________________
- શ્રી જૈન શાસન અઠવાડિક] આપણા જે બીજે કે ઈ સુખનો સ્વામી નથી. આપણે જૈન ધર્મના ઉપાસકે છીએ. જૈન ધર્મ આત્માની વાત કહે છે. આત્માની અપૂર્વ શકિતનું દર્શન કરાવે તે જિનધર્મ જૈન ધર્મ કહેવાય છે. સમકિતિ આત્મા સંસારથી અલિપ્ત ગણાય છે. કહ્યું છે.
સાંભળે આ વાત તે શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે આવે છે શું? શાસ્ત્રારે સમકિત દષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી જ્યારે રહે જેમ ધાવ ખિલાવે બાળ. કાદવમાં કમળ ઉગે છે. છતાં તે કમળ કાદવથી લે પાતું નથી કમળ ઉપર પાણીનું બીંદુ પડે તે ય તે પત્ર પાણીથી સ્પર્શતું નથી. પરંતુ તડકાની અંદર કમળ પત્ર પર રહેલ. , પાણીનું બીંદુ મતી સરીખું લાગે છે. જેમાં જેને જન્મ છે છતાં તેમાં તેને લેપ નથી આનું નામ અલિપ્તતા કહેવાય છે. અગાઉ રાજા મહારાજાઓના રાજયમાં રાજપુત્રને રાજમાતાઓ દુધપાન કરાવતી ન હતી. અને આજે પણ પશ્ચિમ દેશમાં કે તાં યુરોપમાં માતા પિતાના બાળકને દુધપાન તે નથી જ કરાવતી એટલું જ નહિ પણ પ્યાર ગામ નું દૂધ પણ પીવડાવતી નથી અને શરૂઆતથી સડા જેવી પણ આપવામાં આવે છે અને મૂળથી જ અભય અને અસૂરો ભરણ પોષણ મળે છે. અને વળી ઘણું માતાએ યુરેપમાં પણ પિતાના બાળકને સાચવવા રમાડવા બીજી બહેને જે પિતાનું જીવન નિર્વાહ કરવા માટે આવું સુંદર કાર્ય કરતી હોય છે ત્યાં બાળકને મૂકવામાં આવે છે. તેના માટે ધાવ એટલે રાજપુત્રને રમાડવા સાચવવા માટે ધાવમાતાએ ત્યાં આવતી હતી તે ધાવમાતાએ રાજપુત્રનું પોષણ અવશ્ય કરે છે. પરંતુ અંતરથી એમ સમજે છે કે આ સંતાન મારું નથી. આટલો વિવેક તે અવશ્ય હોય છે અંતર તે ન્યારું જ હોય છે. સમકિતી આત્મા પણ સંસારમાં રહેતા થકાં કુટુંબ પરિવારનું કર્તવ્ય દષ્ટિથી જ પાલન કુરે છે એ અંતરથી વિચારે મારે ના છૂટકે કરવું પડે છે અને તેનું અંતર તે બધાથી પર અને વિવેકવંત ન્યારું જ હોય છે.
આપણી અંદગીના ઘણા વર્ષો વીતી ગયા ? છતાં આજ સુધી આપણે સમ્યગ કશન વિષે સમજવાની કેશીષ તે વિરલા જ આત્મા કરે જેને આત્માના શુધ તત્વની શ્રદ્ધા હોય તેની સામે કદાચ વર્ગમાંથી કોઈ દેવ કસોટી કરવા આવે તે પણ શ્રદ્ધાથી ડગે નહિં પૂર્વે આવા ઉત્તમ આત્માઓ હતા જેઓ ભગવાન મહાવીરના પરમ ઉપાસક આણંદ્ર શ્રાવક અને કામદેવ શ્રાવક હતાં ઘણું કટીમાંથી પસાર થયા જીવન સામે મૃત્યુને પ્રશ્ન આવ્યું છતાં પણ દેવ-ગુરૂ અને ધર્મની શ્રદ્ધામાં અડગ રહ્યા, આવી બધા તમે અમે આપણે બધા કેળવીએ અને આત્મામાં ઉતારી પ્રભુ મહાવીરના સ ચા ઉપાસક બની રહીએ એજ શુભ ભાવના.