________________
(શાસ્ત્રવિરુદ્ધ મતાગ્રહને પકડી રાખવા માટે, આવા સ્પષ્ટ શાસ્ત્રપાઠને પણ ન ગણકારે અને ઉત્સુત્રભાષણની મહાપાપ આચરતા જ રહે તો એમની ભાવદયા ચિંતવ્યા વિના બીજો રસ્તો નથી. (૯) “જિને વરદેવોએ જયાં જયાં જીવોની હિંસા કે વિરાધના થતી હોય તેવા સર્વકાર્યો કરવાનો નિષેધ
ફરમાવેલ જ છે.” (પૃષ્ઠ-૬૦) સમાલોચના : સિદ્ધાચલની ચાતુર્માસયાત્રા સામે પડેલા નરેન્દ્રસાગરસૂરિજી, પોતાના પક્ષના શ્રાવકોને ‘વિરાધક' કહેવાની આપત્તિમાં મૂકાયા એટલે સારાસારનો વિચાર કર્યા વિના સીધા જ સ્થાનકવાસીઓના સિદ્ધાંતના શરણે પહોંચી ગયા! શ્રી જિનેશ્વરદેવોના નામે જે ગમ્યું સ્થાનકવાસીઓએ મારેલું, તે આ અજ્ઞાન આચાર્યશ્રીએ સ્વીકારી લીધું. વાસ્તવમાં તો શ્રી જિનેશ્વરદેવોએ હિંસા વિરાધનાની પણ સૂક્ષ્મ વિચારણા બતાવી છે. દેખીતી હિંસા અને પરિણામે ભવોભવ સાથે આવતી હિંસાને સ્પષ્ટ કરવા માટે, હિંસાના હેતુ સ્વરૂપ અને અનુબંધ એવા ભેદો શાસ્ત્રમાં બતાવ્યા છે. આ વાત પૂ. ઉપાધ્યાયજી મ. ના ગ્રંથોમાં બહુ સ્પષ્ટ જોવા મળે છે. “જયાં જયાં જીવોની હિંસા કે વિરાધના થતી હોય તેવા સર્વકાર્યો કરવાનો નિષેધ” શ્રી જિનેશ્વરદેવો એ ફરમાવ્યો નથી. તે તારકોના નામે નરેન્દ્રસાગરજી ફતવો બહાર પાડી રહ્યા છે. (અહીં, શક્ય પરિહર' નામના છીંડામાંથી નરેન્દ્રસાગરજી બહાર નીકળે તેની હું રાહ જોઉં છું.) (૧૦) મહો શ્રી યશો વિ. વિરચિત સ્વોપજ્ઞ અવચૂરિસહિત “એન્દ્રસ્તુતિ” માં પાર્શ્વનાથ પ્રભુની ચોથી
તો છે સોનત્યા' ગાથાની અવચરિમાં પણ “900% આદિપણ થાજેન્દ્રબ્દ ઝાન્તા-શ્રી पद्या प्रती इरितानी-क्षिप्तानि दुरितानि च दुरन्ताहितानि येस्तेषाम् , हितानां आलिं-श्रेणिं બ0 ઘાત'' એ પ્રમાણે કહીને પદ્માવતી દેવીને ધરણેન્દ્રનાગરાજની પત્ની તરીકે અને શ્રી
પાશ્વનાથપ્રભુના શાસનની યક્ષિણી તરીકે સંબોધેલ છે કે નહિ? (પૃ. ૭૦) સમાલોચના પોતાના કદાગ્રહની પુષ્ટિ માટે મૂળ વાતની સાથે બંધ બેસતા ન હોય તેવા શાસ્ત્રપાઠો ઉપાડી લાવવાની ન દ્રસાગરજીની મૂર્ખતા તો જાહેર જ છે, પણ શાસ્ત્રકારોએ જે વાત શાસ્ત્રમાં ન લખી હોય તે વાતને પણ શ સ્ત્રકારોના નામે ચઢાવી દેવાનો પ્રપચ ખેલવાનો ‘લાભ' પણ નરેન્દ્રસાગરજી કયારેક લઈ લે છે તે આ વ તથી સિદ્ધ થાય છે. ઉપરની વાતમાં પૂ. ન્યાયવિશારદ મહોપાધ્યાયશ્રીએ “ઐન્દ્રસ્તુતિ'માંની પાર્શ્વનાથ પ્રભુની ચોથી ગાથાની | અવચૂરિમાં “પદ્માવતીદેવીને શ્રી પાર્શ્વનાથપ્રભુના શાસનની યક્ષિણી તરીકે સંબોધેલ નથી જ.” છતાં તે મહાપુરુષના નામે નરેન્દ્રસાગરસૂરિજી ગડું મારે છે. શાસનયક્ષ-યક્ષિણી સિવાયના દેવતાઓનું નામ પણ ચોથી થઈમાં યાદ કરવામાં આવે છે - આ વાત અનેક રસ્તુતિઓમાં જોવા મળે છે. માટે “ચોથી થઈમાં મોટેભાગે શાસનયક્ષ-યક્ષિણીની સ્તુતિ હોય છે” એવો બચાવ પણ અર્થહીન કરે છે. ચોથી થોઈ બહુધા શાસનયક્ષ-યક્ષિણીની હોવી અને ચોથી થોઈમાં ‘શાસનયક્ષિણી તરીકે સંબોધન કરેલ છે એમ કહેવું: આ બે વચ્ચેનો તફાવત સમજયા વગરનું વિધાન કરીને નરેન્દ્રસાગરસૂરિજી પોતાનું શિશુત્વજાહેર કરે છે. બીજાઓને શાસ્ત્રપાઠોમાં ઘાલમેલ ન કરવાની વણમાંગી “આપ્તસલાહો દીધે રાખતા નરેન્દ્રસાગરજી, પોતાને જ લાગુ પડેલી આ બિમારીનો ઈલાજ વહેલી તકે કરાવે એ વધુ જરૂરી છે. (૧૧) ઉત્તપુરુષો, અને તેમાં પણ જે “શલાકાપુરુષો હોય છે તે ગમે તેટલી ઉતાવળનું જરૂરી કામ હોય
તો પણ પ્રાકૃત માણસની જેમ કયારેય પણ દોડે કે વર્તે જ નહિ !" (પૃષ્ઠ ૭૦) સમાલોચના સાચી વાતનું પણ આડેધડ ખંડન કરવાની ધૂનમાં નરેન્દ્રસાગરરિજી ઘણીવાર પોતાની
વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૬o.