________________
(ઉઘરાણી કરતા નરેન્દ્રસાગરસૂરિજી, પોતાના શાસ્ત્રવિરુદ્ધ કથન માટે શાસ્ત્રપાઠો શોધી લાવવાની જવાબદારીમાંથી) છટકી નહિ જાય તેવી આશા રાખીએ) (૨) કોઈપણ શાસ્ત્રમાં શ્વાસોશ્વાસ ગણવા' નું વિધાન છે જ નહિ. તેમજ કાઉસ્સગ્ન કરનાર વ્યક્તિ - શ્વાસોશ્વાસની સંખ્યા ગણવા રોકાતી પણ નથી જ. લોગસ્સનો કાઉસગ્ગ કરનાર વ્યક્તિ, લોગસ્સના - પદ બોલતો. જાય અને શ્વાસોશ્વાસ પણ સાથોસાથ ગણતો જાય તે બને જ કયાંથી ? શું એક
સમયે બે ઉપયોગ હોય ખરા? ન જ હોય. (પૃ. ૧૭) સમાલોચના પાય સમાં ઉસાસા' આ શાસ્ત્રપંક્તિ અનુસાર “એક પદ બરાબર એક શ્વાસોશ્વાસ ગણાય’ | આ વાત ગીતાર્થગુરુભગવંતો સમજાવતા હોય છે. નરેન્દ્રસાગરસૂરિજીની વક્રતાના કારણે આ વાતની વિચારણામાં તેમના હાથે ઉસૂત્ર વાત લખાય ગઈ છે. કોઈ વ્યક્તિ લોગસ્સનો કાઉસગ્ગ કરે અને સાથે સાથે શ્વાસોશ્વાસ પણ ગણતો જાય. (શાસ્ત્રીય મર્યાદા મુજબ કાઉસગ્ગ આ રીતે કરવાનો હોત નથી) તો નરેન્દ્રસાગરસૂરિજીના મતે “એક સમયે બે ઉપયોગ” થઈ જાય છે. ખરેખર તો આ મત નિનવનો છે. જૈન શાસનનો આવો સિદ્ધાંત નથી.જૈનસિદ્ધાંત મુજબ તો એક આંખનો પલકારો થાય તેટલા કાલમાં અસંખ્યતા ‘સમય’ પસાર થઈ જાય છે. “સમય”નું કાલપ્રમાણ આટલું સૂક્ષ્મ હોવાથી કયારેય પણ કોઈ જીવન એક સાથે ગમે તેટલી ક્રિયા કરે તો પણ એક સમયમાં બે ઉપયોગ થતાં જ નથી. ભૂતકાળમાં, ઉનાળાના સમયમાં ગંગાનદી ઉતરતા, ઠંડી અને ગરમીનો એક સાથે અનુભવ કરું છું. એમ કહીને “એક સમયમાં તે ઉપયોગ હોય” એવી વાત કરનારા આચાર્યને શાસ્ત્રકારોએ નિહનવ' તરીકે જાહેર કર્યા હતા. ઠંડી અને ગરમીની જેમ જ, લોગસ્સનું પદ અને શ્વાસોશ્વાસ સાથે જ ગણતો જાય તેવી વ્યક્તિને “એક સમયમાં બે ઉપયોગ થવાની આપત્તિ આપી રહેલા નરેન્દ્રસાગરજી ભયંકર ઉસૂત્ર થન કરી રહ્યાં છે. પોતે કોના મતમાં જઈને બેસી ગયા છે તેની બિચારા નરેન્દ્રસાગરજીને ખબર નથી. શાસનદેવ તેમને બુદ્ધિ આપે.....! (૩) (“આરાધના નિમિત્તે થતા કાઉસગ્નમાં સાગરવરગંભીરા સુધી લોગસ્સ ગણવો ઠીક લાગે છે. તત્ત્વ
કેવલી ભગવંત જાણે.”– આવા પૂ. પ્રશ્નોત્તર કર્ણિકાકારશ્રીના સમાધાનનું ખંડન કરતા.....) અનુમાનોના આધારે આપેલો આ ઉત્તર, શાસ્ત્રીય નથી. 9000ox આરાધના નિમિત્તે કરાતા
દરેક કાઉસ્સગ્ગો, સંપૂર્ણ લોગસ્સના જ ગણવા જોઈએ. (પૃ. ૧૮) સમાલોચના : પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રીએ આપેલો ઉત્તર અનુમાનોના આધારે છે. શાસ્ત્રીય નથી-તો નરેન્દ્રસાગરજીએ કરેલું ખંડન પણ અનુમાનોના આધારે છે. તો પછી એ ખંડન શાસ્ત્રીય શી રીતે થઈ ગયું? “આરાધના નિમિત્તે કરાતા દરેક કાઉસગ્ગો, સંપૂર્ણ લોગસ્સના જ ગણવા જોઈએ.” એવું જ કાર પૂર્વક વિધાન કરનારા નરેન્દ્રસાગરજીને, તેમના વિધાનની સિદ્ધિ માટે એવો શાસ્ત્રપાઠ રજુ કરવાનું અમારું જાહેર આમંત્રણ છે. જો એવો શારાપાઠ તેમને મળતો નથી તો તેમનું વિધાન અપ્રામાણિત કરે છે. (૪) (સાતક્ષેત્ર પૈકી સાધુ-સાધ્વીક્ષેત્રમાંના દ્રવ્યનો વ્યય કયાં થઈ શકે તે અંગેનો “સેનપ્રશ્ન” નો પાઠ રજુ
કર્યા પછી-) આ પાઠ ઉપરથી વિચારવાનું એ છે કે પ્રત્યક્ષ એવા સાધુ-સાધ્વી ક્ષેત્રનું દ્રવ્ય કે - જે ગુરુની માલિકીનું હોઈ ગુરુદ્રવ્ય ગણાય તે દ્રવ્ય, દેવદ્રવ્યમાં લઈ જવાનું ન કહેતાં પૂર્વોક્ત-“આપત્તિ નીવારવા” આદિ કાર્યોમાં ઉપયોગ કરવાનું સેનસૂરિજી મહારાજ જણાવે છે તો ગુરુપૂજનનું દ્રવ્ય પણ કામોમાં કેમ ન વપરાય? (પૃ. ૩૧)
૧૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))