________________
(૧૬) “ યો યદ્યારે તમે, વિતતાજ્ઞવનંવિત ! નામ "વત્સવ, સુરી શીતસુરી
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ-“શીલસુંદરી' એ વિશેષણથી “સુંદરીને બ્રહ્મચારિણી'
જણાવે છે!” (પૃષ્ઠ-૭૬) સમાલોચના: નરેન્દ્રસાગરસૂરિજીની ભાષામાં આને ‘નરેન્દ્રસાગરસૂરિનુંવિર્ભાગજ્ઞાન” કહેવાય. હા, આવા પ્રસંગે નરેન્દ્રસાગરસૂરિજી જેને અને તેને વિર્ભાગજ્ઞાની કહી દે છે.) શાસ્ત્રકારોના નામે જુઠાણું હાંકવાનો નરેન્દ્રસાગરજીનો આ એક વધુ પ્રયાસ છે.” શીલસુંદરી વિશેષણથી સુંદરીને બ્રહ્મચારિણી જાણવી એવું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે કયા શાસ્ત્રમાં જણાવ્યું છે તે જાહેર કરવાનું નરેન્દ્રસાગરસૂરિજીને અમારું આમંત્રણ છે. શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રની સ્વોપજ્ઞટીકા નરેન્દ્રસાગરસૂરિજી પાસે હોય તો છૂપાવે નહિ, જાહેર કરી દે. બાકી નરેન્દ્રસાગરસૂરિજી પોતે “શીલસુંદરી' નો અર્થ “બ્રહ્મચારિણી કરતા હોય તો, “ભરફેસર' ની સઝાયમાં સુલતા આદિબધી મહાસતીઓને અકલંકશીલકલિત' જણાવી છે. ત્યાં તેઓશું અર્થકરે છે? બધી મહાસતીઓને બ્રહ્મચારિણી બનાવી દેશે? ભલુ પૂછવું આ નરેન્દ્રસાગરસૂરિજીનું! પોતાની હઠ પૂરી કરવા માટે તેઓ બધું કરી છૂટે તેવા છે! (૧૭) “બ્રાહ્મી તથા સુંદરી બંને બાલબ્રહ્મચારિણી મહાસતીઓ જ હતી; પરંતુ પરણિત હતી જ નહિ.”
(પૃષ્ઠ. ૭૮). સમાલોચના: સેનપ્રશ્ન માં પૂ. આ. શ્રી વિજયસેન સૂ. મ. સા. સ્પષ્ટ શબ્દોમાં કૃતિ દ્વાહિકા' લખીને બ્રાહ્મી-સુંદરી બાલબ્રહ્મચારિણી ન હોવાનું જણાવે છે. આટલો સ્પષ્ટ પાઠ હોવા છતાં નન્દ્રસાગરસૂરિજી | બંને મહાસતીઓને “જ' કારપૂર્વક બાલબ્રહ્મચારિણી જણાવી રહ્યા છે. “બ્રાહ્યી-સુંદરી બાલબ્રહ્મચારિણી હતા” એવો શાસ્ત્રપાઠ તેઓ રજુ કરી શકતા નથી. ઉપરથી ‘સેનપ્રશ્ન ના શાસ્ત્રપાઠ સામે લાંબો લાંબો અર્થહીન લવારો કર્યા કરે છે અને પૂ. આ. શ્રી વિજયસેનસૂ. મ. ઉપર “મહાપુણ્યપાત્રો ગંભીર અન્યાય કરનારા' એવો આક્ષેપ કરે છે. પૂ. સેન સૂ. મ. કરતા પણ પોતાની જાતને વધુ વિદ્વાન અને ડાહી માનનારા આ અનાડી શિશુના ઉન્મત્તપ્રતાપને કોઈએ ધ્યાનમાં લેવાની જરૂર નથી. નરેન્દ્રસાગરસૂરિજ ના પિતાગુરુ સ્વ. હંસસાગરજીએ પણ “કલ્યાણસમાધાન શુદ્ધિપ્રકાશ' માં “બ્રાહ્મી-સુંદરી પરણેલાં હતાં” આ વાતનું જોરદાર પ્રતિપાદન કર્યું છે. આ અનાડી શિશુ બાપની વાતને પણ ઠોકર મારે છે. પિતાગુરુના શિશુ' તરીકે પોતાની જાતને ઓળખાવનાર નરેન્દ્રસાગરસૂરિજીની આ પિતૃભક્તિ' અતિવિલક્ષણ છે. (૧૮) “ભાવચારિત્રી એવા કુમપુત્ર કેવળી, અજ્ઞાતવૃત્તિએ ગૃહસ્થવેષે કેવી રીતે રહી શકયા? પોતાના
માટે કરેલી ચીજોનો ભોગવટો જો છોડી દે તો માતા-પિતાને તેની જાણ થાય કે નહિ? અને ‘આ કેમ નથી લીધુ?” એમ પૂછે ખરા કે નહિ? કેવળી થયા છતાં શું ગૃહસ્થના ભોજનમાં ગૃહસ્થીની સાથે જમવા બેસતા હતા? નિરવદ્ય આહાર અને પાણીની વ્યવસ્થા કેવી રીતે થતી હશે? ઈત્યાદિ પ્રશ્નો અણઉકેલ રહે છે અને તેથી આ કુર્માપુત્ર કેવળી અંગે શાસ્ત્રીય આધારની ખાસ આવશ્યકતા ગણાય.”
(પૃષ્ઠ ૭૯) સમાલોચના કેવળજ્ઞાની ભગવંતોની બધી પ્રવૃત્તિ કેવળજ્ઞાનમાં નિયત થયા મુજબની હોય છે. તે તારકોની પ્રવૃત્તિ ઈચ્છાજન્ય હોતી નથી. કેવળજ્ઞાની ભગવંતો આગમવ્યવહારી પણ કહેવાય છે. બાગમવ્યવહારીની પ્રવૃત્તિ વિશે પ્રશ્ન ઉઠાવવાનો હોતો જ નથી. નરેન્દ્રસાગરસૂરિજી “શિશુ અને અજ્ઞાન હોવાથી ઉપર મુજબ પ્રશ્નો ઉઠાવે છે. પછી એ પ્રશ્નો અણઉકેલ રહે તેમાં કોઈ શું કરે? કુર્માપુત્ર કેવળી અંગે શાસ્ત્રીય આધારની
૧૦૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) )