________________
સમાલોચના : સાતક્ષેત્રમાંના સાધુ-સાધ્વીક્ષેત્રનું દ્રવ્ય, સાધુ-સાધ્વીની આપત્તિ નિવારવા વગેરે કાર્યોમાં વાપરવાનું જણાવતું સેનપ્રશ્ન” નું સમાધાન શાસ્ત્રીય જ છે. પણ આ પ્રશ્નોત્તરને આગળ કરીને-ગુરુપૂજનનું દ્રવ્ય પણ સાધુ સાધ્વીના વૈયાવચ્ચમાં લઈ જવાનો હઠાગ્રહ રાખીને નરેન્દ્રસાગરસૂરિજી પૂ. આ. શ્રી સેન સુ.મ.ની આશ તના કરી રહ્યા છે. શાસ્ત્રોમાંથી “ગુરુ પૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં લઈ જવાય.” એવો પાઠ મળતો નથી એટલે નરેન્દ્રસાગરસૂરિજી ગમેતેમ ઠોકાઠોક કરી રહ્યા છે. પોતાના અભિનિવેશને શાસ્ત્રીય બનાવી દેવા મ ટે શાસ્ત્રપાઠને અસંગત રીતે રજુ કરી દેવામાં નરેન્દ્રસાગરજી શરમાતા નથી. ગુરુપૂજનના દ્રવ્યની ચર્ચામાં “સેનપ્રશ્નને આડું ધરનારા તેઓ, બ્રાહ્મી-સુંદરી વિવાહિતા હતાં' એવા “સેનપ્રશ્ન” ના સમાધાન સામે કોઈ પણ સબળ આધાર વિના એલફેલ લખી નાંખે છે. - આ નરેન્દ્રસાગરસૂરિજીની નિર્લજ્જતાની પરાકાષ્ટા છે. પૂ.આ.શ્રી સેન સૂ. મ. ની આવી વિચિત્ર “ભક્તિ કરવાની નરેન્દ્રસાગરજી ની રીત, વિજયષી-સાગરને શોભે તેવી જ છે! (૫) “દીક્ષા લીધા પછી ભગવંતની કાયા સુશોભિત લાગે તેવી રીતના વાળની વૃદ્ધિ થયા પછી “અવસ્થિતતા”
સ્વભાવમાં = વધઘટના સ્વભાવ રહિતની સ્થિતિમાં તે વાળ, ઈન્દ્ર મહારાજના વજપ્રયોગથી થવા
પામે છે!” (પૃષ્ઠ ૩૪) સમાલોચના : શ્રીવીતરાગસ્તોત્રની વૃત્તિ-ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે “હે ભગવન્, આપના મસ્તકના વાળ, રોમરાજી, નખ અને દાઢી-મૂંછના વાળની અવસ્થિતિ દીક્ષા અવસરે (ઈન્દ્ર મહારાજાના વજદ્વારા) જે રીતે રચવામાં આવે છે તે તેમ જ રહે છે, વધતા નથી.” (ભગવાનનો આ અતિશય કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પ્રગટ થાય છે એવો મતાંતર અહીં યાદ રાખવો.) આટલો સ્પષ્ટ શાસ્ત્રપાઠ હોવા છતાં, આ જ શાસ્ત્રપાઠ પોતાની ચોપડી માં છાપેલો હોવા છતાં, “દીક્ષા લીધા પછી પણ વાળની વૃદ્ધિ થવા” ની ખોટી વાત શ્રી વીતરાગસ્તોત્રની ટીકાના નામે જ પકડી રાખતા નરેન્દ્રસાગરસૂરિજીનો ઉસૂત્રપ્રેમ સીમાતીત છે. (ઉસૂત્રભાષી, મારે કર્મી, ભવરસિક, સંસારાભિનંદી, અનુપાસિત ગુરૂકૂળવાળા, જૈનશાસ્ત્ર અને સામાચારી ઉત્થાપક, કૂપમંડૂક તુલ્ય, મૂર્ખ, મૂર્ણાનંદ જેવા પોતાને જ લાગુ પડતા વિશેષણો બીજાના નામે ચઢાવી દેવાની નરેન્દ્રસાગરજીને કુટેવ પડી ગઈ છે. આ જનમમાં તો આ તેમની કુટેવ સુધરે તેવા કોઈ લક્ષણો જણાતા નથી.) પોતે જ રજુ કરેલો શાસ્ત્રપાઠ પોતાના જ વિધાનનું શાસ્ત્રીયખંડન કરે છે એટલું પણ ખંડનના મદમાં ભાન ભૂલેલા નરેન્દ્રસાગરજી જોઈ શકતા નથી. તેમની આવી વિષમ અને કરૂણ સ્થિતિ માટે નરેન્દ્રસાગરજીની ભાવદયા ચિંતવવા સિવાય બીજો ઉપાય નથી. (૬) “શ્રાવક જો ચાલુ વરસાદે વ્યાખ્યાન સાંભળવા આવતો હોય તો તેને તેવી રીતની જીવવિરાધના કરીને
આવવાર્થ અટકાવવો જોઈએ કે તેના તેવા કાર્ય ઉપર “ગૃહસ્થ ચાલુ વરસાદમાં વ્યાખ્યાન સાંભળવા
જઈ શકે છે. એવું વિધાન કરીને મહોર છાપ મારવી જોઈએ?” (પૃષ્ઠ - ૫૧) સમાલોચના : સ્થાનકવાસી શ્રી જિનપ્રતિમાની પૂજા કરવામાં જીવહિંસાના નામે ખોટી બૂમાબૂમ કરે છે. છતાં તેઓ ચાલુ વરસાદે તેમના વ્યાખ્યાન સાંભળવા આવતા શ્રાવકોને જીવવિરાધનાની બૂમાબૂમ કરીને અટકાવતા નથી. નરેન્દ્રસાગરસૂરિજી સ્થાનકવાસીઓ કરતા પણ ઘણાં આગળ વધી ગયા લાગે છે. નરેન્દ્રસાગરસૂરિજીના બાપ-દાદાઓએ ચાલુ વરસાદે તેમના વ્યાખ્યાન સાંભળવા આવતા શ્રાવકોને જીવવિરાધનાના નામે અટકાવ્યા નહિ, જીંદગી સુધી ચોમાસામાં ચાલુ વરસાદે વ્યાખ્યાન આપતા જ હતા.
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૬૫