________________
પ્રશ્નોત્તરકર્ણિકા-શુદ્ધિપ્રકાશ' પુસ્તકના લેખક શ્રી નરેન્દ્રસાગરસૂરિજીની
અજ્ઞાનતા, જડતા અને ઉત્સુત્રો અને તેની સિમાલોચના
પૂર્વ ભૂમિકાઃ . પૂ. સ્વ. આચાર્ય ભગવંત શ્રીમવિજયરવિચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના કલ્યાણ' માસિકમાં પ્રગટ થયેલ પ્રશ્નોત્તર પ્રકાંત્તર-કર્ણિકા' ના નામે પુસ્તકરૂપે બહાર પડેલ. તે પુસ્તકમાં લેખક-સંપાદકોએ કરેલ વિનંતી/ભલામણને યાનમાં લીધા ૮િ ના, આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ “પ્રશ્નોત્તર કર્ણિકા શુદ્ધિપ્રકાશ' નામની પીળી ચોપડી આંખ મીંચીને લખી નાખી, તેરે દ્રસાગરસૂરિજીના “શુદ્ધિપ્રકાશ' માં શાસ્ત્રીય વાતોનું ખંડન અને ઉત્સુત્રનો કચરો ભરેલો પડયો છે. તેમાંથી પહેલી જ નજરે , કડાતી નરેન્દ્રસાગરસૂરિજીની અજ્ઞાનતા જડતા અને ઉત્સુત્રોને ટાંકીને તેની સમાલોચના અહીં રજુ કરવામાં આવી રહી છે. વર્ષોથી પોતાની અને પોતાનાઓની અશુદ્ધિ સાચવી રાખીને આખા ગામની અશુદ્ધિઓ (!) દૂર કરવાનો શોખ તેમને વારસામાં મળ્યો છે. તેથી તેમની પોતાની જ અશુદ્ધિઓ પ્રગટ થઈ રહી હોવાથી નરેન્દ્રસાગરસૂરિજીને થોડી અકળામણ જરૂર થશે. છતાં તેઓ પોતાની અશુદ્ધિઓ સુધારશે તો ઉસૂત્રભાષણના મહાપાપથી બચી જશે. નરેન્દ્રસાગરસૂરિજી બીજાઓને વારંવાર આપેલી આપ્તસલાહો’ પોતાના જીવનમાં અપનાવશે એવી આશા રાખવા સિવાય વધુ તો આપણે શું કરી શકીએ?
વિચાર વસ
' - પૂ. મુ. શ્રી જયદર્શન વિ. મ. (૧ દ્રવ્યપૂજ, સ્વર્ગ આપનારી અને પરંપરાએ મોક્ષ આપનારી છે' એમ શાસ્ત્રકારો સ્પષ્ટ જણાવે છે. |
છતાં આ આચાર્યશ્રી (પૂ આ.ભ. શ્રી રવિચંદ્ર સૂ મ.), “ભગવાનની પુષ્પાદિ પૂજાનું વિધાન મોક્ષ માટે છે' એવું ઉસૂત્રકથન શું જોઈને કરતા હશે?
: (પ્રશ્નોત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશ પૃ. ૧૧) સમાલોચના : મગવાન શ્રી અરિહંત પરમાત્માએ સંસારથી છૂટવા અને મોક્ષે જવા માટે જ સાધુધર્મ અને શ્રાવકધર્મની પ્રરૂપણા કરી છે. સંસારમાં રખડવા માટે ધર્મની પ્રરૂપણા કરી નથી. – આ વાત ચતુર્વિધ શ્રી સંઘમાં અતિપ્રસિદ્ધ છે. “ભગવાનની પુષ્પાદિ પૂજાનું વિધાન મોક્ષ માટે છે.” આવી પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ. મ. ની વાત શાત્રીય જ છે. કારણ કે સમગ્ર ધર્મની સ્થાપના જ જયારે મોક્ષ માટે થઈ છે, ત્યારે શ્રાવકધર્મમાં સમાવિષ્ટ પુષ્પાદિ પૂજાનું વિધાન પણ મોક્ષ માટે જ હોય, તે સ્પષ્ટ છે. છતાં આ શાસ્ત્રીય વાતને “ઉસૂત્ર' કહેનારા આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજી, આર્ચાયપદ સુધી પહોંચ્યા પછી પણ જૈન શાસ્ત્રોની બારાખડી ય શીખ્યા નથી - બે પૂરવાર થાય છે. “દ્રવ્યપૂજાનું સાક્ષાતફળ સ્વર્ગાદિ છે અને પરંપરાએ મળતું ફળ મોક્ષ છે” – એટલા માત્રથી પુષ્પાદિ પૂજા મોક્ષ માટે છે' આ વાત ઉસૂત્ર બની જતી નથી. પૂજા કરતી વખતે મોક્ષનું ધ્યેય રાખવું અને પૂજાના ફળ તરીકે સ્વર્ગ-મોક્ષાદિની પ્રાપ્તિ થવી આ બંનેના તફાવતને નહિ સમજી શકતા નરેન્દ્રસા ગરસૂરિજી, પોતાના આત્માને મહાઉસૂત્રભાષણના મહાપાપથી મલિન બનાવી રહ્યા છે. “પરંપરાએ મોક્ષફળને આપનારા ધમનુષ્ઠાનને “આ ધર્માનુષ્ઠાન મોક્ષ માટે છે' એમ કહેવું તે, ઉસૂત્રકથન કહેવાય' આવું જણાવતો એક પણ શાસ્ત્રપાઠ સમગ્ર જૈન શાસ્ત્રોમાંથી શોધી લાવવાનું (ઉસૂત્રભાષી નરેન્દ્રસાગરસૂરિજીને અમારું જાહેર આમંત્રણ છે. (બીજા બધા પાસે ખોટી રીતે શાસ્ત્રપાઠોની,
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
.: ૧૬૩)