________________
(અરે, ખુદ નરેન્દ્રસાગરજી પણ ચાલુ વરસાદે આવતા શ્રાવકો આગળ વ્યાખ્યાન આપતા મોટા થયા છે. હવે છેલ્લી ઉંમરે આ પરંપરાને ઉત્થાપવાના ધંધે તેઓ લાગી ગયા કે શું? (આવો પરંપરાઉત્થાપક નવો પંથ હજી નરેન્દ્રસાગરજીએ શરૂ કર્યો છે કે નહિ-તેની ખબર નથી. પણ પછાતમતીની સાથે નવામતીનો “યંદ્રક મેળવવા | માટે તેઓ આ પરાક્રમ પણ કરી નાંખે તેવા “હિંમતબાજ’ છે ખરા !) (૭) જયારે ચોમાસી પૂનમની હતી ત્યારે વદ ૧ ના વિહાર અને સિદ્ધગિરિની યાત્રા થતી હતી.” (પૃષ્ઠ. ૫૪) સમાલોચના : જયારે ચોમાસી પૂનમની હતી ત્યારે કારતક વદ ૧ ના વિહાર શરૂ થતો હતો તે તો બધા ગીતાર્થો જાણે છે. પણ વિહાર ભેગી શ્રી સિદ્ધિગિરિજીની યાત્રાને પણ કારતક વદ ૧ ના ઘસડી જનારા નરેન્દ્રસાગરસૂરિજી, “કારતક વદ ૧ ના સિદ્ધગિરિની યાત્રા થતી હતી'' તેવો શાસ્ત્રપાઠ વહેલી તકે જાહેર કરે-અમારું જાહેર આમંત્રણ છે. (૮) “તીર્થકર ભગવંતોને તીર્થકર નામકર્મનો ઉદય ‘દેશના દ્વારા જ ખપે તેવું એકાંત નથી અને તેથી “રજ
પહેલી અને છેલ્લી પૌરૂષીએ દેશના આપવી પડે જ તેવો પણ એકાંત શાસ્ત્રમાં કોઈપણ સ્થળે જણાવેલ નહિ હોવાથી “રોજ છ કલાક દેશના દેવાની હોય છે તે તેઓશ્રી (પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ મ.) ની વાત,
તદ્દન શાસ્ત્ર અનપેક્ષ છે.” (પૃષ્ઠ. ૬૫) સમાલોચના : પોતાના ઘરના છિદ્રોને ઢાંકવા માટે બીજાના ઘરમાં છિદ્રો પાડવાની ટેવ ધરાવતા નરેન્દ્રસાગરસૂરિજીને સ્વ. સાગરાનંદસૂરિજી મ. ના કેટલાક વિધાનોની ભેટ આપું છું:
“રોજ બે પહોર જોજનગામિની વાણી. એક યોજન સુધી અવાજ જનારી વાણીએ રોજ છ-સાત કલાક દેશના 900% છ સાત કલાક રોજની દેશના દે છે. 90% દરરોજ એક સરખી જિંદગી સુધી દેશના દેવી 9000% રોજ છ સાત કલાક યોજનગામિની દેશના થાય ત્યારે તીર્થકર નામકર્મ ખપે.” (આગમોદ્ધારક પ્રવચનશ્રેણી ભા-૨ પૃ-૪૦૧) - સ્વ. સાગરજી મ. ના આ વિધાનો અને ઉપરનું નરેન્દ્રસાગરસૂરિજીનું વિધાન જોતા, સ્વ સાગરજી ., ની વાતને નરેન્દ્રસાગરજી “તદ્દન શાસ્ત્ર અનપેક્ષ' કહે છે. એ સિદ્ધ થાય છે. છતાં સ્વ. સાગરજી મ. ના તે વિધાનો સામે આંખ આડા કાન કરવા અને કવિકુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિ સૂ. મ., પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ. મ. આદિના વિધાનોને આગળ કરીને શેરીનાં ચોક્કસ પ્રાણીની જેમ પાછળ પડી જવું: નરેન્દ્રસાગરસૂરિજીની સાવી કઢંગીનીતિ તેમના કુલ અને ખાનદાનીને શોભે તેવી હોવાથી આપણા માટે સર્વથા ઉપેક્ષણીય બને છે. આમાં ફક્ત નોંધપાત્ર ઘટના એટલી જ છે કે નરેન્દ્રસાગરજીની ભાષામાં “તદ્દન શાસ્ત્ર અનપેક્ષ-તદ્દન અશાસ્ત્રીય અને શાસ્ત્રના રહસ્યાર્થના જ્ઞાનના અભાવવાળા” ગણાતા વિધાનો, આગમોદ્ધારક કહેવાતા સ્વ. સાગરજી મ. આરામથી હાંકી શકતા હતા એ વાત નરેન્દ્રસાગરજીના ભાંગફોડિયા સ્વભાવના કારણે જાહેર થઈ ગઈ. (નરેન્દ્રસાગરજીએ ઘણી મહેનતે વિકસાવેલી વિશિષ્ટભાષા' માં આવા પ્રસંગને તેઓ મારવાડણની અભદ્રલાજ' કહે છે.)
વાસ્તવમાં “શ્રી તીર્થકર ભગવંતો દરરોજ બે પ્રહર દેશના આપે છે.” આ વાત સંપૂર્ણ શાસ્ત્રીય જ છે. શ્રી તત્ત્વાર્થકારિકા' ની શ્રી હરિભદ્ર સૂ. મ.ની ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે “મત્ર હ્યામ - તીર્થકરઃ પ્રતિવસTદાં વર્ષમાં જ પૌરુષ ઘર્મનાથ રોતિ '' “આ આગમવચન છે કે શ્રી તીર્થકર ભગવંત દરરોજ પહેલાં અને છેલ્લા પ્રહરમાં ધર્મકથા કરે છે, દેશના આપે છે.” નરેન્દ્રસાગરસૂરિજી પોતાના
૧૬૬ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક))