________________
અમારી સામે તો કાળા વાવટા લાવવા જોઈએ.” તેમાંથી આ સંમેલન ભેગું કર્યું. તે બધાને શું બુદ્ધિ સુઝી અને ? એવા એવા ઠરાવો કર્યા કે જેનું વર્ણન ન થાય. દૂર રહેલાએ ય સંમતિ આપી. હવે કહે છે કે તેના અમલ નહિ કરીએ તો સાચું શું સમજવું? જો તમારે માર્ગે જ ચાલવું હતું તો ઉન્માર્ગે ચાલે તેને સહાય કેમ કરી? પણ સાચી વાત સાંભળતા નથી અને મનમાં બધું સમજે છે એટલે જાહેરમાં બહુ બોલતા નથી. પણ અમારા ઘરનો (જે પહેલા હતા) એક બોલ બોલ કરે છે. તેના કાકા (શ્રી જીવતરાય પ્રતાપશી) તેને કહી ગયા છે કે
શાસ્ત્રાનુસારી બોલવા માટે આમની (મારી) પાસે બે-ત્રણ વર્ષ રહે અને અભ્યાસ કરી પછી બોલ'' પણ તેમને તે વાત રૂચિ નહિ અને ગમે તેમ બોલ બોલ, લખ લખ કર્યા કરે છે. શાસ્ત્રવિરુદ્ધ વાતો ઠરાવો કરે તેનું ખંડન કરવું પડે, વિરોધ કરવો પડે તે જ ધર્મ છે. મને કોઈ જ વ્યક્તિ પર દુર્ભાવ નથી.
તમે લોકો કશું યાદ રાખતા નથી. તેઓ જયારે પહેલા (તપોવન) સંસ્થા ખોલવા માગતા હતા અને મને પૂછાવેલ ત્યારે મેં જણાવેલું કે – “સાધુથી કોઈ સંસ્થાના અધિકારી બનાય નહિ. સાધુર્થ કોઈ સંસ્થા ખોલાય પણ નહિ.” ત્યારે આ વાત માની વિચાર માંડી વાળેલો અને જાહેરમાં કબૂલ પણ કરેલ કે “મને આ પાપમાંથી બચાવી દીધો.” પછી શું થયું તે તેઓ જાણે અને તપોવન પણ કર્યું. પણ ગમે તે કારણ હોય, સાચી વાત જે પોતે કબૂલ કરેલી તે પણ તેમને રૂચી નહિ.
અમારું કામ તો તમને બધાને ધર્મમાં જોડવાનું, મોક્ષે મોકલવાનું છે પણ સંસારમાં જાડવાનું નથી. સંસારના કામ કરો તેમાં અમારી સંમતિ હોય નહિ. તમને બધાને સંસારમાં સુખી જોઈ અને આનંદ પામીએ તો અમારા હાથમાં ઓઘો શોભે નહિ.
તમને ભગવાનનો ધર્મ પામવાની ઈચ્છા છે. શ્રાવકપણાનો અભ્યાસ કરે છે, સાધુપણા નો ભાવ છે, ઝટ મોક્ષ મેળવવાનું મન છે. આવું જો મન હોય તો તમે બધા ભગવાનના શાસનમાં છો, સંઘમાં પ્રવેશ કરી ચૂકયા છે. અને આવું મન ન હોય તો સંઘમાં પેસી ગયેલા છો. તમને ખબર નહિ હોય પણ આગળ પોષાતીના જમણ થતા હતા આજે તો લગભગ બધું બંધ જેવું થયું છે. તે વખતે પોષો કરનાર એક હોય પણ પોષાતી. જમણમાં તેની સાથે તેના નાના બે-ચાર છોકરા પણ આવે તો તે અહીં પેસાણીયા કહેવાય. તમે તેવા ન બનો. પણ ભગવાનના શ્રી સંઘના સાચા મેમ્બર બનો.
આપણે ત્યાં “આણાએ ધમ્મો' આજ્ઞામાં ધર્મ કહ્યો છે. આજ્ઞા રહિતપણે ભગવાનને માને તો તેની કાંઈ કિંમત નથી. મરજી મુજબ કામ કરે તો લાભને બદલે હાનિ થાય. આ વાત ખ્યાલમાં રાખી તમો સી ભગવાનની આજ્ઞાના પ્રેમી બનો. આજ્ઞા મુજબ આરાધના કરનારા બનો અને આજ્ઞા મુજબ જ જીવવું છે. આવી દશાને પામી સૌ વહેલામાં વહેલા મોક્ષને પામો તે જ શુભાભિલાષા. (. ૨૦૪૫, પાલીતાણા, મહારાષ્ટ્રભુવનના ચાતુર્માસ દરમ્યાન શ્રા. વ. ૭ના આપેલા વચનમાંથી)
(શ્રી જિનાજ્ઞા પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ લખાયું તો ક્ષમાપના.)
માહિતી મોકલો મુમુક્ષુરત્ન શ્રી જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણિયા (કે જેઓ હાલ મુનિશ્રી જિતધર્મ વિ. ના રૂપ માં સંયમની સાધના કરી રહ્યા છે.) ના જીવન પ્રસંગો છાપવા અંગે અમારી ભાવના હોવાથી જે જે સંઘો-મહાનુભાવો પાસે પેન્દ્રભાઈની જેટલી વિગતો વરધોડા આદિની હોય, ફોટા હોય તેમને તાત્કાલિક પહોંચાડવા નમ્ર આમંત્રણ છે.
શ્રી મહાવીર શાસન કાર્યાલય C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર
૧૬૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))