________________
૧૦૨૦
* શ્રી જેને શાસન [અઠવાડિક] .
છે. એવા સમયે જ નમસ્કાર કરીને લવણ-અંકુશે કહ્યું કે “હે તાત ! કાકાના મૃત્યુથી આજે સંસારથી ભયભીત બનેલા અમને તથા સર્વને પણ આવું અકસ્માત મૃત્યુ આવવાની પૂરી શકયતા છે. માટે પરલોકની સાધના માટે અમને અનુજ્ઞા આપે. કાકાએ તજી દીધેલા આ ઘરમાં હેતે અમને રહેવું નહિ ગમે.” આમ કહી અમૃત મુનિ પાસે બનેએ દીક્ષા લીધી. આ ભાઇના મૃત્યુ અને પુત્ર વિયોગથી વારંવાર મૂછ ખાઈને પડી જતાં રામચંદ્રજીને ગદગદ સ્વરે વિભીષણાદિએ કહ્યું કે પ્રત્યે ! લમણુને અગ્નિસંસ્કાર કરે.”
આથી કે પાયમાન થઈ રામચંદ્રજી બેટયા કે હે દુને ! મારે ભાઈ તે જીવે છે પણ તમારા ભાઈઓના અગ્નિસંસ્કાર કરે જાવ અહીં થી. .
હે ભાઈ લક્ષમણ ! તું બેલ, કેમ બેલ નથી? આ દુને સમક્ષ તારે ક્રોધ કરે ઉચિત નથી લાગતું.” આમ કહી લક્ષમણના મડદાને ખભે નાંખીને રામચંદ્રજી અન્યત્ર ગયા. જે મૃત લક્ષમણુને નવડાવે-છેવડાવે ખવડાવે એમ કરતાં કરતાં છ-છ મહિના વીતી ગયા.
આખરે વગે ગયેલા જટાયુ અને કૃતાંતવાન સેનાપતિએ આવીને યુક્તિ, પૂર્વક રામચંદ્રજીને પ્રતિબંધ પમાડયા.
લક્ષમણનું મઠદુ ઉંચકીને રામચંદ્રજી નગરમાં ઘુમ્યા કરતાં હતા તે તકને લાભ ઉઠાવીને ઈન્દ્રજીતના પુત્ર આદિએ તથા અન્ય ખેચર શત્રુઓએ ભેગા મળીને અયોધ્યા નગરીને ઘેરો ઘાલે. અને રામચંદ્રજીને હણી નાંખવા તક શોધવા લાગ્યા.
મડદુ ઉઠાવીને જ રામચંદ્રજીએ વજન ધનુષ્યને ટંકાર કર્યો. એ જ અરસામાં રામચંદ્રજીને ધ પમાડવા આવેલા જટાયુદેવને જોતાં જ ઈન્દ્રજિત પુત્ર વિગેરે ફફડી ઉઠયા કે હજી રે રામને આધીન છે. અને લજજા પામીને દરેકે રતિવેગ મુનિવર પામે દીક્ષા સવીકારી.
પ્રતિબંધ પામેલા રામચંદ્રજીએ શત્રુદનને અયોધ્યાની રાજ્ય ગાદી સંભાળવાનું કહેતા તેણે પણ દીક્ષા લેવાની જ વાત કરી તેથી લવણના પુત્ર અનંગદેવને રામચ દ્રજીએ અધ્યા રાજય સે પીને સુવ્રત નામના મહામુનિવર પાસે શત્રુન વિભીષણ વિરાધ તથા અન્ય કેટલાંયે રાજાઓએ સંયમ સ્વીકાર કર્યો. રામચંદ્રજીની દીક્ષા સાંભળીને રાગ્ય પામેલા સેળ હજાર રાજાએ તથા સાડત્રીસ હજાર સ્ત્રીઓએ સંયમ સ્વીકાર કર્યો
રામાયણના પાત્ર સંસાર છોડીને સંયમ માગે અને કેટલાક મૃત્યુ પામી પરલેકના પંથે ચાલી નીકળ્યા હતા. સીતાદેવી પણ કાળધર્મ પામી સીતેન્દ્ર બન્યા હતા.
. કેઈ આજ જશે કે કાલ, પંખીડાને મેળે. - એ ઉપકા૨ તમારે કદિએ ના વિસરે, આ સંસાર થકી જે મુજને ઉદ્ધારે.