્ર છે! (૨૦) “આત્માને અરિહંતપણાની પ્રાપ્તિ, ચાર ઘાતિકર્મના ક્ષય સિવાય થતી જ નથી.” (પૃષ્ઠ ૮૫) સમાલોચના : ચાર ચાતીકર્મનો ક્ષય તો સામાન્ય કેવળીને પણ હોય છે. છતાં તેમને શાસ્ત્રકારો “અરિહંત' કહીને ન ઓળખાવતા “સામાન્ય કેવળી' તરીકે ઓળખાવે છે. તીર્થકરનામકર્મ ઉપાર્જન કર્યું હોય તેવા આત્માના ચાર ઘાતકર્મખપ્યા હોય કે ન ખપ્યા હોય તો પણ તીર્થકરના ભવમાં તે આત્મા અરિહંત' તરીકે જ ઓળખાય. એટલા માટે જ તો લગવાન માતાના ગર્ભમાં હોય ત્યારે ય શકેન્દ્ર “નમુત્યુ ણે અરિહંતાણં” સૂત્ર દ્વારા તે તારકની ‘અરિહંત' કહીને સ્તુતિ કરે છે. નરેન્દ્રસાગરજીના મંતે શક્રેન્દ્ર ભગવાન ચારધાતકર્મ ખપાવે નહિ ત્યાં સુધી “અરિહંત' કહીને તેમની સ્તુતિ કરવાની ઉતાવળ ન કરવી જોઈએ! નરેન્દ્રસાગરસૂરિજી એટલા બધા અભણ અને જ છે કે તીર્થકર, અરિહંત, જિનેશ્વર.... વગેરે શબ્દો પર્યાયવાચી શબ્દો તરીકે શાસ્ત્રકારો વાપરે છે. – એટલું પણ તેઓ સમજી શકતા નથી? (૨૧) “કોઈપણ શાસ્ત્રમાં તીર્થકર નામકર્મના ઉદયથી આત્માને અરિહંતપણું પ્રાપ્ત થાય છે. એવું પ્રતિપાદન
કરેલ જ નથી.” પૃષ્ઠ ૮૫ ઉપર આમ લખીને પૃષ્ઠ ૮૬ ઉપર નરેન્દ્રસાગરાચાર્ય ફરમાવે છે કે“ooox તીર્થકર નામકર્મના ઉદયથી તીર્થકરત્વ, ત્રિભુવનપૂજ્યત્વ, અષ્ટમહાપ્રાતિહાર્યપદા પ્રાપ્તિ,
૩૪ અતિશય સંપન્નતા આદિની પ્રાપ્તિ થાય છે. આ માટે નીચેના શાસ્ત્રપાઠ જૂઓ......” સમાલોચના : નરેન્દ્રસાગરસૂરિજીના આ પરસ્પર વિરોધી વચનો જોતાં તેમનુ ખસી ગયું હોય તેમ લાગે છે. એક બાજુ “કોઈપણ શાસ્ત્રમાં તીર્થકર નામકર્મના ઉદયથી આત્માને અરિહંતપણું પ્રાપ્ત થાય તેમ કહ્યું જ નથી.” આવું કહેનારા નરેન્દ્રસાગરજી “અષ્ટમહાપ્રાતિહાર્ય સ્વરૂપ અરિહંતના ગુણોની પ્રાપ્તિ તીર્થકર નામકર્મના ઉદયથી થાય છે.” આ વાતની સિદ્ધિ માટે શ્રી તત્ત્વાર્થસૂત્ર અને શ્રી પંચસંગ્રહના પાઠો આપે છે. અરિહંત અને તીર્થકર આ બંને શબ્દો અલગ અલગ વ્યક્તિને ઓળખાવનારા શબ્દો નથી પણ પર્યાયવાચી શબ્દો છે. આ વાત નહિ સમજનારા આ “શિશુ એ અર્થહીન લાંબો લવારો કર્યો છે. અરિહંતોની બાહ્યવિભૂતિ અને આંતરવિભૂતિના ભેદ પાડીને પૂ. પ્રશ્નોત્તરકારશ્રીએ સ્પષ્ટ સમજ આપેલી હોવા છતાં અનાડીશિશુ
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૦૧